ETV Bharat / international

રશિયામાં બનાવવામાં આવ્યું ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ 'તુશીલ'

author img

By

Published : Oct 29, 2021, 3:08 PM IST

રશિયામાં બનાવવામાં આવ્યું ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ 'તુશીલ'
રશિયામાં બનાવવામાં આવ્યું ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ 'તુશીલ'

ભારત અને રશિયા વચ્ચેના આંતર-સરકારી કરાર (IGA) હેઠળ, ભારતીય નૌકાદળનું P 1135.6 વર્ગ યુદ્ધ જહાજ જે રશિયામાં કલિનિનગ્રાડમાં યન્તર શિપયાર્ડ ખાતે બનાવવામાં આવ્યું હતું, તેને 28 ઓક્ટોબર 2021ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. યુદ્ધ જહાજને ઔપચારિક રીતે 'તુશીલ' (tushil)નામ આપવામાં આવ્યું હતું. તુશીલ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ રક્ષક ઢાલ થાય છે.

  • ભારતીય નૌકાદળનું યુદ્ધ જહાજ રશિયામાં બનાવવામાં આવ્યું
  • જહાજને ઔપચારિક રીતે 'તુશીલ' નામ આપવામાં આવ્યું
  • ભારતીય નૌકાદળના અધિકારીઓની હાજરીમાં લોન્ચ કરવામાં આવ્યું

મોસ્કો: રશિયામાં કેલિનિનગ્રાડમાં યન્તર શિપયાર્ડમાં બનેલ ભારતીય નૌકાદળના P1135.6 વર્ગનું 7મું યુદ્ધ જહાજ (indian Navys warship) 28 ઓક્ટોબર 2021ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું. તે રશિયામાં ભારતના રાજદૂત ડી બાલા વેંકટેશ વર્મા અને રશિયન ફેડરેશનની પ્રતિષ્ઠિત હસ્તીઓ અને ભારતીય નૌકાદળના અધિકારીઓની હાજરીમાં લોન્ચ કરવામાં આવ્યું (LAUNCHING CEREMONY OF TUSHIL) હતું. સમારોહ દરમિયાન દતલા વિદ્યા વર્મા દ્વારા યુદ્ધ જહાજને ઔપચારિક રીતે 'તુશીલ' (tushil) નામ આપવામાં આવ્યું હતું. તુશીલ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ રક્ષક ઢાલ થાય છે.

જહાજોના નિર્માણ માટેના કરાર પર હસ્તાક્ષર

ભારત અને રશિયા વચ્ચે આંતર-સરકારી કરાર (IGA) હેઠળ 2018માં બે P1135.6 વર્ગના જહાજોના નિર્માણ માટેના કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ પ્રોજેક્ટ હેઠળ વર્ગ P 1135.6 ના બે જહાજો રશિયામાં અને બે જહાજો ભારતમાં મેસર્સ ગોવા શિપયાર્ડ લિમિટેડ (GSL) ખાતે નિર્માણની યોજના છે.

નૌકાદળની લડાયક ક્ષમતાઓને વધારવાના હેતુથી નિર્માણ

આ જહાજો હવા, સપાટી અને ઉપ-સપાટી એમ ત્રણેય પરિમાણોમાં નૌકાદળની લડાયક ક્ષમતાઓને વધારવાના હેતુથી બનાવવામાં આવ્યા હતા. અત્યાધુનિક ભારતીય અને રશિયન હથિયારોથી સજ્જ આ યુદ્ધ જહાજમાં શક્તિશાળી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ જહાજો સરફેસ ટુ સરફેસ મિસાઈલ, સોનાર સિસ્ટમ, સરફેસ સર્વેલન્સ રડાર, કોમ્યુનિકેશન સૂટ અને ASW સિસ્ટમ્સ તેમજ હથિયારો અને સાધનો જેમ કે રશિયન સપાટીથી હવામાં મિસાઈલ અને ગન માઉન્ટ્સથી સજ્જ છે.

આ પણ વાંચો- હવે બસ ગણતરીના દિવસોમાં નામશેષ થવા જઈ રહ્યું છે ભારતનું INS વિરાટ

શિપયાર્ડ દ્વારા સામનો કરવામાં આવતા પડકારો

તેમના સંબોધનમાં કલિનિનગ્રાડમાં યન્તર શિપયાર્ડના મહાનિર્દેશક ઇલ્યા સમરીને આ પ્રોજેક્ટના અમલીકરણમાં શિપયાર્ડ દ્વારા સામનો કરવામાં આવતા પડકારોની ચર્ચા કરી. તેમણે કહ્યું કે કોવિડ રોગચાળા દ્વારા ઊભા થયેલા પડકારો છતાં નવીન તકનીકોનો ઉપયોગ કરીને જહાજોનું ઉત્પાદન ચાલુ રાખવામાં આવ્યું હતું. તેમણે તેમના સતત સમર્થન માટે ભારત સરકારનો આભાર માન્યો હતો. આ પ્રસંગે બોલતા ભારતના રાજદૂત (મોસ્કો) શ્રી ડી બાલા વેંકટેશ વર્માએ ભારત અને રશિયા વચ્ચે સૈન્ય તકનીકી સહયોગની લાંબા સમયથી ચાલતી પરંપરા પર પ્રકાશ પાડ્યો હતો.

આ પણ વાંચો- માઉન્ટ ત્રિશૂલ ફતેહ કરવા ગયેલું નૌસેનાનું દળ હિમસ્ખલનની ચપેટમાં, 5 ગુમ, 5ને કરાયા રેસ્ક્યૂ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.