ETV Bharat / entertainment

Mangal Dhillon: ફેમસ એક્ટર મંગલ ઢિલ્લોનનું નિધન, લુધિયાણાની કેન્સર હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

author img

By

Published : Jun 11, 2023, 12:18 PM IST

ફેમસ એક્ટર મંગલ ધિલ્લોનનું નિધન, લુધિયાણાની કેન્સર હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
ફેમસ એક્ટર મંગલ ધિલ્લોનનું નિધન, લુધિયાણાની કેન્સર હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

જાણીતા અભિનેતા મંગલ ઢિલ્લોનનું નિધન થયું છે. ઢિલ્લોન ઘણા સયથી કેન્સરની બિમારી સામે લડી રહ્યા હતા. ઢિલ્લોનને લુધિયાણાની કેન્સર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. તેઓએ ઘણી TV સિરિયલોમાં અને ફિલ્મોમાં કામ કર્યું છે.

ફરીદકોટ: મનોરંજન જગતમાંથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ટીવી સિરિયલ અને ફિલ્મમાં કામ કરનાર અભિનેતા મંગલ ઢિલ્લોનનું નિધન થયું છે. ઢિલ્લોન ઘણા સયમથી કેન્સરથી સામે લડી રહ્યાં હતાં. તેના નજીકના મિત્રોનું કહેવું છે કે, તેઓ લગભગ એક મહિનાથી લુધિયાણાની કેન્સર હોસ્પિટલમાં દાખલ હતાં. આ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.

ફેમસ એક્ટર મંગલ ધિલ્લોનનું નિધન, લુધિયાણાની કેન્સર હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
ફેમસ એક્ટર મંગલ ધિલ્લોનનું નિધન, લુધિયાણાની કેન્સર હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ

મંગલ ઢિલ્લોનનું નિધન: રિપોર્ટ્સ અનુસાર તેમની હાલત ખૂબ જ ગંભીર હતી. જણાવવામાં આવી રહ્યું છે કે, રવિવારે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. બોલિવૂડ એક્ટર યશપાલ શર્માએ તેમના નિધનની પુષ્ટિ કરી છે. તેમણે પોતાની ફેસબુક પોસ્ટ દ્વારા જણાવ્યું કે, મંગલ ઢિલ્લોન હવે અમારી વચ્ચે નથી. મંગલ ધિલ્લોનના કરિયરની વાત કરવએ તો તેઓ પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ ફેમસ હતા.

પંજાબના ફરીદકોટના વતની: તેમણે ઘણી પંજાબી ફિલ્મોમાં કામ કર્યું છે. એટલું જ નહીં, તેણે ઘણી ફિલ્મોનું નિર્માણ અને નિર્દેશન પણ કર્યું હતું. તેઓ પંજાબના ફરીદકોટના રહેવાસી હતા. તેમનો જન્મ પંજાબના ફરીદકોટ જિલ્લાના વંદર જટાના ગામમાં એક શીખ પરિવારમાં થયો હતો. તેણે ચોથા ધોરણ સુધી પંજ ગ્રામીણ કલાં સરકારી શાળામાં અભ્યાસ કર્યો હતો.

ટીવી સિરિયલથી ઓળખાયા: આ પછી તેઓ તેમના પિતા સાથે ઉત્તર પ્રદેશ ગયા હતા. ઢિલ્લોને હાઈસ્કૂલનો અભ્યાસ પુર્ણ કર્યા બાદ વતન પંજાબમાં પાછા ફર્યા હતા. સ્નાતક થયા પછી તેમણે દિલ્હીમાં થિયેટરમાં કામ કર્યું હતું. વર્ષ 1979માં પંજાબ યુનિવર્સિટી, ચંદીગઢ ખાતે ભારતીય રંગભૂમિ વિભાગમાં જોડાયા અને 1980માં અભિનયમાં ડિપ્લોમા પૂર્ણ કર્યો હતો. મંગલ ઢિલ્લોનને આ ટીવી સિરિયલથી મળી હતી ઓળખ.

અભિનેતાની ટીવી સિરિયલ: મંગલ ઢિલ્લોનને તેમનો પહેલો બ્રેક વર્ષ 1986માં મળ્યો હતો. તેમણે ટીવી સિરિયલ કથા સાગરમાં કામ કર્યું હતું. પરંતુ આ વર્ષે આવેલી સૌથી પ્રખ્યાત સિરિયલ 'બુનિયાદ'થી તેમને ઓળખ મળી હતી. આ પછી તેમણે 'કિશ્તમ', 'ધ ગ્રેટ મરાઠા', 'મુજરીમ હાઝીર', 'રિશ્તા મૌલાના આઝાદ', 'નૂરજહાં' જેવી ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું.

અભિનેતાની ફિલ્મ: ટીવીમાં કામ કરતી વખતે તેને ફિલ્મોની ઓફર પણ મળવા લાગી હતી. તે પહેલીવાર વર્ષ 1988માં આવેલી ફિલ્મ 'ખૂન ભરી માંગ'માં જોવા મળ્યા હતા. આમાં તેમણે વકીલની ભૂમિકા ભજવી હતી. આ સિવાય તેમણે 'ઘાયલ મહિલા', 'દયાવાન', 'આઝાદ દેશ કે ગુલામ', 'પ્યાર કા દેવતા', 'અકેલા', 'દિલ તેરા આશિક', 'દલાલ', 'વિશ્વાતમા, 'નિશાના' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમણે મોટાભાગની ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવી હતી. તેઓ છેલ્લે વર્ષ 2017માં આવેલી ફિલ્મ તુફાન સિંહમાં જોવા મળ્યા હતા.

  1. Subrata Roy Biopic: 'ધ કેરાલા સ્ટોરી'ના ડિરેક્ટરે સહારાના માલિક સુબ્રત રોય પર બાયોપિકની જાહેરાત કરી
  2. Daughter name: આકાશ-શ્લોકા અંબાણીની દીકરીના નામની જાહેરાત, તેનો અર્થ ખૂબ જ સુંદર છે
  3. Bigg Boss Ott 2: સલમાન ખાનના શોમાં સૂરજ પંચોલીની એન્ટ્રી, સિંગર શ્રીલંકન પણ જોવા મળશે
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.