ETV Bharat / city

વડોદરા MSUના વાઇસ ચાન્સેલરને પદભાર છોડતા પહેલા ઝટકો, શો કોઝ નોટિસ ફટકારી

author img

By

Published : Feb 10, 2022, 9:22 AM IST

વડોદરા MSUના વાઇસ ચાન્સેલરને પદભાર છોડતા પહેલા ઝટકો, શો કોઝ નોટિસ ફટકારી
વડોદરા MSUના વાઇસ ચાન્સેલરને પદભાર છોડતા પહેલા ઝટકો, શો કોઝ નોટિસ ફટકારી

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પરિમલ વ્યાસનો (Show Cause Notice To Vice Chancellor Of MSU Uni) કાર્યકાળ પૂર્ણ થવાને માત્ર 24 કલાક જ બાકી હતા, ત્યારે તેમને શો કોઝ નોટિસ પાઠવતા ભારે ચકચાર મચી જવા પામી છે.

વડોદરા: વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પરિમલ વ્યાસનો (Show Cause Notice To Vice Chancellor Of MSU Uni) કાર્યકાળ પૂર્ણ થવાને માત્ર 24 કલાક પહેલા જ તેઓને સરકાર દ્વારા ભરતી કૌભાંડ મામલે શો કોઝ નોટિસ ફટકારવામાં આવી હોવાનું સામે આવ્યું છે. વાઇસ ચાન્સેલરના કાર્યકાળ દરમિયાન આચરવામાં આવેલા કૌભાંડનું પાપ પોકારી રહ્યું હોવાનું નજીકના વર્તુળોએ ઉમેર્યું છે.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પરિમલ વ્યાસ
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પરિમલ વ્યાસ

આ પણ વાચો: વડોદરાની MS યુનિવર્સિટીની સિન્ડેકેટ બેઠક યોજાઈ, કર્મચારીઓને કાયમી કરવા અંગે ચર્ચા

MSU યુનિ.ના વાઇસ ચાન્સેલરને શો કોઝ નોટિસ પાઠવી

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દેશ વિદેશમાં વિખ્યાત છે. અહીંયા ભણેલા અનેક વિદ્યાર્થીઓ આજે દેશ-વિદેશમાં ઉચ્ચ સ્થાને ફરજ બજાવી રહ્યા છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પરિમલ વ્યાસનો કાર્યકાળ પૂર્ણ થવાને માત્ર 24 કલાક જ બાકી હતા, ત્યારે તેમને શો કોઝ નોટિસ પાઠવવાના આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ નોટિસ તેમના કાર્યકાળ દરમિયાન થયેલા ભરતી કૌભાંડ મામલે હોવાનું સૂત્રોએ ઉમેર્યું છે. નોટિસ મોકલીને વાઇસ ચાન્સેલર પાસેથી 24 કલાકમાં જવાબ મંગવામાં આવ્યો છે. હવે આ મામલે આગળ શું કાર્યવાહી થાય છે તેના પર સૌ કોઈની નજર રહેલી છે.

આ પણ વાચો: વડોદરાઃ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના બે વિદ્યાર્થીઓની BARC માં સીલેક્શન

વાઇસ ચાન્સેલર સામે કડક કાર્યવાહી થાય તેવી માગ

વાઇસ ચાન્સેલર તરીકેના પરિમલ વ્યાસના કાર્યકાળ દરમિયાન તેમના ભરતી કૌભાંડ, ફર્નિચર કૌભાંડ સહિત અનેક આક્ષેપો લાગ્યા હતા. જો કે જેતે સમયે તેમના સામે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી હોવનું સામે આવ્યું નથી. હવે આ મામલે પદભાર છોડતા પહેલા 24 કલાકમાં શો કોઝ નોટીસ મળવી તથા આ મામલે શુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તેના પર સૌ કોઈની નજર રહેલી છે. MSU યુનિ.ના કર્મશીલો વાઇસ ચાન્સેલર સામે કડક કાર્યવાહી થાય તેવી માંગણી કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.