ETV Bharat / city

બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં જોવા મળી રહ્યો છે સ્ટ્રેસ

author img

By

Published : Apr 13, 2021, 11:05 PM IST

કોરોના સંક્રમણથી હવે બાળકો પણ બાકાત નથી
કોરોના સંક્રમણથી હવે બાળકો પણ બાકાત નથી

સુરત શહેરમાં સતત વધતા જતા સંક્રમણથી હવે જ્યારે બાળકો પણ બાકાત નથી, ત્યારે બાળકોમાં મહામારીને લઈને માનસિક તણાવ જોવા મળી રહ્યો છે. તેના કારણે તેમના શિક્ષણ પર અસર થઈ રહી છે અને બાળકોને સ્યૂસાઈડ કરવા સુધીનો વિચાર પણ આવી રહ્યા છે. એક તરફ શહેરના મનોચિકિત્સક પાસે પણ અનેક બાળકો આવી રહ્યા છે. બીજી તરફ સુરતના વાલી મંડળ દ્વારા પણ બાળકોનો સ્ટ્રેસ દૂર કરવા મુખ્યપ્રધાન અને શિક્ષણ પ્રધાનને આવેદન આપવામાં આવ્યું છે.

  • કોરોના સંક્રમણથી હવે બાળકો પણ બાકાત નથી
  • શહેરના મનોચિકિત્સક પાસે અનેક બાળકો આવી રહ્યા છે
  • વાલીઓએ મુખ્યપ્રધાન અને શિક્ષણ પ્રધાનને આવેદન આપ્યું

સુરત: ગુજરાતમાં કોરોના વાઈરસના બીજા ફેઝનું સંક્રમણ ભયાનક રીતે વધી રહ્યું છે. કોરોનાના પહેલા ફેઝમાં મોટાભાગે મોટા લોકોમાં જ સંક્રમિત થતા હતા, પરંતુ બીજા ફેઝમાં તે બાળકોને પણ છોડી રહ્યા નથી. સમગ્ર રાજ્યમાં અનેક વિસ્તારોમાંથી બાળકો અને નવજાતો સંક્રમિત થવાના કેસો નોંધાઇ રહ્યાં છે ત્યારે બીજી તરફ બાળકોમાં પણ માનસિક રીતે અશાંતિ જોવા મળી રહી છે. કોરોના મહામારીને કારણે બાળકોના શિક્ષણ પર પણ અસર થતા પરીક્ષાને લઇને તેઓ સતત ચિંતામાં રહે છે. ઉપરાંત બોર્ડના વર્ષના વિદ્યાર્થીઓ કે, જેઓ શાળાએ નહીં જઇ શકતા તે તેમના પ્રેક્ટીકલ વિષયોમાં જરૂરી એવું માર્ગદર્શન કે અનુભવ મેળવી શક્યા નથી.

શહેરના મનોચિકિત્સક પાસે અનેક બાળકો આવી રહ્યા છે
શહેરના મનોચિકિત્સક પાસે અનેક બાળકો આવી રહ્યા છે

આ પણ વાંચો: સુરતમાં ઓનલાઇન અભ્યાસ કરતા 500થી વધુ વિદ્યાર્થીઓનું ભણતર ફીને લીધે અટક્યું, જાણો કેમ?

વિદ્યાર્થીઓની હાલત ગંભીર જણાઈ રહી છે

શાળાએ ન જઈ શકવાને કારણે પ્રેક્ટીકલ વિષયોમાં યોગ્ય તૈયારી ન થવાને કારણે બાળકો માનસિક તણાવ અનુભવી રહ્યા છે, એટલું જ નહિ વિદ્યાર્થીઓ આત્મહત્યાનું પગલું ભરવાના વિચારો પણ કરી રહ્યા છે અને આ વાત ખૂદ સુરતના વાલી મંડળના પ્રમુખે જણાવી છે. તેઓના જણાવ્યા અનુસાર વિદ્યાર્થીઓ નાસીપાસ થઈને અમને સ્યૂસાઈડ કરવા સુધીના મેસેજ પણ મોકલી રહ્યા છે. અમે તેમને સમજાવવાનો પ્રયત્ન તો કરી રહ્યા છીએ, પરંતુ હાલ વિદ્યાર્થીઓની હાલત ગંભીર જણાઈ રહી છે. જેને લઇને રાજ્યના મુખ્યપ્રધાન અને શિક્ષણ પ્રધાનને સુરતના વાલી મંડળ દ્વારા આવેદન આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ઓનલાઇન અભ્યાસને કારણે માનસિક થાક અનુભવતા બાળકો યોગ તરફ વળ્યાં

માનસિક તણાવ અનુભવી રહ્યા છે: ઉમેશ પંચાલ

સુરત વાલી મંડળના પ્રમુખ ઉમેશ પંચાલે જણાવ્યું હતું કે, વાલી મંડળ દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન અને શિક્ષણ પ્રધાનને ઈ-મેઈલથી આવેદન આપવામાં આવ્યું છે. બાળકો અત્યારે કોરોના મહામારીને કારણે બરાબર અભ્યાસ નથી કરી શક્યા અને માનસિક તણાવ અનુભવી રહ્યા છે. અમને સ્યૂસાઈડ કરવા સુધીના મેસેજ પણ મળી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને અમે મુખ્યપ્રધાન અને શિક્ષણ પ્રધાનને અમુક માંગો મૂકી છે. જેને ત્વરિત લાગુ કરવામાં આવે અને શિક્ષણ હિતમાં બાળકોને મદદરૂપ થવામાં આવે. નીચે મુજબની માંગો ઈ મેઈલથી અને તેમના PAને ટેલિફોનિક રૂપે જાણ કરીને આવેદન તરીકે કરી છે.

  • માંગો..
  • પ્રથમ માંગ : જે વિદ્યાર્થીઓ બોર્ડના વર્ષમાં ભણી રહ્યા છે, જેઓને અમુક પ્રેક્ટીકલ વિષયો છે કે જેનો યોગ્ય અભ્યાસ તેઓ મેળવી શક્યા નથી, તો આવા બાળકો અમુક માનસિક તણાવ અનુભવી રહ્યા છે. આવા બાળકોને પરીક્ષા માટે બે તારીખ જાહેર કરવામાં આવે. જેથી બાળક ધારે તો પ્રથમ તારીખ પર પરીક્ષા આપી શકે અથવા તો માનસિક તાણમાં હોય તો બીજી તારીખે પરીક્ષા આપી શકે. આમ, પરીક્ષામાં બાળકોને પણ કોઈ અડચણ ઉભી ન થાય.
  • દ્વિતીય માંગ : ધોરણ-1થી 9 તથા 11માં ધોરણના બાળકોને માસ પ્રમોશન કરવામાં આવે.
  • તૃતીય માંગ : કોરોના મહામારીની અંદર જે અમુક શાળાઓ વાલીