ETV Bharat / international

વિવાદ ઉભો કરાવી રહ્યું છે અમેરિકા : ચીની વિદેશ મંત્રાલય

author img

By

Published : Jul 15, 2020, 3:20 PM IST

વિવાદ ઉભો કરાવી રહ્યું છે અમેરિકા : ચીની વિદેશ મંત્રાલય
વિવાદ ઉભો કરાવી રહ્યું છે અમેરિકા : ચીની વિદેશ મંત્રાલય

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપના તંત્રએ એક નિર્ણય લેતા દક્ષિણ ચીન સાગરમાં ચીનના વિસ્તારના કરેલા દાવાને સ્પષ્ટ પણે નકારી દીધો છે. જેના પર પ્રતિક્રિયા આપતા ચીને કહ્યું કે ચીન સાગર પર તેનો અધિકાર એક હજાર વર્ષ પહેલાનો છે. આ ઉપરાંત ચીને કહ્યું કે અમેરિકા તેના અને દક્ષિણ પૂર્વી એશિયાના અન્ય દેશો સાથે વિવાદને લઇ આવવાની કોશિશ કરી રહ્યાં છે.

બીજિંગ: વિવાદિત દક્ષિણ ચીન સાગરમાં ' સમુદ્રી સામ્રાજ્ય ' સ્થાપિત કરવાના અમેરિકાના આરોપને નકારતા ચીને દાવો કર્યો છે કે આ વિશાળ સમુદ્ર પર તેની પ્રભુતા એક હજાર વર્ષ પહેલાથી જ છે. ચીને આરોપ લગાવ્યો છે કે અમેરિકા તેની અને દક્ષિણ પૂર્વી એશિયાના અન્ય દેશો સાથે વિવાદને લઇ આવવાની કોશિશ કરી રહ્યું છે.

ઉલ્લેખનિય છે કે અમેરિકી વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ સોમવારે એક ભાષણ આપતા કહ્યું કે દુનિયા રણનીતિક રીતે મહત્વના દક્ષિણ ચીન સાગરને ચીનને સમુદ્રી સામ્રાજ્યની રીતે ઉપયોગ કરવાની મંજુરી નહી આપે.

આ ઉપરાંત વિદેશ પ્રધાને વિસ્તાર પર કબ્જો કરવા માટે ધમકીઓના ચલાવી રહેલા અભિયાન વિરૂદ્ધ દક્ષિણ પૂર્વી એશિયાના દેશનું સમર્થન કરવાનો ભરોસો દાખવ્યો હતો.

વધુમાં વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોના નિવેદન પર ટિપ્પણી કરતા ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને બીજિંગમાં મીડિયાને સંબોધન કરતા કહ્યું કે અમેરિકી વિદેશ પ્રધાને દક્ષિણી ચીન સાગર સાથે જોડાયેલા ઇતિહાસ અને તથ્યોને નજરઅંદાજ કર્યો છે.

તેઓએ અમેરિકાએ કરેલા દાવાઓ પર પણ સવાલ કર્યો છે જેના અંદાજ મુજબ વર્ષ 2009માં ચીન પોતાના દાવાના સમાધાન માટે દક્ષિણ સાગરમાં 9 બિંદુ રેખાઓ સાથે આવ્યા હતાં.

ઝાઓએ કહ્યું, 'અમેરિકાએ કહ્યું કે, ચીને 2009માં દક્ષિણ ચીન સમુદ્રમાં બિંદુ રેખાની ઘોષણા કરી હતી જે સાચી નથી. ચીનના ઇતિહાસ મુજબ, તેના પર ચીનનો હક છે. એક હજાર વર્ષ પહેલાં દક્ષિણ ચીન સમુદ્રના ટાપુઓ અને પાણી પરનો અમારો અધિકાર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.