ETV Bharat / city

એક જ પિલર પર ઉભેલી 200 વર્ષ જૂની મસ્જિદમાં વોટર હાર્વેસ્ટિંગ માટે છે 25 ફૂટ ઊંડી પાણીની ટાંકી

author img

By

Published : Aug 12, 2021, 3:36 PM IST

કોઈ શિક્ષિત આર્કિટેક્ચર વગર સ્થાપત્ય કલાનો ઉત્તમ નમૂનો સુરતની કુવતે ઇસ્લામ મસ્જિદ છે. અંદાજે 200 વર્ષ જૂની આ મસ્જિદ અજાયબીથી ઓછી નથી. કારણ કે, મસ્જિદ ફક્ત એક જ પિલર પર ઉભી છે. મસ્જિદની અંદર લોકોને એ સમયે ઠંડક મળી રહે તે હેતુથી 25 ફૂટ ઊંડી પાણીની ટાંકી બનાવી છે. વોટર હાર્વેસ્ટિંગ માટે આ સુવિધા તે વખતે વિચારમાં હતી.

200 વર્ષ જૂની મસ્જિદમાં વોટર હાર્વેસ્ટિંગ માટે છે 25 ફૂટ ઊંડી પાણીની ટાંકી
200 વર્ષ જૂની મસ્જિદમાં વોટર હાર્વેસ્ટિંગ માટે છે 25 ફૂટ ઊંડી પાણીની ટાંકી

  • અંદાજે 200 વર્ષ જૂની આ મસ્જિદ અજાયબીથી ઓછી નથી
  • આ મસ્જિદ ફક્ત એક જ પિલર પર ઉભી છેટ
  • મસ્જિદ ફક્ત રૂપિયા 1,18,000માં બની હતી

સુરત: રાંદેર વિસ્તાર ખાતે આવેલી કુવતે ઇસ્લામ મસ્જિદ ઐતિહાસિક ધરોહર છે. આમ તો સુરતમાં ઘણી બધી ઐતિહાસિક ઇમારતો આવેલી છે, પરંતુ તાપી નદી નજીક આવેલી મસ્જિદ કોઈ અજાયબીથી ઓછી નથી. જાણીને આશ્ચર્ય થશે કે, આ મસ્જિદ અંદાજે 200 વર્ષ જૂની છે અને તેમાં પણ સૌથી અગત્યની વાત આ છે કે, આ મસ્જિદ ફક્ત એક જ પિલર પર ઉભી છે.

200 વર્ષ જૂની મસ્જિદમાં વોટર હાર્વેસ્ટિંગ માટે છે 25 ફૂટ ઊંડી પાણીની ટાંકી

આ પણ વાંચો- ભાવનગર મનપાની "પાણી બચાવો" માટે Water Harvesting ની અદભુત કામગીરી, 12 સ્થળોએ તળમાં પાણી ઉતારવાની કામગીરી

મુગલો સુરત આવ્યા, ત્યારે આ મસ્જિદ બંધાઈ હતી

એવું કહેવાય છે કે, જ્યારે મુગલો સુરત આવ્યા, ત્યારે આ મસ્જિદ બંધાઈ હતી. કોઈપણ આર્કિટેક્ટની મદદ લીધા વિના મસ્જિદનું નિર્માણ કરાયું છે. ઘણા આર્કિટેકચરના વિદ્યાર્થીઓ અને નિષ્ણાંતો માટે એ આશ્ચર્ય છે. આ જ કારણ છે કે, તેમની ઘણી ટીમ પણ અહીં આવી ચૂકી છે અને તમામ લોકો મસ્જિદની કોતરણી અને સ્ટ્રક્ચરથી પ્રભાવિત થઈને જાય છે.

