ETV Bharat / international

નાઈજીરીયામાં ઈમારત ધરાશાયી થતા મૃત્યુઆંક વધીને 43 થયો

author img

By

Published : Nov 6, 2021, 6:58 AM IST

લાગોસમાં એક નિર્માણાધીન (Real Estate) બહુમાળી ઇમારત ધરાશાયી (BUILDING COLLAPSE) થતા વધુ સાત મૃતદેહો મળી આવ્યા છે, આ ઘટનામાં મૃત્યુઆંક વધીને 43 થયો છે.

DEATH TOLL IN NIGERIA BUILDING COLLAPSE RISES TO 43

  • બહુમાળી ઈમારત ધરાશાયી થવાથી 43 લોકોના મોત
  • રિયલ એસ્ટેટ કંપનીના ડિરેક્ટર પણ આ મૃતકોમાં સામેલ
  • બિલ્ડિંગ ધરાશાયીી થઈ ત્યારે 100 લોકો કામ કરી રહ્યા હતા

લાગોસ, નાઈજીરીયા : લાગોસમાં એક નિર્માણાધીન બહુમાળી ઈમારત ધરાશાયી (BUILDING COLLAPSE) થવાથી 43 લોકોના મોત નિપજ્યા છે. પ્રેસવાર્તામાં જણાવ્યા અનુસાર, 21 માળનો લક્ઝરી ટાવર બનાવનાર રિયલ એસ્ટેટ (Real Estate) કંપની ફોરસ્કોર હોમ્સના ડિરેક્ટર ફેમી ઓસિબોના પણ આ મૃતકોમાં સામેલ છે. મંગળવારની આ ઘટનમાં ઘટનાસ્થળેથી કોઈ પણ જીવિત વ્યક્તિ મળી આવ્યું નથી.

હજુ પણ કામ કરતા 48 લોકો ગુમ

આ ઘટનામાં હજુ પણ કેટલા લોકો ગુમ છે તે જાણી શકાયું નથી, પરંતુ ઘટનાસ્થળ પર એક બાંધકામ કામદારે અંદાજ લગાવ્યો હતો કે, સોમવારે જ્યારે બિલ્ડિંગ ધરાશાયીી થઈ ત્યારે 100 લોકો કામ કરી રહ્યા હતા, એટલે કે ઓછામાં ઓછા 48 લોકો હજુ પણ ગુમ છે.

અનેક લોકો મોતને ભેટ્યા હોવાથી પરિવારો દુ:ખી

પીડિત પરિવારો ધીમે ધીમે તેમના પરિવારના સુખાકારીની આશા છોડી રહ્યા છે અને આશંકાના વાદળો ગાઢ થઈ રહ્યા છે. કન્સ્ટ્રક્શન સાઈટ વર્કર અકેન એવુઝરના જણાવ્યા અનુસાર, ઘણા બાંધકામ કામદારો નાઈજીરીયાના દક્ષિણ પડોશી બેનિનના હતા. તેણે કહ્યું કે, તે દિવસે તે કામ પર ગયો ન હતો, જેના કારણે તે અકસ્માતમાંથી બચી ગયો હતો, પરંતુ તેનો 25 વર્ષનો તેમનો ભાઈ પણ ગુમ થયેલાઓમાં સામેલ છે.

આ પણ વાંચો:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.