MODI-BIDEN MEETING : બાઇડને કહ્યું: ભારત-અમેરિકા વચ્ચે સંબંધ મજબૂત

author img

By

Published : Sep 24, 2021, 10:32 PM IST

MODI-BIDEN MEETING

વ્હાઇટ હાઉસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન વચ્ચે બેઠક યોજાઇ હતી. બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મારા અને મારા પ્રતિનિધિમંડળના ઉષ્માભર્યા સ્વાગત માટે આભાર. તે જ સમયે, જો બાઇડને કહ્યું કે, વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો મજબૂત, નજીક અને ઘનિષ્ઠ થવાના નક્કી છે.

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન વચ્ચે બેઠક યોજાઇ
  • મોદીએ કહ્યું કે, મારા અને મારા પ્રતિનિધિમંડળના ઉષ્માભર્યા સ્વાગત માટે આભાર
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન વચ્ચે થઇ મુલાકાત

વોશિંગ્ટન: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન વચ્ચે વ્હાઇટ હાઉસમાં બેઠક યોજાઇ હતી. બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મારા અને મારા પ્રતિનિધિમંડળના ઉષ્માભર્યા સ્વાગત માટે આભાર. તે જ સમયે, જો બાઇડેને કહ્યું કે, વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો મજબૂત, નજીક અને ઘનિષ્ઠ થવાના નક્કી છે. તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે અમેરિકા-ભારત અનેક પ્રકારના પડકારોને ઉકેલવામાં મદદરૂપ થઈ શકે છે. જો બાઇડને વડાપ્રધાન મોદીને કહ્યું કે અમે ભારત-અમેરિકા સંબંધોમાં એક નવો અધ્યાય જોઈ રહ્યા છીએ.

રાષ્ટ્રપતિ રૂપમાં તમારા વિઝનને આગળ વધારવા માટે પહેલ કરી રહ્યા છે- વડાપ્રધાન મોદી

બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે, મારુ અને મારા પ્રતિનિધિમંડળનું સ્વાગત કરવા માટે આભાર વ્યક્ત કરુ છું. 2014માં તમારી સાથે ચર્ચા કરવાનો અવસર મળ્યો અને તમે ભારત-અમેરિકા વચ્ચેના સંબંધ માટે તમારો દ્રષ્ટિકોણ રાખ્યો હતો જે પ્રેરક હતો. આજે રાષ્ટ્રપતિ રૂપમાં તમારા વિઝનને આગળ વધારવા માટે પહેલ કરી રહ્યા છે.

ભારત-અમેરિકા વચ્ચે વધુ મજબૂત મિત્રતાના બીજ રોપાયા છે- વડાપ્રધાન મોદી

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચે મજબૂત મિત્રતાના બીજ વાવવામાં આવ્યા છે. તમારું નેતૃત્વ ચોક્કસપણે આ દાયકાને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવશે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, હું ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં પરિવર્તન જોઈ રહ્યો છું, પછી હું જોઉં છું કે, આપણે લોકશાહી પરંપરાઓ અને મૂલ્યોને સમર્પિત છીએ, તે પરંપરા, તેનું મહત્વ વધુ વધશે.

આજની દ્વિપક્ષીય પરિષદ મહત્વપૂર્ણ છે

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજની દ્વિપક્ષીય પરિષદ મહત્વપૂર્ણ છે, અમે આ સદીના ત્રીજા દાયકાની શરૂઆતમાં મળી રહ્યા છીએ. વેપારના ક્ષેત્રમાં ઘણું કરવાનું છે. આગામી દાયકામાં ભારત-અમેરિકાના સંબંધોમાં વેપાર મહત્વનું પરિબળ બનશે.

પદભાર સંભાળ્યા પછી, તમે દરેક ક્ષેત્રમાં એક અનોખી પહેલ કરી છે-વડાપ્રધાન મોદી

મોદીએ કહ્યું કે, પદભાર સંભાળ્યા પછી, તમે દરેક ક્ષેત્રમાં એક અનોખી પહેલ કરી છે, પછી તે કોવિડ હોય, આબોહવા પરિવર્તન હોય અથવા ક્વાડ હોય, જે આગામી દિવસોમાં ભારે અસર ઉભી કરશે. વડાપ્રધાને કહ્યું કે, મને ખાતરી છે કે આજે અમારી વાતચીતમાં પણ અમે આ તમામ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી શકીએ છીએ. ચાલો આપણે આજે એક સાથે કેવી રીતે ચાલી શકીએ, આપણે વિશ્વ માટે શું સારું કરી શકીએ તેના પર અર્થપૂર્ણ ચર્ચા કરીએ.

અમેરિકા-ભારત અનેક પ્રકારના પડકારોને ઉકેલવામાં મદદરૂપ થઈ શકે છે- બાઇડન

બાઇડને કહ્યું કે, વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો મજબૂત, નજીક અને ઘનિષ્ઠ થવા નક્કી છે. બાઇડને કહ્યું કે, મને વિશ્વાસ છે કે અમેરિકા-ભારત અનેક પ્રકારના પડકારોને ઉકેલવામાં મદદરૂપ થઈ શકે છે. જો બાઇડને વડાપ્રધાન મોદીને કહ્યું કે, અમે ભારત-અમેરિકા સંબંધોમાં એક નવો અધ્યાય જોઈ રહ્યા છીએ. ચાલીસ લાખ ભારતીય-અમેરિકી દરરોજ અમેરિકાને મજબૂત બનાવી રહ્યા છે. વડાપ્રધાન મોદીને વ્હાઈટ હાઉસની મુલાકાત લેતા જોઈને આનંદ થયો. બાઇડને કહ્યું કે, મોદી અને હું કોવિડ -19 નો સામનો કરવા અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે શું કરી શકીએ તે વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

જો બાઇડને બેઠક પહેલા જ ટ્વિટ કર્યું હતું

જો બાઇડને બેઠક પહેલા જ ટ્વિટ કર્યું હતું કે, આજે હું વ્હાઈટ હાઉસમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠકમાં ભાગ લઈશ. અમે કોરોનાથી લઈને આબોહવા પરિવર્તન, મુક્ત અને ખુલ્લા ઇન્ડો-પેસિફિક અને બન્ને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા સુધીના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરીશું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.