TV અભિનેત્રી કામ્યા પંજાબીએ ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીનો પકડ્યો હતો હાથ

author img

By

Published : Jan 5, 2023, 1:08 PM IST

TV અભિનેત્રી કામ્યા પંજાબીએ ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીનો હાથ પકડ્યો હતો

હવે TVની ફેમસ એક્ટ્રેસ કામ્યા પંજાબીએ 'ભારત જોડો યાત્રા' (Bharat Jodo Yatra)માં રાહુલ ગાંધીનો હાથ જોડીને તેમના સ્ટેપ્સ મેચ કર્યા છે. રાહુલ ગાંધી (Kamya Punjabi and Rahul Gandhi)એ ગયા વર્ષે તારીખ 7 સપ્ટેમ્બરે (વર્ષ 2022) દક્ષિણી રાજ્ય તમિલનાડુના કન્યાકુમારીથી આ યાત્રા શરૂ કરી હતી. કામ્યા પંજાબી TVનો જૂનો ચહેરો છે. કામ્યા 21 વર્ષથી TV ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે.

હૈદરાબાદ: કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નવા વર્ષ 2023 સાથે તેમની દેશવ્યાપી 'ભારત જોડો યાત્રા' (Bharat Jodo Yatra)ના બીજા તબક્કાની શરૂઆત કરી છે. 3 મહિનાથી વધુ સમયથી રાહુલ ગાંધી (Kamya Punjabi and Rahul Gandhi) થાક્યા વિના અને કડકડતી ઠંડીમાં પેન્ટની ઉપર માત્ર ટી શર્ટ પહેરીને આ યાત્રાના સુત્રધાર બન્યા છે. જ્યાં આખું ઉત્તર ભારત ઠંડીથી ધ્રૂજી રહ્યું છે, ત્યાં રાહુલ ગાંધી ટી શર્ટમાં 14 ડિગ્રીની ઠંડીને ફાડીને પોતાની યાત્રાનો માર્ગ બતાવી રહ્યા છે. 'ભારત જોડો યાત્રા'ના પ્રથમ તબક્કાની સફરમાં રાહુલ ગાંધીને ઘણા કલાકારોનો સાથ મળ્યો છે. હવે TVની ફેમસ એક્ટ્રેસ કામ્યા પંજાબીએ 'ભારત જોડો યાત્રા'માં રાહુલ ગાંધીનો હાથ જોડીને તેમના સ્ટેપ્સ મેચ કર્યા છે.

આ પણ વાંચો: શાહરૂખ ખાને દીપિકાને જન્મદિવસની પાઠવી શુભેચ્છા, શેર કર્યું પઠાણની અભિનેત્રીનું શાનદાર પોસ્ટર

અભિનેત્રી ભારત જોડો યાત્રામાં ક્યારે જોડાઈ: રાહુલ ગાંધીએ ગયા વર્ષે તારીખ 7 સપ્ટેમ્બરે (વર્ષ 2022) દક્ષિણી રાજ્ય તમિલનાડુના કન્યાકુમારીથી આ યાત્રા શરૂ કરી હતી. હવે રાહુલ ગાંધીએ રાજધાની દિલ્હીમાં યાત્રાનો પ્રથમ તબક્કો પાર કરી લીધો છે અને હવે ઉત્તર પ્રદેશથી યાત્રાના બીજા તબક્કાની શરૂઆત કરી છે. બીજી તરફ 'શ્શ્શ...કોઈ હૈ' અને 'નાગિન' જેવી લોકપ્રિય સિરિયલોની લીડ ફેસ રહી ચૂકેલી કામ્યા પંજાબીએ ઉત્તર પ્રદેશની આ યાત્રામાં રાહુલ ગાંધીનો હાથ પકડ્યો છે. તારીખ 4 જાન્યુઆરીએ કામ્યાએ 'ભારત જોડો યાત્રા'માં પગ મૂક્યો હતો. કામ્યા સલમાન ખાનના લોકપ્રિય શો 'બિગ બોસ'ની સાતમી સીઝન (વર્ષ 2013)માં જોવા મળી હતી. તે બિગ બોસ 7 ના ઘરમાં 91 દિવસ સુધી રહી છે.

'ચાલો આપણા ભારતને એક કરીએ': કામ્યા પંજાબીએ પણ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ પ્રવાસમાં સામેલ થવાના સમાચાર શેર કર્યા છે. તેમણે રાહુલ ગાંધી સાથેની તસવીર શેર કરીને લખ્યું છે. 'ચાલો આપણા ભારતને એક કરીએ'. ઉલ્લેખનીય છે કે, 43 વર્ષીય કામ્યા પંજાબી ઓક્ટોબર 2021માં કોંગ્રેસમાં જોડાઈ હતી. કોંગ્રેસ સભ્ય તરીકે કામ્યા પંજાબી આ સફરમાં રાહુલ ગાંધી સાથે સ્ટેપ બાય સ્ટેપ જોડાઈ છે.

આ પણ વાંચો: શાહરૂખ ખાને ટ્વિટર પર 13 વર્ષ કર્યા પૂરાં, રિષભ પંત માટે કરી પ્રાર્થના

જાણો કામ્યા પંજાબી વિશે: કામ્યા પંજાબી TVનો જૂનો ચહેરો છે. કામ્યા 21 વર્ષથી TV ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. કામ્યાએ પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2001માં લોકપ્રિય TV શો 'શ્શ..કોઈ હૈ'થી કરી હતી. આ પછી તેમણે 'રીત', 'અસ્તિત્વઃ એક પ્રેમ કહાની', 'બનૂ મેં તેરી દુલ્હન', 'પિયા કા ઘર' અને 'શક્તિ' જેવી સિરિયલોમાં પોતાની અભિનય કુશળતા સાબિત કરી છે. તે કોમેડી શો 'કોમેડી સર્કસ' અને બિગ બોસની ઘણી સીઝનમાં પણ જોવા મળી છે. પરિવારની વાત કરીએ તો કામ્યાએ વર્ષ 2003માં બંટી નેગી સાથે લગ્ન કર્યા હતા અને 10 વર્ષ બાદ 2013માં તેમના છૂટાછેડા થઈ ગયા હતા. જ્યારે વર્ષ 2020માં કામ્યા પંજાબીએ બિઝનેસમેન શલભ ડુંગ સાથે લગ્ન કર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.