ETV Bharat / city

લાલબત્તી સમાન કિસ્સો, મહિલાને 6 વર્ષે જાણ થઈ કે પતિ યુવતી છે

author img

By

Published : Sep 16, 2022, 12:39 PM IST

Updated : Sep 17, 2022, 3:14 PM IST

વડોદરામાં ઓનલાઈન મેટ્રોમોની સાઈટ પરથી લગ્ન કરનારી મહિલા ખૂબ જ મોટા સંકટમાં ફસાઈ ગઈ છે. કારણ કે, તેને લગ્નના 6 વર્ષ પછી ખબર પડી કે તેણે જેની સાથે લગ્ન કર્યા તે પુરૂષ નહીં પણ સ્ત્રી છે. આટલા વર્ષે સ્ત્રીને જાણ થઈ કે તેના પતિનું સાચું નામ વિરાજ નહીં પણ વિજેતા છે. online matrimony sites, fraud with vadodara woman.

મેટ્રોમોની સાઈટ પરથી લગ્ન કરવા મહિલાને પડ્યા ભારે, લગ્નના 6 વર્ષે થયો ચોંકાવનારો ખૂલાસો

વડોદરા કેટલીક વખત મનોરંજન માટે જોવાતી વેબ સિરીઝની કહાની જીવનમાં હકીકતે પણ ભજવાઈ જતી હોય છે. આવી જ એક ઘટના વડોદરાની મહિલા સાથે ઘટી છે. અહીં પ્રથમ પતિના મોત બાદ મહિલાએ બીજા લગ્ન કરવા ઓનલાઈન મેટ્રીમોની વેબસાઈટ (Online Matrimonial frauds) પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તે દરમિયાન તેને દિલ્હીના તબીબ સાથે ઓળખાણ થઈ હતી. ત્યારબાદ બંનેએ સગાઈ અને લગ્ન કર્યા હતા. સાસરે ગયા પછી તબીબ પતિએ મહિલા સાથે અનેક વર્ષો સુધી ગુપ્ત બિમારીના કારણે સંબંધ બાંધ્યા નહતા.

પતિએ કરાવ્યું હતું ઓપરેશન ત્યારબાદ ઓપરેશન કરાવીને તબીબ પતિએ મહિલા સાથે વિકૃતિની તમામ હદ પાર કરી નાંખી હતી. વિકૃતિ આચરતો તબીબ ઊંચી ઓળખ આપતો હતો. જોકે, મહિલાને આખરે 6 વર્ષ પછી જાણ થઈ કે, તેનો પતિ ઓપરેશન કરાવીની સ્ત્રીમાંથી પુરૂષ બન્યો છે. આખરે ત્રસ્ત થયેલી મહિલાએ પતિ સહિતના સાસરીયાઓ વિરૂદ્ધ ગોત્રી પોલીસ મથકમાં (gotri police station vadodara ) ફરિયાદ નોંધાવી છે.

આરોપી પતિએ કર્યા ખૂલાસા

મહિલાએ વર્ણવી આપવિતી શહેરની મહિલાએ પોલીસ ફરિયાદમાં જણાવેલી (woman police complaint ) આપવિતી અનુસાર, વર્ષ 2006માં પહેલા પતિ સાથે જામનગરમાં લગ્ન થયા હતા. લગ્નજીવન દરમિયાન અમારે એક દિકરીનો જન્મ થયો હતો. મારા પતિનું વર્ષ 2011માં કાર અકસ્માતમાં મૃત્યુ થયું હતું. ત્યારબાદ હું અને મારી પૂત્રી વડોદરા પિયરમાં રહેવા આવ્યા હતા. તે દરમિયાન મેં નોકરી શરૂ કરી હતી. ત્યારબાદ મેં ઓનલાઈન મેટ્રોમોની સાઈટ (Online Matrimonial frauds) પર નોંધણી કરાવી હતી. તે દરમિયાન હું ડો. વિરાજ હર્ષવર્ધનના સંપર્કમાં આવી હતી. ત્યારબાદ અમે બંનેએ લગ્ન કર્યા હતા. જોકે, વિરાજે તેના પરિવારની કોઈ પણ સચ્ચાઈ અંગે જાણ કરી નહતી.

