ETV Bharat / entertainment

સાઉથના અભિનેતા વિજય અને અનન્યા પહોચ્યાં અમદાવાદ, માણી ગુજરાતી ભોજનની મોજ

author img

By

Published : Aug 8, 2022, 2:51 PM IST

વિજય અને અનન્યા પહોચ્યા અમદાવાદ, માણી ગુજરાતી ભોજનની મોજ
વિજય અને અનન્યા પહોચ્યા અમદાવાદ, માણી ગુજરાતી ભોજનની મોજ

સાઉથ સિનેમાના પ્રખ્યાત અભિનેતા વિજય દેવરાકોંડા અને અનન્યા પાંડે પોતાની ફિલ્મ લાઈગરના પ્રમોશન માટે અમદાવાદ (liger film promotion In Ahemdabad) પહોંચ્યા હતા અને તેઓ એ ફેન્સ સાથે ખુબ જ મસ્તી કરી હતી.

અમદાવાદ: પુરી જગન્નાથ દ્વારા નિર્દેશિત, લાઈગર ફિલ્મ એક સ્પોર્ટ્સ એક્શન ફિલ્મ છે જે આ વર્ષે 25 ઓગસ્ટે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં રિલીઝ થવાની છે. કોવિડ-19ને કારણે ઘણા વિલંબ પછી, નિર્માતાઓ હાલમાં ફિલ્મનું જોરશોરથી પ્રચાર કરી રહ્યા છે ત્યારે

આ પણ વાંચો: ગ્રેજ્યુએટ ચાઈ વાલીની 'ચા' ની ચુસ્કી લેતો વિજય દેવરાકોંડા, તસવીર થઈ વાયરલ

લાઈગરના પ્રમોશન માટે અમદાવાદ : સાઉથ સિનેમાના પ્રખ્યાત અભિનેતા વિજય દેવરાકોંડા (Actor Vijay Deverakonda) અને અનન્યા પાંડે પોતાની ફિલ્મ લાઈગરના પ્રમોશન માટે અમદાવાદ (liger film promotion In Ahemdabad) પહોંચ્યા હતા અને તેઓ એ ફેન્સ સાથે ખુબ જ મસ્તી કરી હતી.

વિજય અને અનન્યા પહોચ્યા અમદાવાદ, માણી ગુજરાતી ભોજનની મોજ
વિજય અને અનન્યા પહોચ્યા અમદાવાદ, માણી ગુજરાતી ભોજનની મોજ

વિજયે ગુજરાતમાં ખૂબ જ મસ્તી માણી: અહિં તેઓ એક મોટા હોલમાં પ્રમોશન માટે પહોંચ્યા હતા જ્યા તેઓ એ ફેન્સ સાથે વાત કરી હતી. સાથે ફેન્સને ફિલ્મના ડાયલોગ પણ સંભળાવ્યા હતા. ને ફેન્સની કિકિયારી ગુંજી ઉઠી હતી. ત્યારબાદ વિજયે અને અનન્યા એક રેસ્ટોરન્ટમાં ગુજરાતી ભોજનનો સ્વાદ ચાખ્યો હતો. આ બધા વીડિયો અનન્યાએ તેની ઈનસ્ટાગ્રામ સ્ટોરી પર મુક્યા હતા. વીડિયોમાં દેખાય રહ્યું છે અનન્યા અને વિજયે ગુજરાતમાં ખૂબ જ મસ્તી માણી હશે.

વિજય અને અનન્યા પહોચ્યા અમદાવાદ, માણી ગુજરાતી ભોજનની મોજ
વિજય અને અનન્યા પહોચ્યા અમદાવાદ, માણી ગુજરાતી ભોજનની મોજ

અનન્યાની પ્રથમ બહુભાષી ફિલ્મ: ધર્મા પ્રોડક્શન્સે તાજેતરમાં ટ્રેલર અને ફિલ્મના બે ગીતોનું અનાવરણ કર્યું હતું જેને પ્રેક્ષકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. આ ફિલ્મ વિજયની હિન્દી સિનેમામાં પદાર્પણ અને અનન્યાની પ્રથમ બહુભાષી ફિલ્મ છે.

આ પણ વાંચો: ફિલ્મ લાઈગરનું ત્રીજું ગીત આફત રિલીઝ, રોમેન્ટિક સીન જોઈ નજર નહીં હટે

વર્કફ્રન્ટની વાત કરીએ તો: લાઈગર ઉપરાંત અનન્યા 'ખો ગયે હમ કહાં'માં સિદ્ધાંત ચતુર્વેદી અને ગૌરવ આદર્શ સાથે પણ જોવા મળશે. બીજી તરફ વિજય, સામંથા રૂથ પ્રભુની સાથે બહુભાષી ફિલ્મ ખુશીમાં પણ જોવા મળશે, જે 23 ડિસેમ્બર, 2022ના રોજ રિલીઝ થવાની છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.