વડોદરામાં વિદેશ પ્રધાન જયશંકરે 60 વિદેશી રાજદૂતો સાથે ગરબાનો માણ્યો આનંદ

author img

By

Published : Oct 2, 2022, 11:20 AM IST

Updated : Oct 2, 2022, 12:00 PM IST

વડોદરામાં વિદેશ પ્રધાન જયશંકરે 60 વિદેશી રાજદૂતો સાથે  ગરબાનો માણ્યો આનંદ

વિદેશ પ્રધાન એસ જયશંકર (External Affairs Minister Jaishankar enjoyed Garba) અને તેમના ધર્મપત્ની કયોકો જયશંકરે માં અંબાની આરતી કરીને ધન્યતા અનુભવી હતી અને ત્યારબાદ વિદેશપ્રધાન હાજર ખેલૈયાઓને મળ્યા હતા. કેમ છો ? કહીને તેમણે ખેલૈયાઓના સહજ ભાવે ખબર-અંતર પૂછયા હતા. આ દરમિયાન ખેલૈયાઓએ વિદેશ પ્રધાન સાથે સેલ્ફી (players took a selfie with Foreign minister) લીધી હતી.

વડોદરા : ગુજરાતના મહેમાન બનેલા વિદેશ પ્રધાન એસ. જયશંકરે (External Affairs Minister Jaishankar enjoyed GarbaForeign Minister Dr. S. Jaishankar) 60 વિદેશી રાજદૂતો (60 foreign ambassadors enjoyed Navratri) સાથે વડોદરાના સુવિખ્યાત યુનાઈટેડ વે (United Way Vadodara) ખાતે નવરાત્રીની મજા માણી હતી. તેઓ આ ગરબા મહોત્સવમાં ભાતીગળ ભરતકામ કરેલી કોટી પહેરીને ખેલૈયાઓ સાથે ફોટા પણ પડાવ્યા હતા.

વડોદરામાં વિદેશ પ્રધાન જયશંકરે 60 વિદેશી રાજદૂતો સાથે ગરબાનો માણ્યો આનંદ

વિદેશ પ્રધાન જયશંકરે 60 વિદેશી રાજદૂતોએ નવરાત્રીની મજા માણી : શક્તિ, ઉપાસના અને ઉત્સાહના પર્વ અને વિશ્વના સૌથી લાંબા સાંસ્કૃતિક નૃત્ય મહોત્સવની વડોદરા શહેરમાં ચાલી રહેલી ઉજવણીને માણવા માટે આવેલા વિવિધ દેશના 60 જેટલા રાજદૂતો અને વિદેશ પ્રધાન ડો. સુબ્રમણ્યમ જયશંકર થનગનતા ખેલૈયાઓના પ્રચંડ ઉત્સાહ અને એકલયથી અભિભૂત થયા હતા. હિલોળે ચડેલા ખેલૈયાઓના થનગનાટને જોઈને પ્રભાવિત થયેલા રાજદૂતો ગરબા ગ્રાઉન્ડમાં માતાજીના મંદિરના પ્રાંગણમાં ગરબા રમવા લાગ્યા હતા. સાથે જ તેમણે જગ વિખ્યાત ગરબા મહોત્સવને કાયમી સંભારણું બનાવવા મોબાઈલના કેમેરામાં કેદ કરવાનો પ્રયત્ન કર્યો હતો.

વિદેશ પ્રધાન અને રાજદૂતો થયા મંત્રમુગ્ધ : વડોદરાની વિરાસતથી વાકેફ થયેલા વિદેશી રાજદૂતો યુનાઈટેડ વે ઓફ બરોડાની જટિલ ગરબા વ્યવસ્થાપનને જોઈને દંગ રહી ગયા હતા. ઉત્સાહ, ઉમંગ, આરાધના અને ઉર્જાના પર્વ એવા નવરાત્રીમાં ખેલૈયાઓ સુપ્રસિદ્ધ ગાયક અતુલ પુરોહિતના સૂરે મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા. ખેલૈયાઓના જોરદાર ઉત્સાહ, તાલ અને થનગનાટે રાજદૂતો અને વિદેશ પ્રધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા. ગરબા ગ્રાઉન્ડ પર એકસાથે અધધ..સંખ્યામાં ખેલૈયાઓને ગરબા રમતા જોઈને કુતૂહલવશ બનેલા રાજદૂતો અહોભાવ વ્યક્ત કર્યો હતો. વિદેશ પ્રધાન એસ. જયશંકર અને તેમના ધર્મપત્ની કયોકોએ માં અંબાની આરતી કરી હતી અને ત્યારબાદ વિદેશ પ્રધાન હાજર ખેલૈયાઓને મળ્યા હતા. છઠ્ઠા નોરતે શહેરના સૌથી મોટા ગરબા ગ્રાઉન્ડ ખાતે રંગબેરંગી કેડિયાં-ધોતિયાં અને ચણિયાચોળી પહેરીને આવેલાં યુવક-યુવતીઓ મન ભરીને ગરબે ઘૂમ્યા હતા. ખેલૈયાનો જુસ્સો અને મહેમાન બનેલા રાજદૂતો કુતૂહલ સહ આશ્ચર્યએ આ ગરબા મહોત્સવમાં અદભુત અને અદ્વિતીય દૃશ્યો સર્જ્યા હતા.

વડોદરામાં સાંસ્કૃતિક અને ઐતિહાસિક ઘટના પહેલીવાર બની : વડોદરાના ગરબા વિશ્વ પ્રસિદ્ધ છે અને વિદેશી મહેમાનોએ મંત્રમુગ્ધ થઈને વડોદરાના ગરબા નિહાળ્યા હોય એવું લગભગ પ્રત્યેક નવરાત્રિમાં બને છે. જો કે એક સાથે વિવિધ દેશોના 60 થી વધુ રાજદૂતો ગરબા નિહાળ્યા હોય એવી સાંસ્કૃતિક અને ઐતિહાસિક ઘટના પહેલીવાર બની હતી. વિદેશી ડેલીગેશન સાથે કાયદાપ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી, રાજ્યપ્રધાન જગદીશભાઇ વિશ્વકર્મા અને મનિષાબેન વકીલ, સાંસદ રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય સર્વશ્રી યોગેશભાઇ પટેલ, જીતુભાઇ સુખડિયા, સીમાબેન મોહિલે, મેયર કેયુરભાઇ રોકડિયા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ, કલેક્ટર અતુલ ગોર, મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલ સહિતના મહાનુભાવો પણ જોડાયા હતા.

Last Updated :Oct 2, 2022, 12:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.