વર્ષ 2014માં કર્યા બીજા લગ્ન

વર્ષ 2014માં કર્યા બીજા લગ્ન લગ્ન પહેલા વિરાજે ફોન પર અનેક વખત મારી પર શંકા કરી હતી. તેના કારણે મારા પિતાએ તેની સાથે લગ્ન કરવાની ના પાડી હતી. ત્યારબાદ આરોપી મામા સાથે અમારા ઘરે આવ્યો હતો ને પરિવારની માફી માગી હતી. ત્યારબાદ વર્ષ 2014માં અમે લગ્નગ્રંથિમાં જોડાયા હતા. વિરાજની સોતેલી માતા અનિતા હર્ષબર્ધન શ્રીવાસ્તવે લગ્ન માટે મનાવી લીધી હતી. વિરાજની સોતેલી બહેન શુબી હર્ષવર્ધન, બીજી સોતેલી બહેન, અસ્મિતાબેન વિશાલ અગ્રવાલ તેમ જ સગી માતા કુસુમ હર્ષવર્ધન શ્રીવાસ્તવમાં લગ્ન થયા હતા. લગ્ન બાદ અમે પ્રથમ રાત્રિએ એક હોટેલમાં પણ રોકાયા હતા. તે વખતે વિરાજે કોઈ શારીરિક સંબંધ બાંધ્યો નહતો. ત્યારબાદ હું અને મારી પૂત્ર દિલ્હી રહેવા જતા રહ્યા હતા. અવારનવાર વિરાજ ગુપ્ત બીમારીનું બહાનું આપતો હતો.

બદનામીની ડરથી કંઈ ન કહ્યું મહિલાએ ફરિયાદમાં (woman police complaint) જણાવ્યું હતું કે, સમાજમાં બદનામીના ડરથી મેં આ વાત કોઈને કહી નહતી. જોકે, લગ્નના છ વર્ષે પણ અમારી વચ્ચે શારિરીક સંબંધ બાંધાયો નહતો. છેવટે વર્ષ 2020માં વિરાજે મને જણાવ્યું હતું કે, હું વજન વધી ગયું હોવાથી સર્જરી કરાવવા કોલકાતા જઉં છું. જોકે, ઓપરેશન બાબતે કંઈ પણ પૂછતા તો વિરાજ ઝઘડો કરતો હતો. ત્યારબાદ અમને જાણ થઈ કે, વિરાજ છોકરો નહીં પણ છોકરી છે અને તેનું સાચું નામ વિજેતા છે. તે સ્ત્રીમાંથી પુરૂષ બન્યો છે. આ અંગે અમે દિલ્હી પોલીસને જાણ કરી હતી. તે દરમિયાન વિરાજે અન્ય સ્ત્રી સાથે પણ આવી રીતે છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું હતું.

આરોપીઓ સામે ફરિયાદ મહિલાએ ડો. વિરાજ હર્ષવર્ધન, સોતેલી માતા અનીતા હર્ષવર્ધન શ્રીવાસ્તવ, શૂબી હર્ષવર્ધન શ્રીવાસ્તવ, સોતેલી બહેન અસ્મિતા વિશાલ અગ્રવાલ તથા વિરાજની સગી માતા કુસુમ હર્ષવર્ધન શ્રીવાસ્તવ સામે છેતરપિંડી તથા ત્રાસ આપવા બદલ ગોત્રી પોલીસ સ્ટેશનમાં (gotri police station vadodara) ફરિયાદ નોંધાવી છે.

Last Updated : Sep 17, 2022, 3:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.