ETV Bharat / entertainment

Gudi Padwa Wishes: ફિલ્મ કલાકારોએ ગુડી પડવા પર ચાહકોને પાઠવી શુભેચ્છા, જુઓ પોસ્ટ

author img

By

Published : Mar 22, 2023, 5:03 PM IST

Gudi Padwa Wishes By Actors: ગુડી પડવા પર ચાહકોને શુભેચ્છા પાઠવતા કલાકારો પર એક નજર, શેર કરી પોસ્ટ
Gudi Padwa Wishes By Actors: ગુડી પડવા પર ચાહકોને શુભેચ્છા પાઠવતા કલાકારો પર એક નજર, શેર કરી પોસ્ટ

ઉગાડી, નવરાત્રી અને ગુડી પડવા પર ફિલ્મ ઉદ્યોગના કલાકારોએ શુભેચ્છા પાઠવી હતી. જેમાં જુનિયર NTR, મહેશ બાબુ, સની દેઓલ, માધુરી દીક્ષિત અને અન્યો સહિતની સેલિબ્રિટીઓનો સમાવેશ થાય છે. જુઓ અહિં તેમણે શુભેચ્છા પાઠવતી શેર કરેલી પોસ્ટ.

હૈદરાબાદ: ઉગાદી, ગુડી પડવા, અને નવરાત્રીના પ્રથમ દિવસે ભારતીય કલાકારો જેમ કે, જુનિયર NTR, મહેશ બાબુ, સની દેઓલ, માધુરી દીક્ષિત અને અન્યોએ તેમના શુભચિંતકોને સુખ, શાંતિથી ભરેલા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. સેલિબ્રિટીઓએ તેમના સોશિયલ મીડિયા પર તેમની શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. ગુડી પડવા એ મહારાષ્ટ્રિયનો દ્વારા ઉજવવામાં આવતા હિન્દુ ચંદ્ર કેલેન્ડરના નવા વર્ષને ચિહ્નિત કરે છે. હિન્દુ કેલેન્ડર મુજબ, યુગાદી એ નવા વર્ષનો દિવસ છે અને આંધ્ર પ્રદેશ, તેલંગાણા, કર્ણાટક અને ગોવા રાજ્યોમાં ઉજવવામાં આવે છે. તો આવો આ અવસર કલાકારોની પોસ્ટ કરીએ એક નજર.

આ પણ વાંચો: Paul Grant Death: 'હેરી પોટર' અને 'સ્ટાર્સ વોર' ફેમ અભિનેતા પોલ ગ્રાન્ટનું નિધન

રામ ચરણ: આપ સૌને ઉગાડી, ગુડી પડવા અને ચૈત્ર સુખલદીની શુભકામનાઓ.

અનુપમ ખેર: આપ સૌભી કો, 22 માર્ચ સે શુરુ હોને વાલે નવ વર્ષ વિક્રમ સાવંત 2080કી હાર્દિક શુભકામનાયે. હેપી ન્યુ યર, હેપ્પી નવરાત્રી, નવરેહ, ચેટીચંદ, ઉગાડી, ગુડી પડવા, ચૈત્ર નવરાત્રી.

સની દેઓલ: સપના, આશાઓ અને ખુશીઓની નવી શરૂઆત. આ અદ્ભુત વર્ષ તમારા માટે આરોગ્ય, સુખ અને સફળતા લઈને આવે. ધન્ય ગુડીપડવો, નવરાતિ, ઉગાડી, ચેટીચંદ.

રણદીપ હુડ્ડા: આશા છે કે, નવું વર્ષ તમારા માટે અને તમારા પ્રિયજનો માટે ખુશીઓ અને હાસ્યના તમામ રંગો ધરાવે છે! દરેકને નવરાતિ, ગુડીપડવા, ઉગાડી, ચેટીચંદની શુભકામનાઓ.

આ પણ વાંચો: Allu Arjun Daughter Yoga: સ્નેહા રેડ્ડીએ અલ્લુ અર્જુન અને તેની પુત્રીના યોગાભ્યાસની તસવીર કરી શેર

માધુરી દીક્ષિત નેને: ઘણી બધી નવી સાંસ્કૃતિક શરૂઆત માટે એક જ ગુણ. નવા વર્ષની દરેકને ખૂબ ખૂબ શુભેચ્છાઓ! ભારતીય નવું વર્ષ, ગુડી પડવો, ચૈત્ર નવરાત્રી, ઉગાદી, ચેટી ચાંદ.

  • I wish you all a very Happy Ugadi ❤️

    — Sai Pallavi (@Sai_Pallavi92) March 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સાઈ પલ્લવી: હું તમને બધાને ઉગાડીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.

  • మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు.

    Wishing everyone a Happy Ugadi, Gudi Padwa and Chaitra Sukhladi.

    — Jr NTR (@tarak9999) March 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

જુનિયર NTR: દરેકને ઉગાડી, ગુડી પડવા અને ચૈત્ર સુખલદીની શુભકામનાઓ.

  • Wishing you all a very happy #Ugadi! Let this festive time usher in new hope, prosperity & happiness! మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు! 🙏🏻

    — Mahesh Babu (@urstrulyMahesh) March 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મહેશ બાબુ: આપ સૌને ઉગાદીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ! આ ઉત્સવના સમયને નવી આશા, સમૃદ્ધિ અને ખુશીઓ સાથે જોડવા દો!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.