ETV Bharat / city

ગુજસીટોક ધારા હેઠળ ઝડપાયેલા ખજૂરીયા ગેંગના આરોપીઓને વધુ પાંચ દિવસના રિમાન્ડ

author img

By

Published : Nov 16, 2021, 12:19 PM IST

Latest news of Vadodara
Latest news of Vadodara

ગુજસીટોક ધારા (Gujctoc Act) હેઠળ ધરપકડ કરાયેલા ખજૂરીયા ગેંગના (Khajuria gang) ત્રણ આરોપીના 15 નવેમ્બર 11 વાગ્યા સુધી 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં હોવાથી સોમવારે દાહોદ પોલીસ એમને લઇને 10 વાગ્યે કોર્ટમાં આવી પહોંચી હતી. કોર્ટ દ્વારા ખજૂરીયા ગેંગના 15 નવેમ્બર 11 વાગ્યા સુધી 7 દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતા. જેમાં સોમવારે વધુ 5 દિવસના રિમાન્ડ (Five days remand) મંજુર કરવામાં આવ્યા છે.

  • રાજ્યમાં ધાડપાડુંઓ સામે ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધાવાની પ્રથમ ઘટના બની
  • આરોપીઓને વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવતા નામદાર કોર્ટે વધુ 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા
  • આ જ ટોળકીના આગાઉ 7 દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતા

વડોદરા: ગુજસીટોક ધારા (Gujctoc Act) હેઠળ ધરપકડ કરાયેલા ખજૂરીયા ગેંગના (Khajuria gang) ત્રણ આરોપીના 15 નવેમ્બર 11 વાગ્યા સુધી 7 દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં હોવાથી સોમવારે દાહોદ પોલીસ એમને લઇને 10 વાગ્યે કોર્ટમાં આવી પહોંચી હતી. દાહોદ પોલીસે ખજૂરીયા ગામના ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા. ધાડ અને લૂંટના ગુનામાં સંડોવાયેલા ત્રણ આરોપી વિરુદ્ધ ગુજસીટોક ધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં કોર્ટ દ્વારા ખજૂરીયા ગેંગના 15 નવેમ્બર 11 વાગ્યા સુધી 7 દિવસના રિમાન્ડ મંજુર કરાયા હતા. જેમાં સોમવારે વધુ 5 દિવસના રિમાન્ડ (Five days remand) મંજુર કરવામાં આવ્યા છે.

ગુજસીટોક ધારા હેઠળ ધરપકડ કરાયેલા ખજૂરીયા ગેંગના આરોપીઓને પાંચ દિવસના રિમાન્ડ

આ પણ વાંચો: કડકડતી ઠંડીમાં શરદી સહિતના રોગોથી બચાવતા ડો. માધવી પટેલના ઘરગથ્થુ ઉપાયો

રિમાન્ડ પુરા થતા વધુ રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરાયા હતા

આ સાત દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસને ખજૂરીયા ગેંગના (Khajuria gang) વધુ એક આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. ત્યારે સોમવારે દાહોદ પોલીસ એમને લઇને 10 વાગ્યે કોર્ટમાં આવી પહોંચી હતી. DySP ડો. કાનન દેસાઈએ જણાવ્યું હતું કે, દાહોદ જિલ્લાના પીપલોદ પોલીસ સ્ટેશનમાં દોઢ વર્ષ અગાઉ 31 લાખની ધાડ દાખલ થઈ હતી. તેમાં 11 આરોપીઓ ફરાર હતા. તેમાં 5 આરોપી રાજ્યના 14 જિલ્લામાં 35 જેટલા ગુનાઓમાં તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ હતી.

આ પણ વાંચો: યુપીને મોટી ભેટ : વડાપ્રધાન મોદી પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનું કરશે ઉદ્ઘાટન

આ ગેંગ સિન્ડિકેટ બનાવી ચોરીને અંજામ આપતા હતા

ગુજરાતના નવો કાયદા ગુજસીટોક (Gujctoc Act) હેઠળ તેમનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. તેમાંના 5 આરોપી પૈકી હાલ 3 આરોપી રિમાન્ડ પર છે. આરોપી સરકારી વાહનો જેમ કે બસ જેવા વાહનોમાં એક સ્થળથી બીજા સ્થળે અવરજવર કરતા હતા તેમજ આ ગેંગ સિન્ડિકેટ બનાવી ચોરીને અંજામ આપતા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.