ETV Bharat / city

ખાખીમાં ખુમારી, વડોદરા પોલીસ બેડામાં બે જવાન નોકરી સાથે કરે છે સમાજ સેવા

author img

By

Published : Aug 14, 2022, 7:34 PM IST

ખાખીમાં ખુમારી, વડોદરા પોલીસ બેડામાં બે જવાન નોકરી સાથે કરે છે સમાજ સેવા
ખાખીમાં ખુમારી, વડોદરા પોલીસ બેડામાં બે જવાન નોકરી સાથે કરે છે સમાજ સેવા

સમગ્ર દેશ આઝાદી કા અમૃત મહોત્સવ Azadi Ka Amrit Mahotsav ઉજવી રહ્યો છે. ત્યારે સમાજ માટે શ્રેષ્ઠ કામગીરી કરનાર આ બંને પોલીસ કર્મીને સો સો સલામ.

વડોદરા માર્ગ અકસ્માતમાં (Road Accident) મોતને ભેટતા કેટલાક લોકોને ક્યારેક કફન પણ નસીબ થતું નથી, પરંતુ વડોદરા શહેર પોલીસ તંત્રમાં ફરજ બજાવતા સુરેશભાઇ હિંગલાખીયા (Social service with job in Vadodara Police Station) માર્ગ અકસ્માતમાં અથવા તો કુદરતી રીતે મોતને ભેટતા લોકોને કફન ઢાંકવાની સેવા કરી રહ્યા છે.

ખાખીમાં ખુમારી, વડોદરા પોલીસ બેડામાં બે જવાન નોકરી સાથે કરે છે સમાજ સેવા

આ પણ વાંચો ઈન્ડિયા 75 દેશના ઈતિહાસમાં અમર થઈ ચૂકેલી કેટલીક તવારીખ

સુરેશભાઇ હિંગલાખીયાએ મૃતકને કફન ઢાંકવાનું કર્યું કામ : વડોદરા શહેર પોલીસ તંત્રમાં ફરજ બજાવતા પોલીસ જવાન સુરેશભાઇ હિંગલાખીયા મૂળ પોરબંદરના રહેવાસી છે અને ઓકટોબર 2016થી વડોદરા પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ છે. 51 વર્ષીય સુરેશભાઇ જમનાભાઇ હિંગલાખીયાએ જણાવ્યું હતું કે, પોરબંદરથી બદલી થઇને વડોદરા આવ્યો હતો. દરમ્યાન PCR વાન માં ફરજ બજાતા એક ઘટના બની હતી. તરસાલી બ્રિજ પાસે એક ઇનોવા અને અન્ય કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ સમયે કંટ્રોલમાંથી વર્ધી મળતા હું PCR વાન લઇને સ્થળ પર પહોચ્યો હતો, ત્યાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેમાં એક મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ મોત જોઇને હું હચમચી ગયો હતો. 108 એમ્બ્યુલન્સ પણ આવી પહોંચી હતી. લોકો ટોળે વળી ગયા હતા. એમ્બ્યુલન્સમાં મહિલાને જે તે સ્થિતિમાં જ લઇ જવાઇ હતી. મહિલાને કફન નસીબ થયું ન હતું. બસ તેજ દિવસથી મેં સાથે કફન રાખવાનું નક્કી કર્યું હતું. અને આજે મારી ફરજ દરમિયાન મૃતકને કફન ઢાંકવાનું કામ કરું છું. અત્યાર સુધીમાં મે 250 જેટલા મૃતદેહો ઉપર કફન ઢાંક્યા હશે. હાલમાં તેઓ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે અને તેઓને હાલમાં શી ટીમના ઇન્ચાર્જ તરીકે કામગીરી સોંપવામાં આવી છે.

સુરેશભાઈનું સન્માન કરવામાં આવ્યું ચોમાસાની ઋતુમાં વરસાદના કારણે એક છોકરીની બાઇક સ્લીપ થતા ગંભીર ઇજા થઇ હોય તેઓને નજરે પડતા તાત્કાલિક એમ્બ્યુલન્સની રાહ જોયા વગર તેઓ તાત્કાલિક શી ટીમની વાનમાં હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. વીડિયો વાયરલ થતા રહયા ગૃહ પ્રધાન હર્ષ સંઘવી દ્વારા પણ પ્રશંસા કરી પોલીસ જવાન સુરેશભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું. હાલમાં પણ તેઓ દ્વારા અનેક લોકોની મદદ કરવામાં આવી રહી છે જે સાચા અર્થમાં પોલીસ પ્રજાનો મિત્ર છે તે સાબિત કર્યું છે.

