ETV Bharat / city

કેજરીવાલના આગમન પહેલાં એરપોર્ટ બહાર જોવા મળ્યું Go back Kejriwal, ક્યાં અને કોણે લખ્યું જૂઓ

author img

By

Published : Oct 8, 2022, 3:25 PM IST

કેજરીવાલના આગમન પહેલાં એરપોર્ટ બહાર જોવા મળ્યું Go back Kejriwal, ક્યાં અને કોણે લખ્યું જૂઓ
કેજરીવાલના આગમન પહેલાં એરપોર્ટ બહાર જોવા મળ્યું Go back Kejriwal, ક્યાં અને કોણે લખ્યું જૂઓ

વડોદરામાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ મુલાકાત (Delhi CM visit ) નિર્ધારિત છે. ત્યારે આજે વડોદરા એરપોર્ટની બહાર કેજરીવાલને વિરોધનો સામનો કરવો પડ્યો છે. વડોદરામાં અન્યત્ર પણ તેમના વિરોધમાં ગો બેક કેજરીવાલ ( Go back Kejriwal Slogan in Vadodara ) સહિતના વિરોધ સૂત્રો જોવા મળ્યાં છે.

વડોદરા એરપોર્ટ પર દિલ્હીના સીએમ (Delhi CM visit ) અરવિંદ કેજરીવાલના આગમન પહેલાં જ રસ્તા પર લખાયું કે હિંદુ વિરોધી કેજરીવાલ ગો બેક ( Go back Kejriwal Slogan in Vadodara ). જેને કારણે સ્થાનિક રાજકારણમાં પોસ્ટર વોર પછી રસ્તા પરનું લખાણ ( Poster war before Kejriwal's visit ) ચર્ચામાં આવ્યું છે. કેજરીવાલે ગુજરાતની અગાઉ મુલાકાતમાં ક્યારેય ન અનુભવેલા વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં કેજરીવાલ હિંદુ વિરોધી હોવાનો વિરોધ પોસ્ટર ( Poster war before Kejriwals visit ) તથા અન્ય માધ્યમોથી જાહેર કરવામાં આવી રહ્યો છે.

કેજરીવાલને વિરોધનો સામનો કરવો પડ્યો છે

વડોદરામાં અરવિંદ કેજરીવાલનો વિરોધ ગતરોજ ભાજપના સહપ્રવક્તા ભરત ડાંગરે આમ આદમી પાર્ટીની સરકારના પ્રધાનનો ધર્માંતરણનો વિડીયો પોતાના સોશિયલ મીડિયા પર ચઢાવીને અણિયારા સવાલો કર્યા હતાં. જે બાદથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આજે સમગ્ર રાજ્યમાં હિંદુ વિરોધી કેજરીવાલના ( Go back Kejriwal ) પોસ્ટરો લાગ્યા છે.

  • હંમેશાથી હિંદુ ધર્મ વિરોધી રહી, શિક્ષણનો આંચળો ઓઢીને લોકોને ભ્રમિત કરનાર @ArvindKejriwal વિરુદ્ધમાં તેનો વિકૃત ચહેરો ઉજાગર કરતા પોસ્ટર લાગ્યા. pic.twitter.com/ho6LZfPBbg

    — Manan Dani (@MananDaniBJP) October 8, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સુરસાગર વિસ્તારમાં પોસ્ટર લાગ્યા કેજરીવાલની અગાઉની મુલાકાતમાં ક્યારેય ન અનુભવેલા વિરોધનો આજે સામનો કરવો પડી રહ્યો છે. વડોદરા શહેરની મધ્યમાં આવેલા સુરસાગરની આસપાસ તથા અન્યત્ર અનેક જગ્યાઓ પર કેજરીવાલના વિરોધમાં ( Poster war before Kejriwals visit ) પોસ્ટરો મારવામાં આવી રહ્યા છે. તો બીજી તરફ આજે એરપોર્ટની બહાર HINDU VIRODHI KEJRIWAL GO BACK ( Go back Kejriwal ) રસ્તા પર લખવામાં આવ્યું છે. જેને કારણે વિસ્તારમાં ઉત્તેજના વ્યાપી ગઇ છે.

કેજરીવાલની મુલાકાત પહેલા પોસ્ટર વોર બાદ હવે રસ્તા પરનું લખાણ ( Go back Kejriwal ) આમ આદમી પાર્ટીના કાર્યકરોનું મનોબળ તોડી શકે તેમ છે. હવે કેજરીવાલના આગળના નિયત કાર્યક્રમોમાં શું કોઇ વિરોધ થાય છે કે નહીં તે જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.