ETV Bharat / international

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને ધમકી આપવા નર્સની ધરપકડ

author img

By

Published : Apr 18, 2021, 7:09 AM IST

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા દેવી હેરિસને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ફ્લોરિડા રાજ્યની 39 વર્ષીય નર્સની ધરપકડ કરવામાં આવી છે.

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા દેવી હેરિસ
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ કમલા દેવી હેરિસ

  • અમેરિકામના ઉપરાષ્ટ્રપતિ કમલા દેવી હેરિસને ધમકી અપાઇ
  • 13થી 18 ફેબ્રુઆરી દરમિયાન ઉપરાષ્ટ્રપતિને જાનથી મારવાની ધમકી આપી
  • નિવાદેતાઓએ પેટિટ ફેલ્પ્સની ધરપકડ કરી

હ્યુસ્ટન(અમેરિકા) : દેશના ઉપરાષ્ટ્રપતિ કમલા દેવી હેરિસને જાનથી મારી નાખવાની ધમકી આપવા બદલ ફ્લોરિડા રાજ્યની 39 વર્ષીય નર્સની ધરપકડ કરવામાં આવી છે. CNNના સમાચાર અનુસાર, અમેરિકી ઇન્ટેલિજન્સ સર્વિસ દ્વારા તપાસ બાદ નિવાદેતાઓએ પેટિટ ફેલ્પ્સની ધરપકડ કરી લીધી છે.

આ પણ વાંચો : વિશ્વાસુ નેતાઓ સાથે કમલા હેરિસે ચર્ચ્યા રસીકરણ અને હેટ ક્રાઇમ જેવા મુદ્દા

ફેલ્પ્સે ઉપરાષ્ટ્રપતિને મારી નાખવાની અને શારીરિક નુકસાન પહોંચાડવાની ધમકી આપી

ફેલ્પ્સે 13 ફેબ્રુઆરીથી 18 ફેબ્રુઆરી દરમિયાન ઉપરાષ્ટ્રપતિને જાનથી મારી નાખવાની અને શારીરિક નુકસાન પહોંચાડવાની ધમકી આપી હતી. તે જેકસન હેલ્થ સિસ્ટમ સાથે સંકળાયેલી નર્સ છે.

આ પણ વાંચો : કમલા હેરિસે ઓસ્ટ્રેલિયન વડા પ્રધાન સાથે કરી વાત, ચીન-મ્યાનમારના સહયોગ અંગે કરી ચર્ચા

જેલમાં બંધ તેના પતિનો વીડિયો અમેરિકાના રાષ્ટ્રપતિનો મોકલ્યો

ફેલ્પ્સે જેલમાં બંધ તેના પતિનો વીડિયો અમેરિકાના રાષ્ટ્રપતિનો મોકલ્યો હતો. બિડેન અને ઉપરાષ્ટ્રપતિ હેરિસ વિરુદ્ધ નફરતનાં શબ્દો વપરાય છે. તેણે એક વીડિયોમાં કહ્યું હતું કે, કમલા હેરિસ તમે મરવા જઇ રહ્યા છો. તમારા હવે ગણતરીના દિવસો બાકી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.