ETV Bharat / city

MS યુનિવર્સિટી શરૂ થવાનાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી

author img

By

Published : Feb 9, 2021, 2:26 PM IST

રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ક્લાસ શરૂ કરવાની જાહેરાત કરી હતી. વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષમાં જવલ્લે જ વિદ્યાર્થીઓ આવ્યા હતા. યુનિવર્સિટી કેમ્પસની અંદર કર્ફ્યૂ જેવો માહોલ દેખાયો હતો અંદાજે 17 હજાર વિદ્યાર્થીઓ પૈકી એક પણ વિદ્યાર્થી જોવા મળ્યા ન હતા.

MS યુનિવર્સિટી શરૂ થવાનાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી
MS યુનિવર્સિટી શરૂ થવાનાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી

  • કોરોના મહામારીને કારણે 9 મહિના બાદ શાળા કોલેજો ખોલવાની મંજૂરી અપાઈ હતી
  • એક સમયે વિદ્યાર્થીઓથી ભરપૂર યુનિ.માં કોરોના બાદ વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી
  • નવા શૈક્ષણિક સત્રમાં 14 ફેકલ્ટીમાં 17 હજાર વિદ્યાર્થીઓએ એડમિશન મેળવ્યા

વડોદરા: રાજ્યના શિક્ષણ વિભાગે રાજ્યની કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ક્લાસ શરૂ કરવાની જાહેરાત કરી હતી. કોરોના મહામારી બાદ સરકાર દ્વારા ક્રમશઃ શાળા કોલેજો ખોલવાની છૂટ આપી છે. જેને પગલે વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીમાં FYનાં વર્ગો શરૂ થવાના હતા. જોકે, વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. વર્ગો શરૂ કરવાની વાત વચ્ચે યુનિવર્સીટીની મોટાભાગની ફેકલ્ટીઓમાં ક્યાંય વિદ્યાર્થીઓ નજરે પડ્યા ન હતા અને વર્ગો પણ વિદ્યાર્થીઓ વગર સુમસામ નજરે પડ્યા હતા.

કોમર્સ, આર્ટ્સ અને સાયન્સ ફેકલ્ટીમાં TYની પરીક્ષા શરૂ

વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પરીક્ષા ચાલતી હોવાથી વિદ્યાર્થીઓ કોલેજમાં આવ્યા ન હતા. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટી, આર્ટ્સ ફેકલ્ટી અને સાયન્સ ફેકલ્ટીમાં ત્રીજા વર્ષની પરીક્ષા ચાલી રહી છે. ત્યારે 14 ફેકલ્ટીઓમાંથી 17 હજાર જેટલા વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવ્યો છે. ત્યારે એક પણ વિદ્યાર્થી પ્રથમ દિવસે ન આવતા કેમ્પસમાં કર્ફ્યૂ જેવો માહોલ દેખાયો હતો અને કોલેજની અંદર ક્લાસરૂમમાં પાટલીઓ પણ ખાલી દેખાઇ હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.