ETV Bharat / city

દક્ષ પટેલની હત્યા મામલે પાટીદાર સમાજે રેલી યોજી, ઘટનાનો વિરોધ

author img

By

Published : Oct 7, 2022, 5:34 PM IST

દક્ષ પટેલની હત્યા મામલે ન્યાય અપાવવા પાટીદાર સમાજે જંગી રેલી યોજી આપ્યું આવેદનપત્ર
દક્ષ પટેલની હત્યા મામલે ન્યાય અપાવવા પાટીદાર સમાજે જંગી રેલી યોજી આપ્યું આવેદનપત્ર

વડોદરાના દક્ષ પટેલ નામના યુવાનની હત્યા કેસ (Daksh Patel Murder Case Vadodara) મામલે ગઈકાલે વડોદરા પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. જે બાદ આજરોજ સમગ્ર પાટીદાર દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. નાની ઉંમરે પરિવારે પુત્ર ગુમાવતા આ ઘટનાનો લોકો દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાને લઈને આજરોજ સમગ્ર પાટીદાર દ્વારા વિરોધ (Patidar Samaj held Rally to get justice ) કરવામાં આવી રહ્યો છે.

વડોદરા દક્ષ પટેલ નામના યુવાનની તેના જ મિત્ર દ્વારા હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી. જેનું ગઈકાલે વડોદરા પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન (Crime Reconstruction by Police) કરવામાં આવ્યું હતું. જેમાં હત્યા કરનાર પાર્થ દ્વારા કઈ રીતે દક્ષની હત્યા (Daksh Patel Murder Case Vadodara ) કરી તે બતાવ્યું હતું. કિડનાપીંગની થીમમાં ફોટો પડાવવાના બહાને મિત્રની હત્યા (Vadodara Murder Case) કરાતા આજરોજ સમગ્ર પાટીદાર દ્વારા સખત વિરોધ (Vadodara Crime Case ) કરવામાં આવી રહ્યો છે. જેને લઈને આજરોજ પાટીદાર સમાજના આગેવાનો અને કાર્યકરો દ્વારા જંગી રેલી (Patidar Samaj held Rally to get justice ) યોજી કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

દક્ષ પટેલની તેના જ મિત્રએ હત્યા કરતા લોકોમાં ભારે રોષ

વેબસિરીઝ જોઈને પાર્થ દ્વારા દક્ષની હત્યા 19 વર્ષના દક્ષ પટેલ નામના યુવાનની તેના મિત્ર પાર્થ દ્વારા હત્યા કરવામાં આવી હતી. વેબસિરીઝ જોઈને પાર્થ દ્વારા દક્ષની હત્યા કરવામાં આવી હતી. નવરાત્રીમાં કિડનેપીંગ થીમમાં ફોટો પડાવવાના બહાને દક્ષને અલંકાર ટાવરના એક ખંડેર બેઝમેન્ટમાં લઈ જઈ હત્યા કરી હતી. જોકે, નાની ઉંમરે પરિવારે પુત્ર ગુમાવતા આ ઘટનાનો લોકો દ્વારા ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાને લઈને આજરોજ સમગ્ર પાટીદાર દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ પાટીદાર સમાજના તમામ આગેવાનો અને કાર્યકરો ભેગા મળીને આ ઘટનાને લઈ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તેની સાથે સંસ્થાઓ દ્વારા કલેકટરને આવેદનપત્ર આપી હત્યારાને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. તેની સાથે આ ઘટનામાં સંકળાયેલા તમામ વિરુદ્વ કાર્યવાહી કરી પરિવારને ન્યાય આપવાની માંગણી પણ કરવામાં આવી રહી છે. તેમજ અગાઉ આવી કોઈ ઘટના ન બને તે અંગે કાળજી રાખવા રજૂઆત પણ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.