ETV Bharat / city

1500 કરોડ રૂપિયા GST રિફંડ માટે સુરતની ત્રણ મોટી ડાયમંડ કંપની અને ચેમ્બર હાઇકોર્ટના શરણે

author img

By

Published : Oct 27, 2020, 3:13 PM IST

1500 કરોડ રૂપિયા GST રીફંડ માટે સુરતની ત્રણ મોટી ડાયમંડ કંપની અને ચેમ્બર હાઇકોર્ટના શરણે
1500 કરોડ રૂપિયા GST રીફંડ માટે સુરતની ત્રણ મોટી ડાયમંડ કંપની અને ચેમ્બર હાઇકોર્ટના શરણે

હીરા ઉદ્યોગના 1500 કરોડ રૂપિયા GST રિફંડ મેળવવા માટે સુરતની ત્રણ મોટી ડાયમંડ કંપની અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા હાઇકોર્ટમાં રિટ દાખલ કરવામાં આવી છે. હીરા ઉદ્યોગનું માનવું છે કે, વૈશ્વિક લેવલ ઉપર ડાયમંડ ઇન્ડસ્ટ્રી અને ખાસ કરીને ડાયમંડ જ્વેલરી, પોલિશ્ડ ડાયમંડની ડિમાન્ડ વધી રહી છે અને આવા સમયે ફસાયેલી રકમ મળી રહે તો ચોક્કસ ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીને આર્થિક રીતે ખૂબ મોટો બેનિફિટ મળશે.

  • ઈમ્પોર્ટ પર 3 ટકા, લેબર ચાર્જ 5 ટકા, સર્ટિફિકેશન 18 ટકા, બેન્ક ચાર્જ 18 ટકા
  • લેબર ચાર્જને 5 ટકામાંથી 1.5 ટકા કરવા માગણી
  • 1500 કરોડ રૂપિયા GST રિફંડ જમા થયેલું છે

સુરત: ભારત સરકાર દ્વારા GST ઇમ્પ્લીમેન્ટ કરતાં જે તે સમયે ડાયમંડ ઇન્ડસ્ટ્રી ઉપર ઈમ્પોર્ટ ઉપર 3 ટકા, લેબર ચાર્જ 5 ટકા, સર્ટિફિકેશન પર 18 ટકા, બેન્ક ચાર્જ 18 ટકા આ બાબતે રજૂઆત કરતાં ઈમ્પોર્ટ ઉપર 0.25 ટકા સરકાર દ્વારા માન્યતા આપી દેવામાં આવી હતી. સીધી માન્યતા આપી દીધાં બાદ પણ ઈન્ડસ્ટ્રી સાથે લોકો કામ કરે છે અને એમના GSTની અંદર રકમ જમા થવા સામે સેટઅપ થતો નહોતો અને લેબરની અંદર પણ હીરા ઉદ્યોગની ડિમાન્ડ હતી કે, લેબર ચાર્જને 5 ટકામાંથી 1.5 ટકા કરવામાં આવે. આ બધા સમયગાળા દરમિયાન ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીના ઓછામાં ઓછા 1500 કરોડ રૂપિયા GST રિફંડ જમા થયેલું છે.

જીએસટીની માતબર રીફડ રકમ પાછી મળે તો ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીને આર્થિક રીતે ખૂબ મોટો બેનિફિટ મળશે
  • હાઇકોર્ટમાં રિટ કરવા ત્રણ કંપનીઓ આગળ આવી

હીરા ઉદ્યોગ દ્વારા અવાર-નવાર સરકારમાં પણ રજૂઆત કરવામાં આવી હતી. સરકારે આ બાબતે વિચારણા કરવા અંગે જણાવ્યું, પરંતુ કોઈ સિસ્ટમ બનાવવામાં આવી નથી, કે જમા પૈસા ઉદ્યોગોએ કઈ રીતે રિટર્ન આપવા. વધુ પડતાંં પૈસા જમા થતાં સ્થાનિક લેવલ ઉપર ત્રણ કંપનીઓ આગળ આવી અને હાઈ કોર્ટમાં રિટ કરવામાં ચેમ્બરે આગેવાની લીધી. જેમાં ખાસ કરીને ગ્લો સ્ટાર, આનંદ એક્સપોર્ટ, પ્રદીપ એન્ડ સંધી તેમ જ ચેમ્બર ઓફ કોમર્સના સહયોગથી રિટ હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે.

  • રિફંડ સરકારે તાત્કાલિક રિલીઝ કરવું જોઈએ

આ અંગે ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, પોઝિટિવ બાબતે કે પહેલી જ એપ્લિકેશન હાઇકોર્ટના સુપ્રીમ જજે સ્વીકારી લીધી અને 1500 કરોડની રિટ કોર્ટમાં દાખલ થઈ ગઈ. આ અગાઉ પણ એક કંપની માટેનું જજમેન્ટ છે. જેમાં પણ હાઇકોર્ટે જજમેન્ટ આપ્યું છે કે, આ પૈસા સરકારે તાત્કાલિક રિલીઝ કરવા જોઈએ, પરંતુ સમગ્ર ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને લાભ મળે એની માટે ચેમ્બરે ખૂબ જ સારો પ્રયાસ કર્યો છે અને એમાં એમને સફળતા મળી છે.

  • જો રીફંડ મળે તો ઉદ્યોગને કોવિડકાળમાં રાહત મળશે

આ અંગે ચેરમેન દિનેશ નાવડીયાએ જણાવ્યું હતું કે, કોવિડ-19ની આ પરિસ્થિતિના કારણે ઉદ્યોગમાં લિકવિડીટીનો મોટો પ્રશ્ન છે. આજની તારીખમાં પણ આપણે જે કઈ પોલિશ્ડ ડાયમન્ડ 95 ટકા એક્સપોર્ટ કરતાં હોઈએ છીંએ. પેમેન્ટ ખૂબ લેટ ચાલે છે. લિકવિડીટીનો પ્રોબ્લેમ છે. બેન્કમાં ફાઇનાન્સનો પ્રોબ્લેમ છે. 1500 કરોડની રકમ જ્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝની ફસાયેલી હોય અને આવા સમયે છૂટી થાય તો ચોક્કસ માનું છું કે, ડાયમંડ ઇન્ડસ્ટ્રી માટે લિકવિડીટી માટે ઝઝૂમી રહી છે, જેમાં ખૂબ મોટી રાહત થશે. વૈશ્વિક લેવલ ઉપર ડાયમંડ ઇન્ડસ્ટ્રી અને ખાસ કરીને ડાયમંડ જ્વેલરી, પોલિશ્ડ ડાયમંડની ડિમાન્ડ વધી રહી છે અને આવા સમયે ફસાયેલી રકમ મળી રહે તો ચોક્કસ ડાયમન્ડ ઇન્ડસ્ટ્રીના આર્થિક રીતે ખૂબ મોટો ફાયદો થશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.