ETV Bharat / international

ચીનમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો, પરંતુ અન્ય દેશોમાં વધ્યો: WHO

author img

By

Published : Mar 4, 2020, 10:49 AM IST

ચીનમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે, ત્યારે આ વાયરસ દુનિયાભરના કેટલાય દેશોમાં પહોંચી ગયો છે. આ અંગે WHOનું કહેવું છે કે, ચીનમાં આ વાયરસના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે અન્ય દેશોમાં વધુ કેસોની પુષ્ટિ થઈ રહી છે.

who
ચીનમાં

બેજિંગ: વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ડાયરેક્ટર જનરલ ટેડરોસ અદાનોમ ગિબેરેસસે સોમવારે કહ્યું હતું કે, 1 માર્ચ સુધીમાં ચીન સિવાયના અન્ય દેશોમાં કોરોના વાયરસના 8739 કેસ નોંધાયો છે. જેમાં 127 દર્દીના મોત નીપજ્યા છે. ડાયરેક્ટર જનરલે કહ્યું કે, ચીનમાં આ વાયરસના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે દુનિયાના અન્ય દેશોમાં વધુ કેસોની પુષ્ટિ થઈ રહી છે.

તેમણે વિભિન્ન દેશોને અપીલ કરી કે, આ રોગચાળો નિવારવા અને તેના નિયંત્રણને પ્રાધાન્ય આપવું જોઈએ. આ વાયરસને રોકવા સકારાત્મક પગલાં ભરવા જોઇએ. તેમણે વધુમાં કહ્યું હતું કે, WHOની એક ટીમ સોમવારના રોજ ઇરાનની રાજધાની તહેરાનમાં પહોંચી હતી. આ ટીમ સ્વાસ્થ્ય વિભાગ અને તેને સંબધિત સંસ્થાને સહયોગ આપશે.

ડાયરેક્ટર જનરલે કહ્યું કે, આપણી પાસે આ રોગચાળાના ફેલાવાને રોકવાની ક્ષમતા છે. અમે જે કાર્યવાહી કરીએ છીએ તે આ રોગચાળાને નિયંત્રિત કરશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.