ETV Bharat / city

Surat Diamond Bourse E Auction : ડાયમંડ બુર્સની 94 ઓફિસનું ઈ ઓક્શન યોજાયું, સ્ક્વેર ફૂટ દીઠ કેટલો ભાવ ઉપજ્યો જાણો

author img

By

Published : Apr 6, 2022, 8:32 PM IST

સુરતઃ ડાયમંડ બુર્સની (SDB )બાકી રહેલી 94 ઓફિસ માટે ઈ-હરાજી (E-auction of 94 offices of Diamond Bourse )યોજાઈ હતી. જેમાં વિશ્વના મહત્ત્વપૂર્ણ વ્યાપાર સેન્ટરમાં ઓફિસ બનાવવા (Surat Diamond Bourse E Auction)માટે સ્કેવર ફૂટનો ભાવ કેટલો બોલાયો છે તે જાણવા ક્લિક કરો.

Surat Diamond Bourse E Auction : ડાયમંડ બુર્સની 94 ઓફિસનું ઈ ઓક્શન યોજાયું, સ્ક્વેર ફૂટ દીઠ કેટલો ભાવ ઉપજ્યો જાણો
Surat Diamond Bourse E Auction : ડાયમંડ બુર્સની 94 ઓફિસનું ઈ ઓક્શન યોજાયું, સ્ક્વેર ફૂટ દીઠ કેટલો ભાવ ઉપજ્યો જાણો

સુરતઃ ડાયમંડ બુર્સની (SDB )બાકી રહેલી 94 ઓફિસ માટે મંગળવારે યોજાયેલા ઈ-ઓક્શનમાં (E-auction of 94 offices of Diamond Bourse )સ્ક્વેર ફૂટ દીઠ 26,000 રૂપિયાનો ભાવ ઉપજ્યો હતો. જો કે, યુક્રેન-રશિયા યુદ્ધની અસર હીરા ઉદ્યોગ (Surat Diamond Market ) પર પડતાં ગત વખતના ઓક્શન કરતાં 6 ટકા ભાવો ઓછા મળ્યા હતાં. મંગળવારે સાંજે 5:30 કલાક ઓક્શનનો છેલ્લો હોવા છતાં બોલી 6:40 સુધી ચાલી હતી. દુનિયાની 9મી અજાયબી બનવા જઈ રહેલા સુરત ડાયમંડ બુર્સના ઓક્શનને(Surat Diamond Bourse E Auction) વર્તમાન સમય જોતાં સારો પ્રતિસાદ મળ્યો છે. દેશ-વિદેશના લોકો આ ઓક્શન જોડાયા હતાં.

વિશ્વના મહત્ત્વપૂર્ણ વ્યાપાર સેન્ટરમાં ઓફિસ બનાવવા સ્કવેર ફૂટ દીઠ ભાવ 26,000

ઈએમડી ડિપોઝિટની રકમ 5, 10 અને 20 લાખ -સુરત ડાયમંડ બુર્સના સભ્ય દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, 500થી 11,500 ક્વેર ફૂટની કુલ 94 ઓફિસના ઓક્શન માટે તળિયા કિંમત 13,500થી 16,000 રૂપિયા નક્કી કરવામાં આવી હતી. બુર્સ કમિટીએ બીજા રાઇન્ડ માટે ઈએમડી ડિપોઝિટની રકમ પણ 5, 10 અને 20 લાખ રાખી હતી.

આ પણ વાંચોઃ Diamond Bourse ના પ્રાઈમ લોકેશન 'સુરત ડાયમંડ ક્લબ'માં 28000 સ્ક્વેર ફુટની જગ્યામાં શું બનવા જઈ રહ્યું છે?

મુંબઈના હીરા વેપારીઓ પણ ભાગ લઈ રહ્યા છે - ડાયમંડ બુર્સની બાકી રહેલી 94 ઓફિસ માટેઈ-ઓક્શનમાં મુંબઈના હીરા વેપારીઓ પણ ભાગ લઈ રહ્યા છે. પ્રથમ ઓક્શનમાં ક્વેર ફૂટ દીઠ 28,000 રૂપિયાનો ભાવ પહોંચ્યો હતો. જે આ વખતે 26,000 જેટલો રહ્યો હતો. 94 ઓફિસની હરાજીમાં ભાગ લેવા માટે ડિપોઝિટની રકમ 500 ક્વેર ફુટ સુધી 5 લાખ, 501-1000 ક્વેર ફૂટ સુધી 10 લાખ, 1001-11500 સુધીની મોટી ઓફિસો માટે 20 લાખ રૂપિયા રકમ રાખવામાં આવી હતી.

દેશ-વિદેશના લોકો ઈ ઓક્શન જોડાયા હતાં
દેશ-વિદેશના લોકો ઈ ઓક્શન જોડાયા હતાં

આ પણ વાંચોઃ દેશનું સૌથી મોટું રેડિયન્ટ કૂલિંગ ઈન્સ્ટોલેશન ધરાવે છે સુરત ડાયમન્ડ બુર્સ

અહીં વિશ્વના 175 દેશો હીરાની ખરીદી કરવા આવશે -સુરત ડાયમંડ બુર્સમાં કુલ 4,500 ઓફિસ છે. એટલું જ નહીં ત્યાં ઓકશન હાઉસ પણ તૈયાર થશે. સુરત ડાયમંડ બુર્સમાં 2 લાખ કરોડ રૂપિયાનો વેપાર થઇ શકે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, વિશ્વના 100માંથી 90 ડાયમંડ સુરતમાં કટિંગ અને પોલિશિંગ થાય છે. જ્યારે રશિયા વિશ્વને 40 ટકા જેટલા રફ ડાયમંડ પોતાની ખાણમાંથી આપે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.