વડોદરામાં ડો. બાબાસાહેબ આંબેડકરજીના સંકલ્પ દિવસની કરાઈ ઉજવણી

author img

By

Published : Sep 23, 2021, 4:00 PM IST

Celebration of Sankalp Day in Vadodara

વડોદરાનાં વિવિધ સંગઠનો દ્વારા આજે ૨૩મી સપ્ટેમ્બરના રોજ ડો. બાબાસાહેબ આંબેડકરજીના સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી છે. કમાટી બાગ ખાતે સંકલ્પ ભૂમિ સ્થળ પર શહેર ભાજપ SC મોરચા દ્વારા પુષ્પાંજલી અર્પિને શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ પ્રધાન પ્રદીપ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.

  • શહેરનાં વિવિધ સંગઠનોએ ૨૩ મી સપ્ટેમ્બરે ડો. બાબાસાહેબ આંબેડકરજીના સંકલ્પ દિવસની ઉજવણી કરી
  • કમાટી બાગ ખાતે સંકલ્પ ભૂમિ સ્થળ પર શહેર ભાજપ SC મોરચા દ્વારા પુષ્પાંજલી અર્પિને શ્રદ્ધા સુમન અર્પણ કરાયા
  • રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ પ્રધાન પ્રદીપ પરમાર ઉપસ્થિત રહ્યા

વડોદરા: દેશભરમાં ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરના સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વડોદરામાં પણ સંકલ્પ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વડોદરામાં 23મી સપ્ટેમ્બર 1917ના રોજ ડો. બાબાસાહેબ આંબેડકરે કમાટીબાગ સ્થિત વડના વૃક્ષ નીચે બેસીને સંકલ્પ કર્યો હતો કે, હું મારા જીવન દરમિયાન શોષિતો, પીડિતો અને દલિતોના હક માટે લડતો રહીશ.. ત્યારથી આ ભૂમિ સંકલ્પ ભૂમિ તરીકે ઓળખાય છે. આજના દિવસે તેમણે કરેલા કાર્યોને યાદ કરતાં રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ પ્રધાન પ્રદીપ પરમાર, વડોદરા શહેર ભાજપા અધ્યક્ષ ડૉ. વિજય શાહ, શહેર મહામંત્રી સુનીલ સોલંકી સવારે કમાટી બાગ સ્થિત સંકલ્પ ભૂમિ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

વડોદરામાં ડો. બાબાસાહેબ આંબેડકરજીના સંકલ્પ દિવસની કરાઈ ઉજવણી

આ પણ વાંચો: પૃથ્વીને બચાવવા 3 સંકલ્પ જરૂરી, પુનર્જીવન, ટકાઉ અને સ્વદેશી

મોટી સંખ્યામાં લોકો સંકલ્પ ભૂમિ પર રેલી કાઢીને પહોંચ્યા

ઉપસ્થિત મહેમાનોએ ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. શહેર SC મોરચાના હોદ્દેદારો કોર્પોરેટરો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ કોરોનામાં મોત થયા હોય તેમના પરિવારને 50,000 આપવા અંગે જણાવ્યું હતું કે, આ વિષય મારા ક્ષેત્રની બહારનો છે. આ ઉપરાંત પાટણમાં અંધશ્રધ્ધાની ઘટના બની છે તે અંગે જણાવ્યું હતું કે, આ યોગ્ય નથી. આવી ઘટનાઓને અમે વખોડીએ છે. રાજ્ય સરકાર આ મામલે ગંભીરતાથી વિચારી રહ્યું છે અને પોલીસ યોગ્ય કાર્યવાહી કરશે.

આ પણ વાંચો: સંકલ્પ દિવસ નિમિતેે વડોદરા પાલિકા દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો

  • ઉલ્લેખનીય છે કે, 1917 માં અમેરિકાથી પરત ફર્યા બાદ ડો. આંબેડકર વડોદરામાં નોકરી કરવા માટે આવ્યા હતા. જ્યાં સરકારી કચેરીમાં પણ તેમને અશ્પૃશ્યતાનો સામનો કરવો પડ્યો હતો અને તેમને રહેવા માટે ઘર પણ કોઈ ભાડે આપવા તૈયાર ન હતું. જે મહારાજાએ તેમને શિષ્યવૃતિ અને નોકરી આપી તે પણ તેમને પોતાના રાજ્યમાં એક ઘર આપી શક્યા નહી. આ બધી સમસ્યાને કારણે ડો. બાબાસાહેબ આંબેડકરને મુંબઈ પરત ફરવું પડ્યું હતું પણ તે પહેલા તેમણે કમાટીબાગમાં એક વૃક્ષની નીચે બેસી સંકલ્પ કર્યો કે તે હંમેશા શોષિતો, પીડિતો અને દલિતોના હક માટે લડતા રહેશે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.