વડોદરા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશેષ અભિયાનના ભાગરૂપે લોકભાગીદારીથી પ્રાથમિક શાળાઓને આપવામાં આવી રહેલા સ્માર્ટ ક્લાસના ગુણાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં સ્માર્ટ ક્લાસ શરૂ થવાની સાથે જ ખાનગી શાળા છોડી છાત્રો સરકારી પ્રાથમિક શાળામાં દાખલ થયા છે. આવા 75 છાત્રો ખાનગી શાળામાં શિક્ષણનો મોહ છોડી સરકારી પ્રાથમિક શાળામાં ફરી ભણવા લાગ્યા છે (students leaving private school Vadodara)
73 શાળાઓમાં સ્માર્ટ ક્લાસ વડોદરા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આવેલી પ્રાથમિક શાળામાં સ્માર્ટ ક્લાસ શરૂ (smart classroom primary school) કરવા માટે કલેક્ટર અતુલ ગોરએ અનોખું અભિયાન શરૂ કર્યું છે. આવા વિસ્તારોમાં વસતા છાત્રોને પણ ટેક્નોલોજીની મદદથી ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે એવો ઉદ્દાત હેતું આ અભિયાન પાછળ રહેલો છે. આ માટે જિલ્લાની 225 શાળાઓની પસંદગી કરવામાં આવી છે. પ્રથમ તબક્કામાં તે પૈકી 73 શાળાઓમાં સ્માર્ટ ક્લાસ આપી દેવામાં આવ્યા છે. આ સ્માર્ટ ક્લાસમાં એજ્યુકેશનલ મોડ્યુઅલ સાથે એક ડેશ બોર્ડ આપવામાં આવે છે. જેમાં વિવિધ ધોરણના અભ્યાસક્રમો દ્રશ્ય શ્રાવ્ય માધ્યમમાં હોય છે. ગુજરાતી અને હિન્દીની કવિતાઓ ગાન અને ગણિત તથા વિજ્ઞાનના પ્રયોગો એનિમેશન સ્વરૂપમાં હોય છે.
શિક્ષકોનું શિક્ષણ પ્રત્યે સમર્પણ કરજણ તાલુકાના લીલોડ ગામની વાત બહુ જ રસપ્રદ છે. ત્યાંથી સરકારી પ્રાથમિક શાળામાં સ્માર્ટ ક્લાસ (Smart class in primary school in Gujarat) શરૂ થતાંની સાથે જ ખાનગી શાળાના છાત્રો ફરી દાખલ થયા છે. માત્ર 900 જેટલી વસતી ધરાવતા લીલોડ ગામની પ્રાથમિક શાળામાં કુલ 304 છાત્રો અભ્યાસ કરે છે. આ પ્રાથમિક શાળાના શિક્ષકોનું શિક્ષણ કાર્ય પ્રત્યે એટલું સમર્પણ છે કે, આજુબાજુના સાતેક ગામના છાત્રો પણ ત્યાં અભ્યાસ કરવામાં આવે છે. એમાય સ્માર્ટ ક્લાસ શરૂ થતાં 13 છાત્રો ફરી સરકારી શાળામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા લીલોડમાં માધ્યમિક શાળા શરૂ કરવામાં આવવા ઉપરાંત સ્માર્ટ ક્લાસ શરૂ થતાં બાજુના ગામમાં આવેલી એક ખાનગી શાળા હવે બંધ થવાની અણી ઉપર આવી ગઈ છે.
છાત્રોનું પરિણામ સારું પોતાની દીકરીને ખાનગી શાળામાંથી સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ માટે મૂકનારા જયદેવ પાટણવાડિયા નામના ખેડૂત કહે છે, હું મારી દીકરી ક્રિષ્નાના અભ્યાસ કાર્યનું રોજબરોજ નિરીક્ષણ કરું છું. ખાનગી શાળામાં અભ્યાસ કરતા સરકારી શાળામાં ભણવાથી તેમની નોટ સારી રીતે તૈયાર કરે છે. કસોટીમાં પણ સારા માર્ક આવે છે. ઉપશિક્ષક મહેન્દ્ર મહેરા કહે છે, અમે ધોરણ 6થી 8ના છાત્રોને સ્માર્ટ ક્લાસમાં અભ્યાસ કરાવીએ છીએ. શાળામાં આ ત્રણ કક્ષામાં કુલ 210 છાત્રો (Private School in Gujarat) અભ્યાસ કરે છે. સ્માર્ટ લર્નિંગના કારણે છાત્રોની અભ્યાસ પ્રત્યેની રુચિ વધી છે. આ છાત્રોનું એકમ કસોટીમાં સારું પરિણામ જોવા મળ્યું છે.
