ETV Bharat / city

સુરતની દીકરીએ અંડર-19 ચેમ્પિયનશિપ જીત મેળવી, ગુજરાતમાં પહેલા ક્રમે

author img

By

Published : Sep 1, 2021, 7:39 AM IST

સુરતમાં કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની ફિલ્ઝા ફાતેમા કાદરી નામની દીકરીએ અંડર-19 ગુજરાત સ્ટેટ ટેબલ ટેનીસ ટુર્નામેન્ટ ચેમ્પિયનશીપ જીતી મેળવી ગુજરાતમાં પ્રથમ સ્થાને આવી છે. આ ટૂર્નામેન્ટનું આયોજન ગત રવિવારે ગાંધીધામ ખાતે કરવામાં આવ્યું હતું.

surat
સુરતની દીકરીએ અંડર-19 ચેમ્પિયનશિપ જીત મેળવી, ગુજરાતમાં પેહલા ક્રમે

  • સુરતની દીકરી ટેબલ ટેનિસમાં ગુજરાતમાં પ્રથમ ક્રમે
  • અડર-19 સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ચેમ્પિયનશિપમાં જીત મેળવી
  • 10 આતંરરાષ્ટ્રીય મેચો પણ રમી ચૂકી છે ફાતિમા

સુરત: ગુજરાતના ગાંધીધામ ખાતે ગત રવિવારના રોજ ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટ ફક્ત એક જ દિવસ માટે રાખવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ગુજરાતના અલગ-અલગ શહેરોથી ઘણા બધા ખેલાડીઓએ ભાગ લીધો હતો. તેમાં સુરત શહેરની કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ફિલ્ઝા ફાતેમા કાદરી નામની દીકરીએ ભાગ લઇ અંડર-19 સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ચેમ્પિયનશિપમાં જીત મેળવી છે.ગુજરાતમાં પ્રથમ કર્મે આવી છે. ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ચેમ્પિયનશિપમાં વિજય મેળવ્યા બાદ ફિલ્ઝા ફાતેમા કાદરીના પરિવારમાં ખૂબ જ ખુશીની લહેર પસરી ગઈ હતી.

આ પેહલા પણ તેણે 35 સ્ટેટમાં રમી ચુકી છે

ગુજરાતના ગાંધીધામ ખાતે યોજાયેલી ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં સુરતની કોલેજના પ્રથમ વર્ષમા અભ્યાસ કરતી વિદ્યાર્થિની ફિલ્ઝા ફાતેમા કાદરીએ આ એક દિવસીય ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. ગુજરાત સ્ટેટે ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ ચેમ્પિયનશિપમાં જીત મેળવી હતી અને ગુજરાતમાં પેહલા કર્મે આવી છે.આ પહેલા પણ ફિલ્ઝા ફાતેમા કાદરીએ કુલ 35 સ્ટેટ ટેબલ ટેનિસ ટૂર્નામેન્ટ રમી ચૂકી છે. 2017માં ફિલ્ઝા ફાતેમા કાદરીએ ગર્લ સબ જુનિયર ચેમ્પિયનશિપમાં ભાગ લઈ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. ઉપરાંત 10 જેટલા નેશનલ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતદેશનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે.

સુરતની દીકરીએ અંડર-19 ચેમ્પિયનશિપ જીત મેળવી, ગુજરાતમાં પેહલા ક્રમે

આ પણ વાંચો : આજથી બદલાઈ રહ્યા છે રોજિંદા જીવન સાથે જોડાયેલા આ 8 નિયમો, જાણો તમને શું પડશે અસર

મને ઇન્ડિયાને રેપ્રેઝન્ટ કરવું છે

ફાતિમાં જણાવે છે કે," હાલ હું અંડર-19માં ગુજરાતમાં પેહલા ક્રમે છું.2017માં આણંદના સ્ટેટ રેન્કિંગમાં હું યંગસ્ટ ચેમ્પિયન બની હતી અને ગોવામાં બ્રોન્સ મેડલ જીતી હતી. નેશનલ ચેમ્પિયનશિપમાં મેડલ જીત્યો છે. અને હું ત્યારબાદ મસ્કત ઓમનમાં ઇન્ટરનેશનલ રમવા ગઈ હતી. ત્યાં મેં ઈન્ડિયાની રીપ્રેઝન્ટ કર્યું હતું.અને આગળ પણ મને ઇન્ડિયાને રેપ્રેઝન્ટ કરવું છે".

આ પણ વાંચો : મુખ્યપ્રધાન રૂપાણીની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક, વેક્સિનેશન, ત્રીજી લહેર અને પાક મુદ્દે થશે ચર્ચા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.