Aamir raja hussain death: જાણીતા દિગ્દર્શક, અભિનેતા આમિર રઝા હુસૈનનું નિધન

author img

By

Published : Jun 4, 2023, 12:43 PM IST

જાણીતા દિગ્દર્શક, અભિનેતા આમિર રઝા હુસૈનનું નિધન

બોલિવૂડના જાણીતા અભિનેતા અને દિગ્દર્શક આમિર રઝા હુસૈનનું તારીખ 3 જૂન શનિવારના રોજ 66 વર્ષની વયે અવસાન થયું હતું. તેમને વર્ષ 2001માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. આમિર રઝા હુસૈને બાહુબલી અને RRR જેવી સુપરહિટ ફિલ્મમાં કામ કર્યું હતું.

મુંબઈઃ 'બાહુબલી', 'RRR' જેવી ફિલ્મોમાં અભિનય કૌશલ્ય સાબિત કરનાર અભિનેતા આમિર રઝા હુસૈનનું 66 વર્ષની વયે અવસાન થયું છે. તારીખ 3 જૂને 66 વર્ષીય હુસૈને અંતિમ શ્વાસ લીધા છે. પોતાની પાછળ યાદગાર પાત્રોનો વારસો છોડી ગયા. તેમના પરિવારમાં તેમની પત્ની અને તેમના ક્રિએટિવ પાર્ટનર વિરાટ તલવાર છે. જેની મુલાકાત લેડી શ્રી રામ કોલેજની વિદ્યાર્થીની હતી ત્યારે થઈ હતી. આ સાથે આમિર રઝાને બે દિકરા પણ છે.

અમીર રઝા હુસૈનનું અવસાન: આમિર રઝા હુસૈન એક ઉત્તમ અભિનેતા તેમજ આઉટડોર સ્ટેજના નિર્માતા છે. જે અંતર્ગત તેમણે પોતાના જીવનના બે સૌથી મહત્વપૂર્ણ પ્રોજેક્ટ 'ધ ફિફ્ટી ડે વોર' કર્યા જે કારગીલની સ્ટોરી પર આધારિત છે. આ ઉપરાંત મહાકાવ્ય રામાયણ પર આધારિત 'ધ લિજેન્ડ ઓફ રામ'નું નિર્માણ પણ કર્યું છે. 'ધ લિજેન્ડ ઓફ રામ'ના નિર્માણમાં ત્રણ એકરમાં ફેલાયેલા 19 આઉટડોર સેટ અને 35 કલાકારો મહાકાવ્યમાંથી દોરવામાં આવેલા વિવિધ પાત્રો ભજવતા હતા. એક કલાકાર અને 100 સભ્યો ટેકનિકલ ક્રૂ સામેલ હતા. જેનો છેલ્લો શો તત્કાલિન રાષ્ટ્રપતિ એ.પી.જે. અબ્દુલ કલામની સામે તારીખ 1 મે 2004ના રોજ રજૂ કરવામાં આવ્યો હતો.

અમીર રઝા હુસૈનની ફિલ્મ: આ સિવાય અમીર રઝા રૂડયાર્ડ કિપલિંગની નવલકથા પર આધારિત વર્ષ 1984ની 'કિમ', જેમાં પીટર ઓ'ટોલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ઉપરાંત શશાંક ઘોષની વર્ષ 2014ની રોમેન્ટિક કોમેડી ડ્રામા 'ખૂબસૂરત'માં સોનમ કપૂર અને ફવાદ ખાન અભિનીત હતા. આ સાથે તે આગામી ફિલ્મ 'આદિપુરુષ'માં પણ જોવા મળશે. અમીર રઝા હુસૈનને વર્ષ 2001માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. હુસૈને તેના છેલ્લા વર્ષો સાઉથ દિલ્હીના ઐતિહાસિક સાકેત વિસ્તારમાં સિલેક્ટ સિટીવોક મોલની બાજુમાં કિલ્લો બનાવવામાં ગાળ્યા હતા.

  1. Sara Ali Khan: 'જરા હટકે જરા બચકે'ના શરૂઆતના દિવસે ખુશીથી ઉછળી પડી સારા અલી ખાન, શેર કરી તસવીર
  2. Adipurush Action Trailer: પ્રભાસ, કૃતિ સેનન અભિનીત 'આદિપુરુષ' એક્શન ટ્રેલર 6 જૂને રિલીઝ થશે
  3. Odisha Train Accident: ઓડિશા ટ્રેન દુર્ઘટના પર સોનુ સૂદનું સરકારને સૂચન, ચાહકોને પણ કરી અપીલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.