ETV Bharat / city

ડોક્ટર કહ્યું બચી શકશે નહિ, પત્નીની સલાહથી આજે ખુશી ખુશી 9માં વર્ષની સફરે

author img

By

Published : Aug 31, 2022, 5:11 PM IST

વડોદારામાં એક વેપારીએ પત્નીની સલાહથી નવું જીવન મળ્યું છે. આ વેપારી અતિ ગંભીર બિમારીમાંથી પસાર થઈ રહ્યા હતા. ડોક્ટર કહ્યું કે, તમારું 6 મહિનાનું આયુષ છે, હાલ 9 વર્ષ થઈ ગયા છે. Cancer diagnosis in Vadodara, fasting importance Alkapuri Jain Sangh, 51 fasting penance in Vadodara

ડોક્ટર કહ્યું બચી શકશે નહિ, પત્નીની સલાહથી આજે ખુશી ખુશી 9માં વર્ષની સફરે
ડોક્ટર કહ્યું બચી શકશે નહિ, પત્નીની સલાહથી આજે ખુશી ખુશી 9માં વર્ષની સફરે

વડોદરા ગુજરાતીમાં એક કહેવત છે કે જેને રામ રાખે તેને કોણ ચાખે. આ કહેવત વડોદરાના વૈષ્ણવ પરિવારમાં સાર્થક થઈ છે. સૌનું યોગક્ષેમ વહન કરનાર હજાર હાથ વાળો ઈશ્વર છે. જન્મ અને મરણ માણસના હાથની વાત નથી, જ્યાં સુધી ઈશ્વરની મહેરબાની છે, માણસ ગમે તેવી ઘાતમાંથી પણ ઉગરી જાય છે. એટલે જ મોટા મોટા ડોક્ટર પણ પોતાના કન્સલ્ટિંગ રૂમમાં એક બોર્ડ લગાવે છે I TREAT HE CURES મતલબ હું સારવાર આપું છું માણસને સાચો તો ઈશ્વર કરે છે.

ડોક્ટર કહ્યું બચી શકશે નહિ, પત્નીની સલાહથી આજે ખુશી ખુશી 9માં વર્ષની સફરે

51 ઉપવાસની કઠિન આરાધના વડોદરામાં ધર્મેશ નામના વ્યક્તિ ટેકનોલોજી સપ્લાયરનો વ્યવસાય કરી રહ્યા છે. તેઓએ અલકાપુરી જૈન સંઘમાં ચતુર્માસ બિરાજમાન ગણીવર્ય ભક્તિચંદ્રવિજય મહારાજ અને ઉપાધ્યાય પુંડરીકવિજય મહારાજની નિશ્રામાં આ વખતે 51 ઉપવાસની તપસ્યા કરી છે. તેઓ દ્વારા 11 જુલાઈએ ઉપવાસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 31 ઓગસ્ટ સંવત્સરીના દિવસે 51 ઉપવાસ પૂર્ણ થશે. તારીખ 1 સપ્ટેમ્બરે પાંચમા દિવસે પારણા થશે. જૈન પરંપરામાં ઉપવાસનો મતલબ સંપૂર્ણ ઉપવાસ હોય છે. માત્ર ઉકાળીને ઠંડુ કરેલું પાણી જ પીવાનું છૂટ હોય છે. ધર્મેશભાઈ કહે છે કે વર્ષ 2013માં મને મગજનું કેન્સર હોવાનું નિદાન થયું. કેન્સરની સારવારમાં લેવાતી દવાના (cancer diagnosis test) કારણે કિડની ખરાબ થઈ મારી કિડનીમાં પણ ચાર સ્ટેન્ડ મૂકવામાં આવ્યા છે.

વૈષ્ણવ પરિવારે 51 ઉપાસનાની કઠિન આરાધના
વૈષ્ણવ પરિવારે 51 ઉપાસનાની કઠિન આરાધના

આ પણ વાંચો વડોદરા અહીં મળશે પંચતત્વની ગણેશજીની મૂર્તિ, અશોક બાબા પરિવાર સંસ્થા બનાવે છે ખાસ મૂર્તિ

પત્નીનો સાથ વધુમાં જણાવ્યું હતું કે, મારું આયુષ્ય પૂરું થવાને આરે જ હતું અને મારા પત્ની ક્રિષ્નાએ મને ચતુર્માસમાં ઉપવાસની સલાહ આપી હતી. મેં એ સલાહોનો અમલ કર્યો અને વર્ષ 2014થી ઉપવાસ શરૂ કર્યા હતા. પ્રથમ વર્ષે મે ત્રણ ઉપવાસનો અઠ્ઠમ તપ કર્યું અને પછીના બે વર્ષ આઠ દિવસનો ઉપવાસની અઠ્ઠાઇ કરી, ચોથા વર્ષે 30 દિવસના ઉપવાસનો માસ ક્ષમણ કર્યું, પાંચમા અને છઠ્ઠા વર્ષે 44 ઉપવાસના સિદ્ધિ તપ કર્યા અને ગયા વર્ષે 48 ઉપવાસ કર્યા અને આ વર્ષે 51 ઉપવાસનું તપ કર્યું છે.

આ પણ વાંચો માનસિક અસ્થિર યુવાન માટે ડોક્ટરો બન્યા દેવદૂત, પેટમાંથી કાઢી લાકડાની સળીઓ અને 2 મહેંદીના કોન

તપ દ્વારા કર્મનો નાશ અલકાપુરી જૈન સંઘ ચાતુર્માસ નેમિસુરી સમુદાયના પુંડરિકવિજય મહારાજ તેમજ ગણીવર્ય ભક્તિચંદ્રવિજય મહારાજની નિશ્રામાં ધર્મેશ દોશીએ 51 ઉપવાસ કરેલા છે. જૈન ધર્મમાં ઉપવાસના મહત્વ અંગે સમજાવતા જણાવ્યું હતું કે, જે ઇન્દ્રીઓની સામે વિજય મેળવે છે તેમજ તપ કરી શકે છે. તપ કરવાથી કર્મનો નાશ થાય છે. તપ કરવાથી નિજરા થાય છે. નિકાચિત કર્મને તોડવાની તાકાત હોય તો તે તપ ધર્મમાં છે. Cancer diagnosis in Vadodara, fasting importance Alkapuri Jain Sangh, Chaturmas Fasting 2022, cancer diagnosis report, 51 fasting penance in Vadodara,Vaishnava family arduous worship of 51 worship

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.