balasubramaniam death anniversary: બાલાસુબ્રહ્મણ્યમની પુણ્યતિથિ, સર્જ્યા અનેક રેકોર્ડ

author img

By

Published : Jun 4, 2023, 12:03 PM IST

Updated : Jun 4, 2023, 1:44 PM IST

પ્લેબેક ગાયક એસપી બાલાસુબ્રહ્મણ્યમની પુણ્યતિથિ, અહિં જાણો સ્ટોરી

તારીખ 4 જૂનના રોજ આંધ્રપ્રદેશમાં એક મહાન કાલારનો જન્મ થયો હતો. જેનું નામ છે, એસપી બાલાસુબ્રમ્હણ્યમ. તેમણે પદ્મ વિભૂષણથી લઈ નાના મોટા અસંખ્ય પુરસ્કારો મેળવ્યા છે. આ ઉપરાંત વિવિધ ભાષાઓમાં 50 હજારથી પણ વધુ ગીતો ગાયને ઈતિહાસ રચ્યો હતો. તો ચાલો આજે આ પ્લેબેક ગાયકની રસપ્રદ સ્ટોરી પર એક નજર કરીએ.

હૈદરાબાદ: પ્લે બેક ગાયક ઓસપી બાલાસુબ્રમ્હણ્યમની પુણ્યતિથિ છે. બાલાસુબ્રમ્હણ્યમનો જન્મ વર્ષ 1946માં આંધ્રપ્રદેશમાં નેલ્લોરમાં થયો હતો. પ્લે બેક ગાયકનું પુરું નામ શ્રીપતિ પંડિતરાદ્યુલા બાલાસુબ્રમ્હણ્યમ છે. બાલા સુબ્રમ્હણ્યમ ગાયક ઉપરાંત અભિનેતા, સંગીત નિર્દેશક અને ફિલ્મ નિર્માતા પણ છે. સુબ્રમ્હણ્યમના પિતા એસપી સાંબામૂર્તિ હરિકથાના કલાકાર હતા. આ ઉપરાંત તેમના પિતાએ નાટકોમાં પણ અભિનય કર્યો હતો.

પ્લેબેક ગાયક એસપી બાલાસુબ્રહ્મણ્યમની પુણ્યતિથિ, અહિં જાણો સ્ટોરી
પ્લેબેક ગાયક એસપી બાલાસુબ્રહ્મણ્યમની પુણ્યતિથિ, અહિં જાણો સ્ટોરી

સિંગરની કારકિર્દી: બાલા સુબ્રમ્હણ્યમે ખુબજ નાની ઉંમરે ગાવાનું શરુ કર્યું હતું. સુબ્રમ્હણ્યમના પિતાની ઈચ્છા હતી કે, તેઓ ઈન્જિનિયર બને અને સાથે સરાકારી નોકરી કરે. સુબ્રમ્હણ્યમે એન્જિનિયરિંગના અભ્યાસ સાથે ગાવાનું ચાલું રાખ્યું હતું. તેમણે ઘણી બધી ગીત સંગીતની સ્પર્ધામાં બાગ લીધો હતો અને પુરસ્કારો પણ જીત્યા હતા. તેમને ટાઈફોઈડ થઈ ગયો હતો, જેના કારણે અભ્યાસ અધવચ્ચેથી છોડી દેવો પડ્યો હતો. વર્ષ 1964માં સૌપ્રથમ એક કાર્યક્રમ દરમિયાન સ્પાર્ધામાં પ્રથમ ઈનામ મળ્યું હતું.

પ્લેબેક ગાયક એસપી બાલાસુબ્રહ્મણ્યમની પુણ્યતિથિ, અહિં જાણો સ્ટોરી
પ્લેબેક ગાયક એસપી બાલાસુબ્રહ્મણ્યમની પુણ્યતિથિ, અહિં જાણો સ્ટોરી

બનાવ્યા અનેક રેકોર્ડ: બાલાસુબ્રમ્હણ્યમે સૌપ્રથમ વર્ષ 1966માં એસપી કોડંદાપાની દ્વારા બનાવવામાં આવેલી તુલુગુ ફિલ્મ 'શ્રી શ્રી શ્રી મર્યાદા રામન્ના' દ્વારા ડેબ્યુ કર્યું હતું. શ્રોતો પ્રમાણે તેણમે કુલ 16 ભાષાઓમાં 50 હાજારથી પણ વધુ ગીતો ગાયા છે. એટલું જ નહિં પરંતુ તેમનું ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ છે. કહેવાય છે કે, બાલાસુબ્રમ્હણ્યમે ફક્ત એકજ દિવસની અંદર તમિલમાં 19 ગીતો ઉપરાંત હિન્દીમાં 16 ગીતોનો પણ રેકોર્ડ બનાવ્યો છે.

પ્લેબેક ગાયક એસપી બાલાસુબ્રહ્મણ્યમની પુણ્યતિથિ, અહિં જાણો સ્ટોરી
પ્લેબેક ગાયક એસપી બાલાસુબ્રહ્મણ્યમની પુણ્યતિથિ, અહિં જાણો સ્ટોરી

સિંગરને મળેલો પુરસ્કાર: ઓસપી બાલાસુબ્રમ્હણ્યમને અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યાં છે. તેમને પદ્મ વિભૂષણ, પદ્મ ભુષણ અને પદ્મશ્રી આપવામાં આવ્યા છે. તેમને હિન્દી, મલયાલમ, તેલુગુ, તમિલ અને કન્નડ ફિલ્મ સહિત કુલ 16 ભાષાઓમાં ગીત ગયા છે. આ ઉપરાંત તમિલ, તેલુગુપ, કન્નડ અને હિન્દીમાં તેમની કૃતિઓ માટે બેસ્ટ પુરુષ પ્લેબેક સિંગર માટે 6 રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મળ્યા છે. બાલાસુબ્રમ્હણ્યનું અવસાન તરીખ 25 સપ્ટેમ્બર 2020માં 74 વર્ષની વયે થયું હતું.

પ્લેબેક ગાયક એસપી બાલાસુબ્રહ્મણ્યમની પુણ્યતિથિ, અહિં જાણો સ્ટોરી
પ્લેબેક ગાયક એસપી બાલાસુબ્રહ્મણ્યમની પુણ્યતિથિ, અહિં જાણો સ્ટોરી
  1. Sara Ali Khan: 'જરા હટકે જરા બચકે'ના શરૂઆતના દિવસે ખુશીથી ઉછળી પડી સારા અલી ખાન, શેર કરી તસવીર
  2. Adipurush Action Trailer: પ્રભાસ, કૃતિ સેનન અભિનીત 'આદિપુરુષ' એક્શન ટ્રેલર 6 જૂને રિલીઝ થશે
  3. Odisha Train Accident: ઓડિશા ટ્રેન દુર્ઘટના પર સોનુ સૂદનું સરકારને સૂચન, ચાહકોને પણ કરી અપીલ
Last Updated :Jun 4, 2023, 1:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.