'શમશેરા'ની રિલીઝ ડેટ જાહેર, ફિલ્મનો રણબીર કપૂરનો ફર્સ્ટ લૂક તાજેતરમાં જ થયો હતો લીક

author img

By

Published : Jun 20, 2022, 1:25 PM IST

'શમશેરા'ની રિલીઝ ડેટ જાહેર, ફિલ્મનો રણબીર કપૂરનો ફર્સ્ટ લૂક તાજેતરમાં જ થયો હતો લીક

હાલમાં જ યશ રાજ બેનર હેઠળ બનેલી ફિલ્મ 'શમશેરા'નો ફર્સ્ટ લૂક પોસ્ટર સાથે લીક થયો હતો. હવે ફિલ્મનું ઓફિશિયલ પોસ્ટર સામે (movie shamshera to theatrical release ) આવ્યું છે અને રિલીઝ ડેટ (movie shamshera release date) પણ જાહેર કરવામાં આવી છે. જાણો ફિલ્મ ક્યારે રિલીઝ થશે

હૈદરાબાદ: યશરાજ ફિલ્મ્સ દ્વારા રણબીર કપૂર સ્ટારર ફિલ્મ 'શમશેરા'નું પહેલું ઑફિશિયલ પોસ્ટર રિલીઝ (movie shamshera to theatrical release ) કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ આ ફિલ્મનું પોસ્ટર લીક થયું હતું. હવે ફિલ્મના ઓરિજિનલ પોસ્ટરની સાથે ફિલ્મની રિલીઝ ડેટ (movie shamshera release date) પણ જાહેર કરવામાં આવી છે. ફિલ્મમાં રણબીર કપૂરનો ફર્સ્ટ લુક જોયા બાદ ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રણબીર તેના નવા લૂકમાં ધનસુખના પાત્રમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મનું નવું પોસ્ટર ફિલ્મ જોવા માટે ચાહકોમાં ઉત્સુકતા વધારી શકે છે. આ ફિલ્મ આ વર્ષે 22 જુલાઈએ રિલીઝ થઈ રહી છે.

આ પણ વાંચો: તો શું શ્રીવલ્લીના ટ્રેકનો 'પુષ્પા 2'માં અંત થશે!

ફિલ્મ માટે ઘણી તૈયારી: ફિલ્મનું પોસ્ટર રણબીર કપૂરની પત્ની આલિયા ભટ્ટ અને અભિનેતા સંજય દત્તે પણ શેર કર્યું છે. પોસ્ટરમાં રણબીરના લુક પરથી સ્પષ્ટ છે કે તેણે પોતાની ફિલ્મ માટે ઘણી તૈયારી કરી છે. આ સિવાય ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ના ટ્રેલરમાં પણ રણબીર કપૂરનો રોલ જોવા મળ્યો હતો.

લોકડાઉનના કારણે ફિલ્મ અટકી ગઈ હતી: તમને જણાવી દઈએ કે, રણબીર કપૂરની ફિલ્મો ચાર વર્ષ બાદ ફરી આવી રહી છે. આ વર્ષે તેની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' (9 સપ્ટેમ્બર 2022) પણ રિલીઝ થવા જઈ રહી છે, પરંતુ આ પહેલા રણબીર કપૂર આ વર્ષે 22 જુલાઈએ રિલીઝ થઈ રહેલી ફિલ્મ 'શમશેરા'માં ધનસુખના રોલમાં જોવા મળશે. હવે ફેન્સ રણબીરની આ બે ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો: રણબીર કપૂરની ફિલ્મ શમશેરાનું પોસ્ટર થયું લીક, જૂઓ ફોટોઝ

સંજય દત્તની બાયોપિક: તમને જણાવી દઈએ કે, આ પહેલા રણબીર કપૂર ફિલ્મ 'સંજુ'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ અભિનેતા સંજય દત્તની બાયોપિક હતી, જેણે બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી. તમને જણાવી દઈએ કે, ફિલ્મ 'શમશેરા'માં રણબીર કપૂરની સાથે સંજય દત્ત પણ મહત્વના રોલમાં જોવા મળવાનો છે. ફિલ્મ 'શમેશરા'નું નિર્દેશન કરણ મલ્હોત્રાએ કર્યું છે. આ ફિલ્મમાં રણબીર કપૂર સાથે સુંદર અભિનેત્રી વાણી કપૂર જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.