આઝાદ સૂર્વે જુડો રમતમાં બ્લૅક બેલ્ટ મેળવેલ છે શ્રી પ.હ.નારાયણ ગુરુ આદ્ય વ્યાયામ શાળા શાસ્ત્રી પોળ શહેરના કોથી ચાર રસ્તા ખાતે આવેલ છે. આ વ્યાયામ શાળા 1803 થી કાર્યરત છે. ઉલ્લેખનીય છે કે, આજ વ્યાયામ શાળામાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ વર્ષ રહી ચૂક્યા છે. અહીં 40 વર્ષ અગાઉ આઝાદ રઘુનાથ સૂર્વે વ્યાયામ શાળામાં પ્રવેશ કરી રાજ્ય સ્તરે, રાષ્ટ્રીય સ્તરે જુડો તથા કુસ્તીમાં વડોદરામાં પ્રતિનિધિત્વ કરેલ છે. આઝાદ સૂર્વે જુડો રમતમાં બ્લૅક બેલ્ટ મેળવેલ છે. કુસ્તીમાં હિન્દ કેસરી ટાઇટલ મેળવેલ છે. તેઓને તાલીમ આપનાર શ્રી કૃષ્ણકાન્ત રાવ કદમ છે. તદ્ ઉપરાંત આઝાદ સૂર્વે છેલ્લા 25 વર્ષથી વડોદરા શહેર ખાતે પોલીસ વિભાગમાં ફરજ બજાવે છે. પોતાની ફરજ ઉપરાંત સમય કાઢી વ્યાયામ શાળામાં આવનાર ખેલાડીઓને તાલીમ આપે છે.

પ્રશિક્ષણ લીધેલ ખેલાડીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શન આઝાદ સુર્વે દ્વારા પ્રશિક્ષણ આપનાર ખેલાડીઓ રાજ્ય સ્તરે અને આંતર રાષ્ટ્રીય સ્તરે મેડલ પ્રાપ્ત કરેલ છે. વધુમાં જણાવ્યું હતું કે, પોલીસ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ પણ તેમની આવા પ્રકારની કામગીરીથી મદદ રૂપ થયેલ છે. વ્યાયામ શાળાના સંચાલનમાં તેમના સાથી મિત્રો વાસુદેવ કદમ, ચિરાગભાઈ કહાર, યોગેશભાઈ રેવાળે, રૂપેશભાઈ સૂર્વે તેમજ જીતેન્દ્ર બારોટ મદદ રૂપ થાય છે. અને તેઓ 2011થી હાલ સુધી ખેલમહાકુંભની કુસ્તી તેમજ જુડોની સ્પર્ધાનું સંચાલન તેઓ કરે છે. તેમજ ખેલાડીઓની જમવાની વ્યયસ્થા પણ તેઓ કરે છે.

આ પણ વાંચો આઝાદી બાદ કેટલીક એવી પોલીસી અને નિર્ણય જેનાથી થયું મોટું પરિવર્તન

હાલ સુધીમાં વ્યાયામ શાળાએ આપેલ આંતર રાષ્ટ્રીય ખેલાડી 1. મયંક કાદીયાંન, 2. કસ્તુરી મોરે, 3. લનિધિ ઉત્તેકર આ ત્રણ ખેલાડી આંતરરાષ્ટ્રીય સ્તરે રમી ચુક્યા છે. તેમજ રાષ્ટ્રીકક્ષાના ખેલાડીઓમાં નિલિસ ધસ, ધ્રુવ સૂર્વે, ચિરાગ સોની ,હાર્દિક મોરે, પ્રિયલ બારોટ જેવા ખેલાડીઓ રમી ચુક્યા છે જે ખૂબ ગૌરવની બાબત છે. હાલમાં તેઓ દ્વારા નિસ્વાર્થ ભાવે સેવા કરવામાં આવી રહી છે તેઓ દ્વારા જરૂરિયાત મંદ વ્યક્તિને દત્તક લઈ તેઓ દ્વારા પ્રશિક્ષણ આપવામાં આવે છે અને જુડો અને કુસ્તીમાં તૈયાર કરી નેશનલ ઇન્ટરનેશનલ માં પણ રમવા માટે તૈયારી સાથે જરૂરિયાતો પૂરી કરતા આઝાદ સૌર્વે સમાજમાં ખૂબ નામના મેળવી ચુક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.