આ પણ વાંચો એવી શાળા કે જ્યાં શહેર છોડી ગામડે ભણવા જાય છે વિદ્યાર્થીઓ
બાળકો ઉત્સાહથી કરે છે અભ્યાસ ડભોઇ તાલુકાની મોટા હબીપુરા પ્રાથમિક શાળાના સ્માર્ટ ક્લાસના ઉપશિક્ષક સોલંકી કહે છે કે, એજ્યુકેશનલ મોડ્યુઅલના કારણે ભણાવવાની પ્રક્રિયા એકદમ સરળ થઈ છે. વિજ્ઞાનના પ્રયોગો એકદમ સહજતાથી સમજાવી શકાય છે. દ્રશ્ય શ્રાવ્ય માધ્યમ હોવાથી બાળકો પણ એકદમ ઉત્સાહથી અભ્યાસ કરે છે. મોટા હબીપુરા પ્રાથમિક શાળામાં કુલ 186 બાળકો અભ્યાસ કરે છે. તેમાં ધોરણ સાત અને આઠના કુલ 54 છાત્રોને સ્માર્ટ ક્લાસમાં ભણાવવામાં આવે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્માર્ટ ક્લાસ ફાળવવામાં આવતા 10 છાત્રો આ સરકારી શાળામાં ફરી ભણવા માટે દાખલ થયા છે. ગામના હર્ષદ પટેલે કહ્યું કે, મારી દીકરીની બૌદ્ધિક ક્ષમતા વધવાની સાથે ઘરે લેશન પણ રૂચિ સાથે કરે છે. અભ્યાસમાં તેમનો રસ વધ્યો છે.
છાત્રોની સંખ્યા વધી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અર્ચના ચૌધરી કહે છે કે, અમે એક સર્વે કરાવ્યો હતો. આ સર્વેમાં જ્ઞાનકુંજ ધરાવતી 140 શાળાઓના 5778 છાત્રોને આવરી લેવામાં આવ્યા હતા. જ્ઞાનકુંજ વર્ગમાં અભ્યાસ (primary school Facility in Gujarat) નહોતા કરતા એવા વર્ષ 2019-20 દરમિયાન ધોરણ 6ના ઉક્ત 5778 છાત્રોમાંથી 40 ટકા નીચે પરિણામ હોય એવા છાત્રોની સંખ્યા 982 હતી. આ ટકાવારી 17 ટકા જેટલી થવા જાય છે. જ્યારે, 69 ટકા એટલે કે 4007 છાત્રોનું વાર્ષિક પરિણામ 40થી 79 ટકા જેટલું હતું. એ જ પ્રમાણે વાર્ષિક પરિણામમાં 80 ટકાથી વધુ ગુણાંક ધરાવનારા છાત્રોની સંખ્યા 750 (12 ટકા) હતી.
આ પણ વાંચો Anandiben Patel visiting Ahmedabad : એક શિક્ષક બાળકોને જેટલું આપે તેટલું ઓછું : આનંદીબેન પટેલ
ઉચ્ચ ગુણાંક મેળવનાર છાત્રોની સંખ્યા હવે આ જ છાત્રો આ જ્યારે વર્ષ 2021-22માં ધોરણ 8માં જ્ઞાનકુંજ વર્ગમાં અભ્યાસ કર્યો અને તે બાદ લેવાયેલી વાર્ષિક પરીક્ષામાં તેના ગુણાંકમાં વધારો નોંધાયો છે. આ વર્ષમાં કુલ 5853 છાત્રો નોંધાયા હતા. જ્ઞાનકુંજમાં અભ્યાસ કર્યા બાદ અભ્યાસમાં 40 ટકા મેળવનારા છાત્રોની સંખ્યા ઘટીને 12 ટકા થઇ ગઇ છે. 40થી 80 ટકા ધરાવનારા છાત્રોની સંખ્યા 69 ટકા થઇ છે. જ્યારે, વાર્ષિક પરિણામમાં 80 ટકાથી વધુ મેળનાર છાત્રોની સંખ્યામાં 6 ટકાના વધારા સાથે 18 ટકા નોંધાઇ છે. આમ, એકંદરે ઉચ્ચ ગુણાંક મેળવનાર છાત્રોની સંખ્યા માં વૃદ્ધિ થઇ રહી છે.Smart School in Gujarat, government school Smart Class vadodara