ETV Bharat / city

Surat Murder Case : પત્નીને ગોળીમારી આરોપી બિહાર ફરાર, સુરત પોલીસે બિહારથી ઝાલ્યો કાઠલો

author img

By

Published : May 14, 2022, 12:48 PM IST

Surat Murder Case : પત્નિને ગોળીમારી આરોપી બિહાર ફરાર, સુરત પોલીસે બિહારથી ઝાલ્યો કાઠલો
Surat Murder Case : પત્નિને ગોળીમારી આરોપી બિહાર ફરાર, સુરત પોલીસે બિહારથી ઝાલ્યો કાઠલો

સુરતના કતારગામમાં છોકરાને લઈને ઝગડો થતાં પતિએ પત્નીને ગોળી મારી (Surat Murder Case) દીધાની ઘટના સામે આવી છે. આરોપીએ પત્નીને ગોળી (Surat Husband Killed Wife) મારી બિહાર તરફ ફરાર થઈ ગયો હતો. આરોપીને બિહારમાંથી સુરત (Surat Crime Case) પોલીસે બોચી દબોચી લીધી છે.

સુરત : સુરતના કતારગામ વિસ્તારમાં 23 ફેબ્રુઆરીની મોડી રાત્રે પતિ-પત્ની વચ્ચે છુટાછેડાને લઈને ઝઘડો થયો હતો. આ મામલે પતિએ તેમના સંતાનની સામે પત્નીને ત્રણ ગોળીઓ (Katargam Murder Case) મારી ફરાર થઈ ગયો હતો. આ પ્રકારે બનાવ બનતા જ તાત્કાલિક પત્નીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેના 21 દિવસના સારવાર બાદ પત્નીનું મૃત્યુ (Surat Husband Killed Wife) નિપજ્યું હતું. જેમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી પતિને પકડવાની તજવીજ હાથ ધરી હતી.

સુરતમાં પતિએ પત્નીની ગોળી મારતા મચી ચકચાર

સંતાનોની સામે પત્ની પર ફાયરિંગ - સુરત શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા યુગલના 16 વર્ષ પહેલા પ્રેમ લગ્ન થયા હતા. જોકે 23 ફેબ્રુઆરીના રોજ મોડી રાતે આ બંને પતિ-પત્ની વચ્ચે બાળકોને લઈને અને છૂટાછેડા મામલે ઝઘડો થયો હતો. એમાં પતિ અખિલેશ કુમાર પ્રસાદે પત્ની પર પોતાના સંતાનોની સામે જ બંદૂલના ત્રણ રાઉન્ડ ફાયરિંગ (Surat Murder Case) કરી ભાગી છૂટ્યો હતો. જેને લઈને પત્નીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

આ પણ વાંંચો : ફેનિલને ફાંસી આ નરાધમને શું ? : "તું તારી મમ્મીને મારી નાખ હું તારા જામીન કરાવી દઈશ" : એક બાપ

આરોપીને પકડવા પોલીસ બિહાર ગઈ હતી - આ ઘટનામાં પત્નીની 21 દિવસની સારવાર બાદ તેમનું મૃત્યુ થયું હતું. એટલે કે, 23 ફેબ્રુઆરીના મોડી રાત્રે તેમને દાખલ કરવામાં આવી હતી અને 17 માર્ચના રોજ તેમનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. જેમાં પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી પતિને પકડવાની તજવીજ હાથ ધરી હતી. કતારગામ પોલીસ તેના મૃત્યુના અઠવાડિયા અગાઉ તેને શોધવા બિહાર ગઈ હતી, ત્યારે સ્થાનિક પોલીસે તેને દારૂના (Surat Crime Case) ગુનામાં ધરપકડ કરી હતી.

આ પણ વાંંચો : Olpad Youth Murder: ઓલપાડ દીહેણ ગામે ધુળેટીના દિવસે થયેલ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો

આરોપી બિહારમાં જેલમાં હવા લેતો હતો - ગત 23 ફેબ્રુઆરીના રોજ કતારગામ પોલીસ સ્ટેશનમાં IPC 307 મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એમાં ફરિયાદી અંકિતાબેન ફરિયાદ આપી હતી કે, તેઓ તેમના મમ્મી જોડે રહેતા હતા., બન્ને બેંગ્લોરમાં રહેતા હતા, બન્ને પતિ-પત્ની વચ્ચે છોકરાને લઈને ઝઘડો થયો હતો. બન્ને વચ્ચે ખટપટ થતા પતિએ પત્નીને ગોળી મારી ફરાર થઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, કતારગામ પોલીસે (Katargam Police) કાર્યવાહી હાથ ધરી આરોપીને પકડી પાડ્યો હતો. આ આરોપી બિહારમાં પ્રોહિબિશનના ગુનામાં જેલમાં હતો. તેને સુરત ટ્રાન્સફર વોરંટના આધારે ત્યાં એક ટીમ મોકલી હતી. ટીમે ત્યાં જઈ આરોપીને પકડી સુરત લઈ આવી છે. તપાસ કરતા અધિકારીએ કોર્ટમાં હાજર કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.