ETV Bharat / city

વડોદરામાં તંત્રની ઘોર બેદરકારી હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ

author img

By

Published : Sep 29, 2022, 8:53 PM IST

વડોદરામાં વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા સર્જાય છે. જેમાં કેટલાક જગ્યાએ પીવાનું પાણી દૂષિત મળી રહ્યું છે. જેથી લોકોને વેચાતું પાણી લેવું પડે છે. સમા વિસ્તારમાં આવેલા મામલતદાર કચેરી સામે પાીવાની લાઈનમાં લીકેજ છે. જેથી આ પાણીનો સ્ત્રોત ગટરમાં વહી વેડફાટ (Vadodara wastage of drinking water) થાય છે.

વડોદરામાં તંત્રની ઘોર બેદરકારી હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ
વડોદરામાં તંત્રની ઘોર બેદરકારી હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ

વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા (Drinking water problem in Vadodara) સર્જાય છે. કેટલીય જગ્યાએ પીવાનું પાણી દૂષિત (Drinking water contaminated) મળી રહ્યું હોવાની બૂમો પડી રહી છે. ક્યાંક નાગરિકોને પીવાનું પાણી વેચાતું લેવું પડે છે. ત્યારે સમા વિસ્તારમાં આવેલા મામલતદાર કચેરી (Mamlatdar office in Sama area in Vadodara) સામે છેલ્લા ત્રણ દિવસથી પીવાના પાણીની લાઈનમાં લીકેજ (Leakage in drinking water line) છે. આ પીવાનું પાણી સીધેસીધું ગટરમાં (Drinking water flows directly into drain) વહી જઈ રહ્યું છે.

નિસિપલ કમિશનર પણ ધ્યાન ન આપતા હોવા ના આક્ષેપ પણ થયા છે ઉપરાંત સ્થાનિક વહીવટી વોર્ડ ના અધિકારીઓ પણ લીકેજ બન્ધ કરવા કોઈ પગલાં લેતું નથી

મ્યુનિસિપલ કમિશનર આક્ષેપ સમા વિસ્તારના રોડ રસ્તા પરથી અનેક સરકારી બાબુઓ અને નેતાઓની અવર જવર છે, પરંતુ કોઈ પણ અહીં પાણી વહી રહ્યું છે. તે બાબતે સજાગ નથી. પાલિકાના કમિશનરને વારંવાર જણાવવામાં આવ્યું છે કે, અહીં પાણી લીકેજ થઈ રહ્યું છે. મ્યુનિસિપલ કમિશનર (Commissioner of Vadodara Municipality) પણ ધ્યાન ન આપતા હોવાનો આક્ષેપ પણ થયા છે. ઉપરાંત સ્થાનિક વહીવટી વોર્ડના અધિકારીઓ (Officers of Local Administrative Wards) પણ લીકેજ બંધ કરવા કોઈ પગલાં લેતું નથી જેને પગલે કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર ને જલસા પડી ગયા છે.

પીવાના પાણીનો વેડફાટ સમા વિસ્તારમાં પાણીની લાઇનમાં લીકેજને કારણે હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. શુદ્ધ પાણી સીધું ગટરમાં વહી રહ્યું છે. આમ પણ પાલિકા નાગરિકોને દિવસ એક ટાઈમ પણ પૂરતા પ્રેસરથી પાણી પૂરું પાડતી નથી. છાસવારે લોકોને પાણી કાપનો સામનો કરવો પડે છે. તંત્રના વાંકે હજારો લીટર પીવાના પાણીનો વેડફાટ (Vadodara wastage of drinking water) થઈ રહ્યો છે. તેના માટે જવાબદાર કોણ તે પણ એક સવાલ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.