ETV Bharat / city

રેશનિંગ દુકાનમાં Plastic rice આવતા હોવાનો વેલાવી ગામના લોકોએ કર્યો આક્ષેપ

author img

By

Published : Jul 1, 2021, 8:56 PM IST

રેશનિંગ દુકાનમાં Plastic rice આવતા હોવાનો વેલાવી ગામના લોકોએ કર્યો આક્ષેપ
રેશનિંગ દુકાનમાં Plastic rice આવતા હોવાનો વેલાવી ગામના લોકોએ કર્યો આક્ષેપ

માંગરોળ વિસ્તારમાં સરકાર દ્વારા અપાતા સસ્તા અનાજમાં સ્થાનિકો દ્વારા ભેળસેળ થતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો. સ્થાનિકો દ્વારા ચોખાની બોરીમાં પ્લાસ્ટિકના ચોખા (Plastic rice) આવતા હોવાની જાણ માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરીને (Mandvi MLA Anand Chaudhary) થતાં તેઓ તાત્કાલિક ગામમાં પહોંચી હતાં અને સ્થાનિક આગેવાનોને મળ્યાં હતાં.

  • માંગરોળના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો
  • સસ્તા અનાજની દુકાનમાં મળતા ચોખામાં ભેળસેળનો થતો હોવાનો આક્ષેપ
  • સ્થાનિકો દ્વારા ચોખાની બોરીમાંથી પ્લાસ્ટિકના ચોખા (Plastic rice) નીકળ્યાનો દાવો

    સુરતઃ જિલ્લાના માંગરોળના વેલાવી ગામના રહીશો દ્વારા આજે સસ્તા અનાજની દુકાનમાં મળતા ચોખામાં ભેળસેળ થતી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું કે સસ્તા અનાજની દુકાન પરથી મળતા ચોખામાં પ્લાસ્ટિકના ચોખા (Plastic rice) મળી રહ્યાં છે. 5 કિલો ચોખામાં એક કિલો જેટલા પ્લાસ્ટિકના ચોખા નીકળતા હોવાનું જણાવ્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે જ્યારે પણ ચોખા પાણીમાં નાખીએ ત્યારે નેચરલ ચોખા પાણીમાં ડૂબી જાય છે અને આ પ્લાસ્ટિકના ચોખા ઉપર જ તરે છે અને રંધાતા પણ નથી. આ ચોખા જ્યારે આરોગીએ ત્યારે કઈ સ્વાદ કે ચવાતા નથી.
    સરકાર દ્વારા અપાતા સસ્તા અનાજમાં સ્થાનિકો દ્વારા ભેળસેળ થતી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો

આ પણ વાંચોઃ રાજીનામું પાછુ ખેંચવા માટે માંગરોળમાં મહિલા શિક્ષિકા પાસે માંગવામાં આવ્યા 4 લાખ

ચોખામાં ભેળસેળ થયાની ફરિયાદ સ્થાનિકો દ્વારા માંડવી ધારાસભ્યને કરવામાં આવી
સ્થાનિકો દ્વારા સસ્તા અનાજની દુકાન પરથી મળતા ચોખામાં ભેળસેળ થતી હોવાની ફરિયાદ માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરીને (Mandvi MLA Anand Chaudhary) કરવામાં આવતા ધારાસભ્ય આનંદ ચૌધરી વેલાવી પહોંચી ગયાં હતાં. તેમણે કુદરતી ચોખા અને ભેળસેળવાળા ચોખા પાણીમાં નાખી તેમજ ચોખાનો ટેસ્ટ કરી સ્થાનિકો પાસે વધુ માહિતી મેળવી હતી.

સરકાર દ્વારા આપવામાં આવતું અનાજ ઢોરને પણ ખાવાલાયક નથી
સ્થાનિકો દ્વારા સસ્તા અનાજની દુકાન પર મળતા અનાજમાં ભેળસેળનો દાવો કરતા વેલાવી પહોંચી ગયેલા માંડવીના ધારાસભ્ય આનંદ ચૌધરીએ (Mandvi MLA Anand Chaudhary) સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતાં. તેમણે સરકાર પર આક્ષેપ કર્યો હતો કે હાલ જે સસ્તા અનાજની દુકાનો પર જે અનાજ મળી રહ્યું છે માણસ તો શું માલઢોર પણ ન ખાય તેવું છે.સરકાર જાણી જોઈ આદિવાસીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહી છે. આગામી દિવસોમાં આ ભેળસેળવાળું અનાજ લઈ કલેકટર કચેરી જઈ કલેક્ટર અને રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવશે.

આ પણ વાંચોઃ LCB ટીમે ચોરી કરી ભેંસો વેચતી ગેંગનેનો પર્દાફાસ કર્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.