ETV Bharat / city

સુરત ડીસીપી પોલીસ દ્વારા નંદુરબારમાં થયેલી મહિલાની હત્યાના આરોપીની કરાઇ ધરપકડ

author img

By

Published : Sep 5, 2021, 6:38 PM IST

નંદુરબારમાં થયેલી મહિલાની હત્યાના આરોપીની કરાઇ ધરપકડ
નંદુરબારમાં થયેલી મહિલાની હત્યાના આરોપીની કરાઇ ધરપકડ

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા 24 ઓગસ્ટના રોજ નંદુરબારના જંગલમાંથી એક મહિલાની હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ મહિલાની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

  • 24 ઓગસ્ટના રોજ મૃતદેહ મળી આવ્યો હતો
  • નંદુબાર પોલીસ દ્વારા આ મહિલાના મિત્રની શોધખોળ માટે કવાયત હાથ ધરાઇ
  • મહિલાની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી

સુરત- મહારાષ્ટ્રના નંદુરબાર પાસે આવેલા આવાવરના જંગલમાંથી 24 ઓગસ્ટના રોજ એક મહિલાની દર્દનાક હત્યા કરેલી તથા ગાળું કાપી તેના શરીરના અલગ-અલગ ટુકડાઓ કરી ઓળખ ન થાય તે માટે મોઢા પરની ચામડીઓ કાઢી નાખી એવો એક મૃતદેહ મળી આવ્યો હતો. નંદુરબાર સીટી પોલીસે મૃતદેહ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી હતી.

તપાસમાં મહિલા સુરતની છે તેમ મળ્યું જાણવા

24 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રના નંદુરબાર પાસે આવેલા જંગલમાંથી એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહને લઇ જઇ નંદુરબાર પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ નંદુરબાર પોલીસને પોતાના બાતમીદારો મારફતે જાણવા મળ્યું હતું કે, આ મહિલા સુરતની રહેવાસી છે, જે પોતાના મિત્ર જોડે અહીં ફરવા આવી હતી. ત્યારબાદ નંદુબાર પોલીસ દ્વારા આ મહિલાના મિત્રની શોધખોળ માટે કવાયત હાથ ધરવામાં આવી હતી.

નંદુરબારમાં થયેલી હત્યાનો આરોપી સુરતથી પકડાયો

સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ દ્વારા 24 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રના નંદુરબારના જંગલમાંથી એક હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. એ હત્યાના આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

સુરત ક્રાઈમ બ્રાન્ચ
સુરત ક્રાઈમ બ્રાન્ચ

આ મહિલા મૂળ બિહારની છે

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા 24 ઓગસ્ટના રોજ મહારાષ્ટ્રના નંદુરબારમાં આવેલા જંગલોમાંથી એક મહિલાની દર્દનાક હત્યા કરેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ નંદુરબાર સીટી પોલીસે મૃતદેહ લઇ જઇ આગળની તપાસ હાથ ધરી હતી. નંદુરબાર પોલીસની તપાસમાં મૃતદેહ મહિલાનો છે, તેમ ખબર પડતા તેમણે સુરત પોલીસનો કોન્ટેક્ટ કર્યો હતો. ત્યારબાદ સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ હત્યા બાબતે કામે લાગી હતી. અંતે ડીસીબી પોલીસના બાતમીદારોને જાણવા મળ્યું હતું કે, આ મહિલાનું નામ સીતા સદનકુમાર ભગત જે મૂળ બિહારની રહેવાસી છે. તે બિહારના સીમિરીયા મેનપુર જિલ્લાના કપારામાં રહે છે અને સીતાની હત્યા પણ તેના જ પ્રેમી દ્વારા કરવામાં આવી છે. તેનો પ્રેમી વિનયકુમાર રામજન્ય રાયની પોલીસે માંડવીમાં આવેલા કરંજ ગામમાંથી ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવી હતી.

મારી પર દુષ્કર્મનો કેસ દાખલ કરશે તેવી ધમકી આપી હતી: આરોપી વિનયકુમાર

સુરત ડીસીપી પોલીસ દ્વારા મહિલાની દર્દનાક હત્યા કરનાર આરોપી વિનયકુમાર રામજન્ય રાયની ધરપકડ કર્યા બાદ પૂછપરછમાં જાણવા મળ્યું કે, આ મહિલાને વિનયકુમાર સાથે બે વર્ષથી પ્રેમ સંબંધ હતો અને સીતાનો મારા પહેલા પણ બીજા એક યુવક સાથે પ્રેમસંબંધ હતો. જો કે, સીતાએ તેના પહેલા પ્રેમી પર દુષ્કર્મનો કેસ દાખલ કરાવ્યો હતો. તેજ રીતે મારી સાથે લગ્ન નહીં કરે તો મારા વિરુદ્ધમાં પણ દુષ્કર્મનો કેસ દાખલ કરશે તેવી ધમકીઓ આપી હતી.

વિનયકુમારને નંદુરબાર સિટી પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરાઇ

વધુમાં વિનયકુમારે કહ્યું કે, જો કે, હું પરિણીત છું અને મારા બે બાળકો પણ છે આથી મે સીતાને બહાર ફરવા જવાના બહાને હત્યાનો પ્લાન બનાવ્યો હતો. અમે લોકો સુરતથી નંદુરબાર ટ્રેનમાં બેસી ગયા હતા, ત્યારબાદ નંદુરબાર પહેલા આવતા સ્ટેશન પર અમે ઉતરી ગયા, ત્યાંથી અમે રેલવે લાઈનને લાગતા રોડ પર ચાલતા નંદુરબાર તરફ ગયા હતા. ત્યાં હું સીતાને જંગલની ઝાડીઓમાં લઈ ગયો હતો, ત્યાં સીતાના ગાળામાં પેહલા મે બ્લેડ મારી, ત્યારબાદ અન્ય હથિયાર વડે સીતાનું ગળું કાપ્યું હતું. ત્યારબાદ ચહેરાની ઓળખ ન થાય તે માટે મોઢા પરની ચામડીઓ પણ બ્લેડ વડે કોત્રી નાખી હતી અને શરીરના તમામ અંગો છૂટા કરી દીધા હતા. હાલ ડીસીબી પોલીસ દ્વારા આરોપી વિનયકુમારને નંદુરબાર સિટી પોલીસને સોંપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.