ETV Bharat / city

ડુમસ દરિયા કિનારે મોટી સંખ્યામાં લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ

author img

By

Published : Jul 5, 2021, 10:26 AM IST

ડુમસ દરિયા કિનારે
ડુમસ દરિયા કિનારે

સુરતમાં આજથી ડુમસ દરિયાકિનારાને SMC અને શહેર પોલીસ વિભાગ દ્વારા આજથી સવારે 7 થી સાંજે 7 વાગેની પરમિશન આપવામાં આવી છે. સુરત શહેર પોલીસ દ્વારા ડુમસનો દરિયાકિનારો સહેલાણીઓ માટે ખોલી દેવામાં આવ્યો છે. ત્યારે ડુમસ દરિયા કિનારે મોટી સંખ્યામાં લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ અને માસ્ક વગર જોવા મળ્યા હતા.

  • ડુમસની પરમિશન મળતા જ સુરતીઓ કોરોના ભૂલ્યા
  • ડુમસનો દરિયાકિનારો સેહલાણીઓ માટે ખોલી દેવામાં આવ્યો
  • ડુમસના દરિયાકિનારાનો નજારો કંઈક અલગ જ જોવા મળ્યો

સુરત: હવેથી શનિ અને રવિવારે પણ ડુમસનો દરિયાકિનારો સેહલાણીઓ માટે ખુલ્લું મૂકી દેવામાં આવ્યો છે. ગઈકાલે સાંજે સુરત મહાનગરપાલિકા અને સુરત શહેર પોલીસ દ્વારા ડુમસનો દરિયાકિનારો સેહલાણીઓ માટે ખોલી દેવામાં આવ્યો છે, પરંતુ આની માટે પણ સમય આપવામાં આવ્યો છે. સવારે 7 વાગ્યેથી સાંજે 7 વાગ્યે સુધી સેહલાણીઓ આવી શકશે, પરંતુ આજે ડુમસના દરિયાકિનારાનો નજારો કંઈક અલગ જ જોવા મળ્યો છે. સુરતીઓને ડુમસના દરિયાકિનારે હરવા ફરવા માટે પરમિશન મળી ગઈ છે. સુરતીલાલાઓ કોના ભૂલ્યા છે તેમ જોવામાં આવી રહ્યું છે.

દરિયાકિનારે મોટી સંખ્યામાં સુરતીઓ જોવા મળ્યા

સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ વિભાગ દ્વારા ડુમસ દરિયાકિનારો સેહલાણીઓ માટે ખોલી દેવામાં આવ્યો છે. ત્યારે આજે મોટી સંખ્યામાં સુરતીઓ દરિયાકિનારે હરવા ફરવા માટે નીકળ્યા છે. આટલી મોટી સંખ્યામાં ભીડ જોઈને એવું લાગી રહ્યું છે કે, ગઈકાલે WHO દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોને ચેતવણી આપવામાં આવી કે, કોરોનાની બીજી લહેરમાં જે ભૂલો કરી છે. એ ભૂલ કોરોનાની ત્રીજી લહેરમાં ન કરતા, પરંતુ આટલી મોટી સંખ્યામાં દરિયામાં લહેરો હોવાના કારણે લોકો ત્રીજી લહેરને આમંત્રણ આપી રહ્યા હોય એમ લાગી રહ્યું છે.

આ પણ વાંચો: Third Wave of Corona - કોરોનાની ત્રીજી લહેરમાં કોરોના વેરિયન્ટ સુરતમાં જ જાણી શકાશે

ડુમસના દરિયાકિનારે સોશિયલ ડિસ્ટન્સ તથા માસ્ક વગરના લોકો જોવા મળ્યા

સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ વિભાગ દ્વારા ડુમસ દરિયાકિનારો સેહલાણીઓ માટે ખોલી દેવામાં આવ્યો છે. ત્યારે આજે મોટી સંખ્યામાં સુરતીઓ દરિયાકિનારે હરવા ફરવા માટે નીકળ્યા છે, પરંતુ સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ વિભાગ દ્વારા ડુમસ દરિયાકિનારો સેહલાણીઓ માટે ખોલી દેવામાં આવ્યો છે. ત્યારે ડુમસ દરિયાકિનારે મોટી સંખ્યામાં લોકો દ્વારા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ અને માસ્ક વગર જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: રાજ્ય સરકારે હાઈકોર્ટમાં કોરોનાની ત્રીજી લહેરની તૈયારીઓ અંગેનું સોગંદનામું રજૂ કર્યું

ખાણીપીણીની લારીઓ પર પણ સોશિયલ ડિસ્ટન્સનો અભાવ

સુરતના ડુમસ દરિયાકિનારે સુરત મહાનગરપાલિકા અને પોલીસ વિભાગ દ્વારા સહેલાણીઓ માટે ખુલ્લુ કરી દેવામાં આવ્યું છે, ત્યારે આજરોજ મોટી સંખ્યામાં સહેલાણીઓ ડુમસ દરિયાકાંઠે ઉમટ્યા હતા. ડુમસના દરિયા કાંઠે આવેલી ખાણીપીણીની લારીઓ પર પણ સહેલાણીઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. તેથી સુરતીઓ કોરોનાની ત્રીજી લહેરને સંકેત આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.