ETV Bharat / city

કારેલીબાગમાં વ્હીકલ પુલની સ્થાયી સમિતિ અધ્યક્ષે લીઘી ઓચિંતી મુલાકાત, તેની કામગીરી અંગે કરી સમીક્ષા

author img

By

Published : Jul 28, 2022, 6:29 PM IST

સ્થાયી સમિતિ અધ્યક્ષની કારેલીબાગ વ્હીકલપુલે કરી ઓચિંતી મુલાકાત, તેના કામગીરી અંગે કરી સમીક્ષા
સ્થાયી સમિતિ અધ્યક્ષની કારેલીબાગ વ્હીકલપુલે કરી ઓચિંતી મુલાકાત, તેના કામગીરી અંગે કરી સમીક્ષા

વડોદરામાં મહાનગરપાલિકા સંચાલિત કારેલીબાગમાં વ્હીકલ પુલની સ્થાયી સમિતિ અધ્યક્ષ(Standing Committee Chairman) ડોક્ટર હિતેન્દ્ર પટેલે ઓચિંતી મુલાકાત લીધી હતી. આ મુલાકાતમાં તેમણે કર્મચારીને પડતી મુશ્કેલીઓ(Difficulties faced by employee) અને જરૂરિયાત પડતી મશિનરી અંગે ચર્ચા કરી તેને પૂરી પાડવાની ખાતરી આપી છે.

વડોદરા: શહેર મહાનગરપાલિકા સંચાલિત કારેલીબાગમાં(In Municipal Karelibagh in Vadodara) વ્હીકલ પુલની સ્થાયી અધ્યક્ષ ડોક્ટર હિતેન્દ્ર પટેલે ઓચિંતી મુલાકાત લીધી હતી. જેમાં વ્હીકલ પુલની અંદર ચાલતા તમામ વાહનો(Karelibagh Vehicle Bridg) અંગે કયા પ્રકારની કામગીરી(Operation of Vehicle at Bridge vehicles) સાથે કર્મચારીઓને પડતી મુશ્કેલીઓ અંગે માહિતી મેળવી હતી. આ સાથે જરૂરિયાત મુજબના મશીનો અને વાહનો અંગે ચર્ચા કરી ત્વરિત પુરા પાડવા ખાતરી આપી હતી. હાલમાં વ્હીકલ પુલમાં 400 જેટલા વાહનો આવેલા છે. તેમાંથી 30 જેટલા વાહનો હાલમાં સ્ક્રેપમાં જાય તેવા છે.

સ્થાયી અધ્યક્ષની કારેલીબાગ વ્હીકલપુલ ખાતે ઓચિંતી મુલાકાત:

આ પણ વાંચો: વ્હીકલ સ્ક્રેપ યાર્ડથી સેકન્ડહેન્ડ માલ-સામાનના વેપારીઓ પડ્યા મૂંઝવણમાં...

કામગીરી થાય છે કે નહીં તે માટે વિઝીટ - વડોદરા મહાનગરપાલિકાના સ્થાઈ સમિતિ અધ્યક્ષે જણાવ્યું હતું કે, શહેરમાં લોકોના હિત માટે વપરાતા વાહનો અંગે કામ અર્થે ઉપયોગી અહીંથી રોજે રોજ મેન્ટેનન્સ અને શિફ્ટ મુજબ કામ થાય છે કે કેમ? તે અંગે ચકાસણી કરી હતી. આ સાથે આ વાહનોમાં કેટલાક વાહનો સ્ક્રેપમાં જાય તેવા છે.

અહીં એક નાઈટ સેલ્ટર કરવાની વિચારણા ચાલી રહી છે.
અહીં એક નાઈટ સેલ્ટર કરવાની વિચારણા ચાલી રહી છે.

સ્ક્રેપને હરાજીના માધ્યમથી વેચી, કઈ રીતે ઉપયોગ કરી શકાય - આ સાથે અહીં એક નાઈટ શેલ્ટર કરવાની વિચારણા ચાલી રહી છે તેમજ નવા મશીનરી ખરીદી કરવા અંગે પણ વિચાર કરવામાં આવ્યો છે. સ્ક્રેપને હરાજીના માધ્યમથી વેચી કઈ રીતે ઉપયોગ બને તે અંગે વિચાર કરીશું.

કર્મચારીઓને પડતી મુશ્કેલીઓ અંગે માહિતી મેળવી હતી
કર્મચારીઓને પડતી મુશ્કેલીઓ અંગે માહિતી મેળવી હતી

આ અંગે કાર્યપાલક ઇજનેર શુ કહે છે - આ અંગે કાર્યપાલક ઇજનેર(Executive Engineer in Vehicle Bridge) ધર્મેશ રાણાએ જણાવ્યું હતું કે, વ્હીકલ પુલમાં હાલમાં 400 જેટલા વાહનો આવેલા છે. જેમાંથી બિનઉપયોગી અને સ્ક્રેપમાં 30 જેટલા વાહનો છે. આ તમામ વાહનો સ્ક્રેપમાં હરાજી કરવામાં આવશે. આ અંગે નવીન મશીનોની ખરીદી(Purchase of new machines) સાથે અહીંના તમામ મશીનો અને વાહનોનું મેન્ટેનન્સ અંગે પુરી કાળજી રાખવામાં આવે છે.

કામગીરી અને કર્મચારીઓ ને પડતી મુશ્કેલીઓનો તાજ મેળવ્યો:
કામગીરી અને કર્મચારીઓ ને પડતી મુશ્કેલીઓનો તાજ મેળવ્યો:

આ પણ વાંચો: ભાવનગર સહિત ગુજરાતના ભંગારીની ભાંગશે કમાણી ? વ્હીકલ સ્ક્રેપ યાર્ડની દેશના ભંગારી પર પડશે અસર ? જાણો

કર્મચારીઓને પગાર સમયસર કરવામાં આવશે - હાલમાં નવીન જેટિંગ મશીન, ખરકુવા મશીન, JCB, ડ્રેનેજ સફાઈને લગતા તમામ પ્રકારના સાધનો ખરીદવામાં આવશે. આ સાથે અહીં નાઈટ શેલ્ટર બનાવવું બનાવવાની વિચારણા ચાલી રહી છે સાથે તમામ વાહનોનું રેગ્યુલર મેન્ટેનન્સ, કાળજી અને કર્મચારીઓને પગાર પણ સમયસર ચૂકવી દેવામાં આવે છે તેવું જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.