ETV Bharat / city

સુરત મેન્યુફેક્ચર જ કરવામાં નહીં આવેલ વાહનોને હૈયાત બતાવી 8.64 કરોડની લૉન મેળવનાર આરોપીઓની ધરપકડ

author img

By

Published : Jan 18, 2021, 10:08 AM IST

ક્રાઈમ બ્રાન્ચ પોલીસ
ક્રાઈમ બ્રાન્ચ પોલીસ

સુરતમાં મેન્યુફેક્ચર જ કરવામાં ન આવેલ વાહનોને હૈયાત બતાવી કરોડોની લૉન મેળવી લેનાર 5 આરોપીની ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે. ભેજાબાજોએ અલગ-અલગ 53 લોન પર 8.64 કરોડની લોન લઈ 5.25 કરોડની ભરપાઈ ન કરતા સમગ્ર કૌભાંડનો ખુલાસો થયો હતો.

  • મેન્યુફેક્ચર જ કરવામાં નહીં આવેલ વાહનોને હૈયાત બતાવી 8.64 કરોડની લૉન મેળવી
  • ક્રાઈમ બ્રાન્ચ પોલીસે 5 આરોપીની ધરપકડ કરી
  • ખોટા દસ્તાવેજો ઉભા કરી લોન મેળવી

સુરત : શહેરમાં 20 લોકોની ઠગબાજ ટોળકીએ શહેરના સહારા દરવાજા ખાતે આવેલ યસ બેન્ક માંથી અશોક લેલન અને ટાટા કંપનીની મેન્યુફેક્ચર જ કરવામાં નહીં આવેલ વાહનોને હૈયાત બતાવી બોગસ દસ્તાવેજો ઉભા કરી જુદી જુદી 53 લોન મંજૂર કરી 8.64 કરોડનું કૌભાંડ આચર્યું હતું.આરોપીએ શરૂઆતના નિયમિત હપ્તા ભરપાઈ કર્યા હતા બાદમાં બાકીના 5.25 કરોડના હપ્તા ન ચૂકવી છેતરપિંડી કરી હતી.બેંકના મેનેજરે 20 લોકો સામે ક્રાઈમ બ્રાંચ પોલીસ મથકે ગુનો દાખલ કર્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચ પોલીસે 5 આરોપીની ધરપકડ કરી
ક્રાઈમ બ્રાન્ચ પોલીસે 5 આરોપીની ધરપકડ કરી

ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ગુનામાં મુખ્ય આરોપી કામરેજ વાલક પાટિયા રહેમ નગરમાં રહેતો ઈશોદ કાળુભાઇ પઠાણ સહિત 35 વર્ષીય ઇમરાન કાળુભાઇ પઠાણ,શહેરના મોટા વરાછા ખાતે રહેતો કપિલ પરસોત્તમ ,વરાછા માં રહેતો કાંતિભાઈ જાદવ,સીમાડામાં રહેતો મુકેશ ધીરૂભાઇ સોજીત્રાની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓના 22 જાન્યુઆરી સુધીમાં રિમાન્ડ મેળવી અન્ય આરોપીઓને પકડી પાડવા તપાસ હાથ ધરી છે.

53 લૉન ઉપર રૂપિયા 86471948ની લૉન કરી

ધંધાકીય વાહન યુઝ કોમર્શિયલ વ્હીકલ લોન મેળવવા માટે યસ બેન્કમાં અરજી કરી
ધંધાકીય વાહન યુઝ કોમર્શિયલ વ્હીકલ લોન મેળવવા માટે યસ બેન્કમાં અરજી કરી

શહેરના સહારા દરવાજા ખાતે આવેલી યશ બેંક માં વડોદરાના વાઘોડિયા રોડ સુરેન્દ્રનગર હર્ષ પાર્ક સોસાયટીમાં રહેતો સુમિતભાઈ રમેશચંદ્ર ભોસલે મેનેજર તરીકે ફરજ બજાવે છે. આરોપીએ ઓગસ્ટ 2016 થી 2018 દરમિયાન પોતાની માલિકીના બોજા વગરના ધંધાકીય વાહન યુઝ કોમર્શિયલ વ્હીકલ લોન મેળવવા માટે યસ બેન્કમાં અરજી કરી હતી. યસ બેન્ક દ્વારા લોનની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી કુલ 53 લૉન ઉપર રૂપિયા 86471948ની લૉન કરી હતી. જેમાં એક ન્યુ કોમર્શિયલ વ્હીકલ લોન અને 52 લૉન યુઝ કોમર્શિયલ વ્હીકલ મંજુર કરી હતી

2018 સુધી નિયમિત હપ્તા બાદ હપ્તા ભરવાનું બંધ કર્યું

આરોપીઓએ લોન લીધા બાદ ફેબ્રુઆરી 2018 સુધી બેંકને નિયમિત પણે હપ્તા ચૂક્યા હતા. બાદમાં હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું. બેંકની વિજિલન્સ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. વિજિલન્સની તાપસ અને ઓડિટમાં લોન ધારકોએ લોન મેળવવા રજૂ કરેલા દસ્તાવેજો વાહનો ન હોવા છતાં ખોટા ઉભા કરી ખોટા દસ્તાવેજો અને લોન મેળવવા માટે ખરા બતાવી બેંકમાંથી લૉન મેળવી હતી. આરોપીઓએ વાહનોનું વેલ્યુએશન પઠાણ વાલક પાટિયા સ્ટાર ઓટોગેરેજ માંથી કરાઈ હતી. બે ગાડીઓ અલગ-અલગ વર્ષની બનાવટની હોવા છતાં ગાડીઓની વેલ્યુ ઓક સરખી બતાવી ઈફકો ટોકિયો વીમા કંપનીની 33 પોલીસી અને ન્યૂ ઇન્ડિયા વીમા કંપનીની 20 પોલીસી બનાવી હતી. જે પૈકી ઈફકો ટોકીયો વીમા કંપનીની ૩૩ પૈકી 5 ગાડીઓ સાચી પોલીસી હોવાનું બહાર આવ્યું હતું. ન્યૂ ઇન્ડિયા વીમા કંપની 20 પૈકી માત્ર એક જ પોલીસી તેમની ન હોવાનું સામે આવ્યું હતું.

મેન્યુફેક્ચર જ નહીં થયેલ વાહનો બતાવી લોન મેળવી

આરોપીઓએ અશોક લેલન એ ટાટા કંપની માંથી મેન્યુફેક્ચર જ કરવામાં આવેલ નથી તેવા વાહનો બતાવી લોન મેળવી હતી તપાસમાં અશોક લેલન અને ટાટા કંપની માંથી ખાતરી કરાવતાં લેલન કંપની 48 માંથી બે ગાડીઓ તેમના દ્વારા મેન્યુફેક્ચર થઈ હતી અને ટાટા કંપનીની 5 ગાડીમાંથી માત્ર એક પણ ગાડી મેન્યુફેક્ચર થઈ ન હોવાનો ખુલાસો થયો હતો. હાલમાં ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 5 આરોપીની ધરપકડ કરી 22મી જાન્યુઆરી સુધી રિમાન્ડ મેળવ્યો છે અન્ય આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.