ETV Bharat / city

કોરોના સંક્રમિત દર્દીનું મોત થયા બાદ મૃતદેહ ન અપાતા હોસ્પિટલમાં પરિજનોનો હોબાળો

author img

By

Published : Apr 15, 2021, 7:38 PM IST

કોરોના સંક્રમિત દર્દીનું મોત થયા બાદ મૃતદેહ ન અપાતા હોસ્પિટલમાં પરિજનોનો હોબાળો
કોરોના સંક્રમિત દર્દીનું મોત થયા બાદ મૃતદેહ ન અપાતા હોસ્પિટલમાં પરિજનોનો હોબાળો

મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલમાં કોરોના સંક્રમિત દર્દીનું મોત થયું હતુ. ત્યારબાદ પરિવારજનોને મૃતદેહ ના અપાતા તેમણે સયાજી હોસ્પિટલ ખાતે હોબાળો મચાવ્યો હતો. સમગ્ર મામલે મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટે જણાવ્યું હતું કે, ક્લાસ ફોર સ્ટાફની અછત હોવાના કારણે દર્દી અને પરિજનોને હાલાકી ભોગવવી પડે છે.

  • દર્દીનું 10 કલાકે મૃત્યું થયુ તેમ છતાં સાંજ સુધી મૃતદેહ ન આપ્યો
  • હોસ્પિટલમાં સ્ટાફની અછત- સુપ્રિન્ટેન્ડેન્ટ
  • પરીજનોએ મૃતદેહ ન મળતા મચાવ્યો હોબાળો

વડોદરાઃ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે દિવસને દિવસે કોરોના પોઝિટિવ સંખ્યા વધી રહી છે અને મોતનો આંકડો પણ વધી રહ્યો છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલમાં કોવિડ સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે. આજે ગુરુવારે એક ડોક્ટર કોરોના પોઝિટિવ હતા, તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ડોક્ટર સુભાષ ગારસે થોડા દિવસ પહેલાં કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેમના પરિવારજનોએ સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા. જ્યાં આજે ગુરુવારે ડોક્ટર સુભાષ ગારસેનું મૃત્યુ થયું હતું.

હોસ્પિટલમાં સ્ટાફની અછત- સુપ્રિન્ટેન્ડેન્ટ
હોસ્પિટલમાં સ્ટાફની અછત- સુપ્રિન્ટેન્ડેન્ટ

આ પણ વાંચોઃ ડાંગ જિલ્લામાં 16 દર્દીઓ ડિસ્ચાર્જ, 1 પોઝિટિવ, કુલ 294 કેસ નોંધાયા

પરિજનોના આક્ષેપો

મૃત્યુ બાદ પરિવારજનોને મૃતદેહ ના અપાતા તેમણે હોબાળો મચાવ્યો હતો. 10 કલાકે દર્દીનું મૃત્યુ થયું હોવા છતાં સાંજ સુધી તેમનો મૃતદેહ ના આપવામાં આવતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. સયાજી હોસ્પિટલની સાફ સફાઇ પણ કરવામાં આવતી નથી તેવા પણ પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા.

પરીજનોએ મૃતદેહ ન મળતા મચાવ્યો હોબાળો
પરીજનોએ મૃતદેહ ન મળતા મચાવ્યો હોબાળો

આ પણ વાંચોઃ 1573 બેડ ધરાવતી જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલ હાઉસફૂલ

સયાજી હોસ્પિટલમાં ક્લાસ ફોર સ્ટાફની અછત છે

મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ સયાજી હોસ્પિટલમાં કોવિડ દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે અને મોતનો આંકડો પણ વધી રહ્યો છે. આજે ગુરુવારે મધ્ય ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલમાં મૃતદેહ ના આપવામાં આવતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડોક્ટર રંજન ઐયર જણાવ્યું હતું કે, કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધી રહી છે. હોસ્પિટલમાં સ્ટાફની અછત છે. કોરોના વાઇરસના ભયના કારણે કર્મચારીઓ ફરજ બજાવવા તૈયાર નથી. ઓછા સ્ટાફને કારણે દર્દીઓના પરિજનોને હાલાકી ભોગવવી પડે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.