200 વર્ષ જૂની મસ્જિદમાં વોટર હાર્વેસ્ટિંગ માટે છે 25 ફૂટ ઊંડી પાણીની ટાંકી
200 વર્ષ જૂની મસ્જિદમાં વોટર હાર્વેસ્ટિંગ માટે છે 25 ફૂટ ઊંડી પાણીની ટાંકી

સ્થાપત્ય કલાનો નમૂનો આ મસ્જિદ છે

મસ્જિદની સૌથી મોટી ખાસિયત તેનો એક પિલર છે, જેની પર બે માળ છે. પિલર સુધી પહોંચવા માટે દાદરથી નીચે જવાય છે. ત્રણ વ્યક્તિઓ હાથ પહોળા કરીને પકડીને ઉભા રહે તેટલી પહોળાઈનો એક પિલર થાય છે. આ એક જ પિલર એવો છે, જેના પર આખી બે માળની મસ્જિદ ઉભી છે. પિલરની બાજુમાં ચાર કમાન પર આખી મસ્જિદ સપોર્ટ પર છે. જે સ્થાપત્ય કલાનો નમૂનો આ મસ્જિદ છે. 80×65 ચોરસ મીટર વિસ્તારમાં વિસ્તરેલી છે. પિલરની ઉપરના માળ પર જમાતખાનું છે, જ્યાં નમાઝ અદા થાય છે.

રોજના 300થી 400 જેટલા નમાજી આવે છે

રિટાયર્ડ પ્રિન્સિપાલ અને મસ્જિદના પૂર્વ ટ્રસ્ટી એમ.એસ મિચલાએ જણાવ્યું હતું કે, અંડરગ્રાઉન્ડમાં આવેલો એક પિલર અને ત્યાં જ વોટર હાર્વેસ્ટિંગ માટે બનાવવામાં આવેલી વિશાળ પાણીનો ટાંકો તે સમયના કારીગરોની સૂઝબૂઝ દર્શાવે છે. જ્યાં આજે પણ મીઠું પાણી મળી રહે છે. જેનાથી અહીં આવતા નમાજીઓ નમાઝ પઢતા પહેલા હાથ પગ ધોવે છે. મસ્જિદ ફક્ત રૂપિયા 1,18,000માં બની હતી. આજે અહીં રોજના 300થી 400 જેટલા નમાઝી આવે છે. સુથાર કડીયાને 3 પૈસા રોજના આપીને કામ કરાયું હતું. મસ્જિદ પર કારીગરી ઐતિહાસિક અને પૌરાણિક છે.

200 વર્ષ જૂની મસ્જિદમાં વોટર હાર્વેસ્ટિંગ માટે છે 25 ફૂટ ઊંડી પાણીની ટાંકી
200 વર્ષ જૂની મસ્જિદમાં વોટર હાર્વેસ્ટિંગ માટે છે 25 ફૂટ ઊંડી પાણીની ટાંકી

આ પણ વાંચો- Rain Water Harvesting - જાણો કઈ રીતે જામનગરમાં કરાઈ રહ્યો છે વરસાદી પાણીનો સંગ્રહ

મસ્જિદની અંદર જ 25 ફૂટ ઊંડી પાણીની ટાંકી

આ મસ્જિદના મિનારા જમીન લેવલથી ઊંચા છે. લોકવાયકા પ્રમાણે રાંદેરના બાવા મિયા નામના વ્યક્તિએ આ મસ્જિદનું બાંધકામ કરાવ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, 1 પિલર ઉપરાંત આ મસ્જિદની બીજી ખાસિયત છે કે, તે વખતે પંખા અને ફાયર સેફ્ટીની સુવિધા થતી નહોતી. આ બન્ને બાબતોને ધ્યાનમાં રાખીને મસ્જિદની અંદર જ 25 ફૂટ ઊંડી પાણીની ટાંકી બનાવવામાં આવી હતી. જેથી મસ્જિદની અંદર ઠંડક પણ રહે અને વોટર હાર્વેસ્ટિંગ કરી શકાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.