ETV Bharat / city

ડભોઈમાં શિક્ષક પરિવાર રાતોરાત ભેદી સંજોગોમાં ગુમ, પોલીસ ધંધે લાગી

author img

By

Published : Sep 27, 2022, 4:18 PM IST

ડભોઈમાં શિક્ષક પરિવાર રાતોરાત ભેદી સંજોગોમાં ગુમ, પોલીસ ધંધે લાગી
ડભોઈમાં શિક્ષક પરિવાર રાતોરાત ભેદી સંજોગોમાં ગુમ, પોલીસ ધંધે લાગી

વડોદરામાં ડભોઈ રોડ પર રહેતો શિક્ષક પરિવાર ભેદી સંજોગોમાં (family missing from dabhoi) ગુમ થઈ ગયો છે. તેના કારણે સગા સબંધીઓમાં ચિંતા જોવા મળી રહી છે. પોલીસે આ મામલે (vadodara police) તપાસ શરૂ કરી છે.

વડોદરા શહેરના ડભોઈ રોડ પર આવેલા કપુરાઈમાં રહેતા શિક્ષક પરિવાર સાથે ભેદી સંજોગોમાં ગુમ (family missing from dabhoi) થઈ ગયો છે. તેના કારણે પોલીસ દોડતી થઈ છે. સાથે જ પરિવારના સગાસંબંધીઓમાં ચિંતા પ્રસરી ગઈ છે.

કૉલ ડિટેલ્સના આધારે તપાસ શરૂ આ પરિવાર કપૂરે ચોકડી પાસે આવેલા ફ્લેટમાં રહેતો હતો. જ્યારે પરિવારના મોટા ભાઈએ પાણીગેટ પોલીસને (panigate police station) જાણ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે. તેમની કૉલ ડિટેલ્સના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે. તો કપુરાઈ ચોકડી પાસે કાન્હા આઈકોનમાં રાહુલ જોષી, પત્ની નીતાબેન, પુત્ર પાર્થ અને પુત્રી પરીબેન રહેતા હતા. મૂળ ભાવનગરના દૂધાળાના વતની રાહુલ જોશી સ્કૂલમાં હંગામી શિક્ષક હતા અને ટ્યૂશન કરાવતા હતા. તેમના ફલેટ સામે 29,00,000 રૂપિયા લોન લેવાઈ હતી, જે કપુરાઈ પાસે હોટેલ ધરાવતા નિરવભાઈના નામે લેવાઈ હતી.

પોલીસે શરૂ કરી તપાસ

મકાનની લૉન 2 વ્યક્તિના નામે હાલમાં આ બંને જણાં 50-50 ટકા હપ્તા ભરતા હતા. ગત મંગળવારે રાહુલભાઈના મોટા ભાઈ પ્રણવ જોષી (ડભોઈ)ના ફોન પર સંબંધીઓએ કોલ કર્યા હતા કે, રાહુલ જોશીનો ફોન લાગતો નથી. જેથી પ્રણવભાઈ વડોદરા દોડી આવ્યા હતા અને રાહુલના ઘેર પહોંચતાં ઘર બંધ હતું. ત્યારબાદ પ્રણવ જોશીએ પાણીગેટ પોલીસને (panigate police station) રાહુલ જોશીનો પરિવાર ગુમ (family missing from dabhoi) થયો હોવાની અરજી આપી હતી.

પૂછપરછ ચાલુ પાણીગેટ PI આર. એચ. સિદ્દીએ જણાવ્યું કે, જે ફલેટમાં શિક્ષક રહેતા હતા. તેમના મકાન સામે 29,00,000 રૂપિયાની લોન ચાલુ છે, જે નિરવના નામે છે. તેની પૂછપરછ કરાઈ છે, પણ ફરી તેની પૂછપરછ કરાશે.

ફાઈનાન્શિયલ પ્રોબ્લેમ હોઈ શકે છે આ અંગે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે, પરંતુ હાલમાં ડભોઈ ખાતે રહેતા પરિવારજનો રાહુલભાઈના ઘરે આવી પહોંચ્યા છે અને હાલમાં આડોશ પાડોશના લોકોનું કહેવું છે કે, રાહુલભાઈ છેલ્લા 2 મહિનાથી મૂંઝવણમાં હોય તેવું લાગતું હતું અને તેણને કંઈક ફાઇનાન્સિયલ પ્રોબ્લેમ હોય તેવી પણ અમને તેમના ચહેરા પરથી જણાતું હતું. પરંતુ હાલમાં કઈ પણ કહેવું યોગ્ય નથી. આ પરિવાર પોલીસ (Vadodara Police) તપાસ બાદ જ ખબર પડશે કે, પરિવાર આ રીતે ગયો છે ક્યાં તે અંગે અનેક તર્ક વિતારકો ચાલી રહ્યા છે.

ઘરમાંથી 11 પાનાની ચિઠ્ઠી મળી પાણીગેટ પોલીસ મથકમાં (panigate police station) નોંધાયેલી ફરિયાદના આધારે PSI આર. એચ. સિદ્દીએ જણાવ્યું હતું કે, શહેરના કપુરાઈ ખાતે આવેલા ફ્લેટમાં પોલીસની હાજરીમાં મકાનના દરવાજો ખોલતા ઘરમાંથી ચાર મોબાઇલ અને 11 પાનાની ચિઠ્ઠી મળી આવી છે. હાલમાં પોલીસે તમામ વસ્તુ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલ કોઈ પણ બોલવા પોલીસ (Vadodara Police) તૈયાર નથી. આ પૂરાવાની ચકાસણી બાદ આ અંગે વધુ માહિતી આપવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.