વડોદરામાં સીંધરોટ ખાતે ઈન્ટેક વેલની કામગીરી વખતે લોખંડનું સ્ટ્રક્ચર તૂટી પડ્યું, બે મજૂર દબાયા

author img

By

Published : Mar 26, 2022, 12:21 PM IST

સીંધરોટ ખાતે ઇન્ટેક વેલની કામગીરી વેળાએ લોખંડનું તોતિંગ સ્ટ્રક્ચર તૂટી પડ્યું, બે મજૂર દબાયા

સીંધરોટ મહી નદી ખાતે મોડી સાંજે ઇન્ટેક વેલની ફીડર (Operation of Intake Well in Sindhrot) લાઈન નાખવા માટે ઊભુ કરાયેલું લોખંડનું બ્રીજ જેવું તોતીંગ સ્ટ્રક્ચર એકાએક તૂટી પડતાં અફરાતફરી મચી હતી. ઘટનાને પગલે 30 ફૂટ ઉંચાઈએ આવેલા ઇન્ટેક વેલના પંપ (MLD Project Sindhrot) હાઉસ પરથી બે કામદારો નીચે પટકાતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

વડોદરા : દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારને મહીસાગરના પાણીનો પુરવઠો પુરો પાડવા સીંધરોટ ખાતે 165 કરોડના ખર્ચે 300 MLD નો પ્રોજેક્ટ (MLD Project Sindhrot) હાથ ધરાયો છે. જે પૈકી પ્રથમ તબક્કામાં 100 MLDના ઇન્ટેક વેલનું કામ વિવાદિત કોન્ટ્રાક્ટર ક્રિષ્ના રાજકમલ ઈન્ફ્રા.જોઈન્ટ વેન્ચર કોર્પોરેશને આપેલું છે. પાણીની ટાંકી જેવા દેખાતા આ ઇન્ટેક વેલની 30 ફૂટ ઊંચાઈ પર પંપ હાઉસ છે. ઇન્ટેક વેલમાંથી પાણી ઉલેચી દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં પાણી પુરુ પાડવા પંપ હાઉસથી ફિડર લાઈન નાખવા લોખંડનું તોતીંગ સ્ટ્રક્ચર બનાવાયું હતું. શુક્રવારે મોડી સાંજે સાત વાગ્યે સ્ટ્રક્ચર પીલ્લર સાથે જોડવાની કામગીરી ચાલતી હતી.

સીંધરોટ ખાતે ઇન્ટેક વેલની કામગીરી વેળાએ લોખંડનું તોતિંગ સ્ટ્રક્ચર તૂટી પડ્યું, બે મજૂર દબાયા

હજારો કિલો વજનનું તોતીંગ સ્ટ્રક્ચર - કોન્ટ્રાક્ટરની નિષ્કાળજીના કારણે હજારો કિલો વજનનું તોતીંગ સ્ટ્રક્ચર (Operation of Intake Well in Sindhrot) એકાએક નીચે પડતાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાને પગલે બે કામદાર કુલદીપ અને બાબુભાઈ પંપ હાઉસમાં ફસાઈ ગયા હતા. તેઓ સ્ટ્રક્ચરને પડતું જોઈ એટલી હદે ગભરાઈ ગયા હતા કે, 30 ફૂટ ઉંચેથી બંનેએ છલાંગ લગાવી હતી. બનાવને પગલે મ્યુ.કોર્પોરેશનના અધિકારીઓ અને કોંગ્રેસના કોર્પોરટરો સ્થળ પર દોડી ગયા હતા.

આ પણ વાંચો : Morbi Machchhu 3 Dam: મોરબીનો મચ્છુ 3 ડેમ ખાલી કરવાના સરકારના આદેશ બાદ 1 દરવાજો ખોલવામાં આવ્યો

અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવા કોંગ્રેસના નગર સેવકની માંગ - પાણી પુરવઠાના કાર્યપાલક ઈજનેર અમૃત મકવાણાએ જણાવ્યું કે, લોખંડનું 100 ટનનું તોતિંગ સ્ટ્રક્ચર ધરાશાયી થતા કુલદીપભાઈ અને બાબુભાઈ નામના બે મજૂર દબાઈ ગયા હતા. આ ઘટનામાં વિવાદિત કોન્ટ્રાક્ટર ક્રિષ્ના - રાજકમલ જેવી કંપની નોટિસ અપાશે તેમ જણાવ્યું હતું. તેમજ એપ્રિલના અંત સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો હતો. પરંતુ હવે ઘટના બાદ પ્રોજેક્ટ અંદાજે 15 થી 20 દિવસ ડીલે થશે. સીંધરોટનો પાણી પુરવઠાનો 165 કરોડનો પ્રોજેક્ટ છે.

આ પણ વાંચો : અનોખો વિરોધ : વીજ પુરવઠો ન મળતા કોંગ્રેસના ધારાસભ્યોએ કપડાં કાઢીને વિરોધ કર્યો, પછી પહેરી લીધા

કડક કાર્યવાહી કરવા માંગણી - આ ઉપરાંત કોર્પોરેશનના 100 કરોડના બોન્ડ પૈકી 95.75 કરોડ આ પ્રોજેક્ટમાં ખર્ચવાના છે. કુલ 300 MLD નો પ્રોજેક્ટ છે. પરંતુ પ્રથમ તબક્કામાં 100 MLD પાણી લેવાશે. જે શહેરના દક્ષિણ વિસ્તારની માંજલપુર અને GIDC ટાંકીને શરૂઆતમાં 50 MLD અને બાદમાં જરૂરિયાત મુજબ પુરવઠો વધારીને 100 MLD અપાશે. એટલું જ નહીં, ભવિષ્યમાં પશ્ચિમ વિસ્તારને પણ જરૂર પડે તો પાણી પુરવઠો સિંધરોટ પ્રોજેક્ટમાંથી (Cinderella Water Supply Project) આપી શકાશે. જ્યારે આ ઘટનાને લઈ સ્થળ પર દોડી ગયેલા કોંગ્રેસના કાઉન્સિલર જહા દેસાઈ અને પુષ્પા વાઘેલાએ સમગ્ર મામલે વિજીલન્સ તપાસ તેમજ ઘટના માટે જીમ્મેદાર હોય તેની વિરુદ્ધ કડક કાર્યવાહી (Two Laborers Were Crushed in Sindhrot) કરવા માંગણી કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.