સુરતના લાજપોર જેલમાં પોલીસે 3 હજાર કેદીઓને શું ભેટ આપી? જુઓ....

author img

By

Published : Dec 8, 2020, 5:34 PM IST

સુરતના લાજપોર જેલમાં પોલીસે 3 હજાર કેદીઓને શું ભેટ આપી? જુઓ....

કોરોના મહામારીમાં સુરતમાં લાજપોર જેલના 3 હજાર કેદીને જમવા માટે અનોખી ભેટ આપવામાં આવી છે. અહીંના કેદીઓને થ્રી-સ્ટાર હોટેલમાં વપરાતા રોટી મેકર મશીન આપવામાં આવ્યું છે. આથી તેઓ સારી ગુણવત્તા વાળું જમી શકે.

  • લાજપોર જેલમાં કેદીઓને આપવામાં આવ્યું રોટી મેકર
  • જેલમાં 40 હજાર જેટલી રોટલીઓ બનાવવામાં આવે છે
  • કેદીઓને સુધારવા માટે સુરત પોલીસની અનોખી પહેલ

સુરતઃ એશિયાની સૌથી હાઈટેક લાજપોર જેલમાં 3 હજાર કેદી છે. કોરોના મહામારીમાં કેદીઓને ઘરનું જમવાનું ટિફિન બંધ થઈ ગયું હતું, જેને લઈ કેદીઓએ ભારી મુશ્કેલી વેઠવી પડી હતી. કેદીઓના માનવ અને મૌલિક અધિકારને ધ્યાનમાં લઈ જેલ સત્તાધીશોએ લોક ફાળે જેલમાં જ સારી ગુણવત્તાવાળું જમવાનું મળી રહે તે માટે જ ખાસ જેલમાં જ લોટ દળવાની ઘંટી સાથે રોટી મેકર મશીન મૂકવામાં આવ્યું છે. પેહલા જે ભોજન બનાવા માટે કલાકો લાગતા હતા તે હવે માત્ર ગણતરીની મિનિટોમાં જ ભોજન તૈયાર થઈ જાય છે. રોજ 3 હજાર કેદી માટે આશરે સવાર સાંજ મળી 40 હજાર જેટલી રોટલીઓ બનાવામાં આવે છે.

સુરતના લાજપોર જેલમાં પોલીસે 3 હજાર કેદીઓને શું ભેટ આપી? જુઓ....
સુરતના લાજપોર જેલમાં પોલીસે 3 હજાર કેદીઓને શું ભેટ આપી? જુઓ....
કેદીઓને 2 જાતના શાક, રોટલી, ખીચડી અને કઢી પીરસવામાં આવે છેજેલ અધિકારીઓ અને ભોજન બનાવનાર કેદીઓ માટે મશીન ન હતું. તે પહેલા રોજ અન્નનો બગાડ થતો હતો. મશીન આવ્યા બાદ હવે કેદીને પૂરી માત્રામાં જમવાનું મળી રહે છે અને રોટી અને ભોજનની ગુણવત્તા સારી હોવાથી લોકો બગાડ પણ નથી કરતા. ખાસ જેલ સત્તાધીશો દ્વારા એક મેનુ તૈયાર કરી દેવામાં આવ્યું છે, જેમાં રોજ કેદીઓને 2 જાતના શાક, રોટલી, ખીચડી અને કઢી પીરસવામાં આવે છે.
સુરતના લાજપોર જેલમાં પોલીસે 3 હજાર કેદીઓને શું ભેટ આપી? જુઓ....
સુરતના લાજપોર જેલમાં પોલીસે 3 હજાર કેદીઓને શું ભેટ આપી? જુઓ....

પોલીસની અલગ છાપ અને ગુનેગારોને સુધારવા એક અનોખી પહેલ

જેલ સત્તાધીશ માટે કેદીઓને સારી ગુણવત્તાનું જમવાનું આપવા સાથે તેઓને તેમના મગજમાં ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહેવા અને હવે પછી ગુનો નહીં કરવો તે અંગે પણ જેલમાં સંદેશો આપવામાં આવે છે. જેલની અંદર તેઓના પેટમાં સારું જમવા સાથે મગજમાં હકારાત્મક વિચારો પણ પીરસવામાં આવે છે. જેલ સત્તાધીશોએ પોલીસની અલગ છાપ અને ગુનેગારોને સુધારવા એક અનોખી પહેલ કરી છે.

સુરતના લાજપોર જેલમાં પોલીસે કેદીઓને આપી ભેટ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.