ચાલાક યુવતીએ પોતાના સાથી મિત્રો સાથે વૃદ્ધને ફસાવ્યો હતો અને તેના સાથી મિત્રો દ્વારા વૃદ્ધને નકલી પોલીસની ધાક ધમકી આપી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. જે બાદ આરોપીઓએ વૃદ્ધ પાસેથી રૂપિયા 20 હજાર પડાવી લીધા હતા.
જોકે આ સમગ્ર મામલે વૃદ્ધે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેને આધારે PCB અને ગોત્રી પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસે CCTVનાં આધારે ઠગબાજ ટોળકીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી.