- UNSCના સંમેલનમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી. એસ. તિરુમૂર્તિએ સીરિયા પર આપ્યું નિવેદન
- આંતરરાષ્ટ્રીય સમુદાય સીરિયા અને વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિઓને નજરઅંદાજ કરવાનું જોખમ ન ઉઠાવી શકાય
- ભારતે વિસ્તારમાં આતંકવાદી સમૂહો ફરી સક્રિય થવા અને રાસાયણિક હથિયારો સુધી તેમની પહોંચ બનાવવીની આશંકા અંગે ચિંતા વ્યક્ત કરી
ન્યૂઝ ડેસ્કઃ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી. એસ. તિરુમૂર્તિએ સીરિયા (રાસાયણિક હથિયાર) પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સંમેલનમાં એક નિવેદન આપ્યું હતું. ઓગસ્ટ માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના અધ્યક્ષ તિરુમૂર્તિએ કહ્યું હતું કે, ભારત કોઈના પણ માધ્યમથી ક્યાંય પણ અને કોઈ પણ સમયે અને કોઈ પણ પરિસ્થિતિમાં રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરવાના વિરુદ્ધ છે. ભારતે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સમુદાય સીરિયા અને વિસ્તારમાં આતંકવાદી પ્રવૃત્તિઓને નજરઅંદાજ કરવાનું જોખમ ન ઉઠાવી શકાય. ભારતે વિસ્તારમાં આતંકવાદી સમૂહો ફરી સક્રિય થવા અને રાસાયણિક હથિયારો સુધી તેમની પહોંચ બનાવવીની આશંકા અંગે ચિંતા વ્યક્ત કરી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ ટી. એસ. તિરુમૂર્તિએ સીરિયા (રાસાયણિક હથિયાર) પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સંમેલનમાં આ નિવેદન આપ્યું હતું.
આ પણ વાંચો- વિદેશ પ્રધાને UNSC ને સલાહ આપી, વિશ્વએ આતંકવાદ સાથે સમાધાન ન કરવું જોઈએ
આતંકી સમુહોને ફરી માથું ઉંચકવા અંગે ભારત ચિંતામાં
તિરુમૂર્તિએ કહ્યું હતું કે, આ વર્ષે જાન્યુઆરીમાં પરિષદમાં સામેલ થયા પછીથી ભારત આતંકવાદી સમૂહો અને કેટલાક લોકોના રાસાયણિક હથિયારો સુધી પહોંચ બનાવવાની આશંકાની વિરુદ્ધ સતત ચેતવણી આપી રહ્યું છે. અમે વિસ્તારમાં આંતકી સમુહોને ફરીથી માથું ઉંચકવા અંગે વારંવાર આવતા સમાચારથી ચિંતામાં છીએ.
આ પણ વાંચો- UNSCમાં અફઘાનિસ્તાન અંગેનો પ્રસ્તાવ મંજૂર કરાવવામાં ભારતની સક્રિય ભૂમિકા
તિરુમૂર્તિ ઓગસ્ટ માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના અધ્યક્ષ છે
તિરુમૂર્તિ ઓગસ્ટ માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના અધ્યક્ષ પણ છે. તેમણે કહ્યું હતું કે, અમે ભૂતકાળમાં આતંકવાદ સામે શાંત વલણ અપનાવવાના પરિણામથી જે શિખ્યું છે, તેને જોતા આંતરરાષ્ટ્રીય સમુદાય સીરિયા અને વિસ્તારમાં આતંકી પ્રવૃત્તિઓને નજરઅંદાજ કરવાનું જોખમ ન ઉઠાવી શકાય.
ભારત રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરવાની વિરુદ્ધ છે
ભારતીય રાજદૂતે કહ્યું હતું કે, ભારત કોઈ પણ માધ્યમથી, ક્યાં પણ, કોઈ પણ સમયે અને કોઈ પણ પરિસ્થિતિમાં રાસાયણિક હથિયારોનો ઉપયોગ કરવાની વિરુદ્ધ છે. તેમણે કહ્યું હતું કે, ભારત સતત આ સ્પષ્ટ કરતું આવ્યું છે કે, રાસાયણિક હથિયારોના ઉપયોગની તપાસ નિષ્પક્ષ, વિશ્વસનીય અને ઉદ્દેશ્યપરક હશે.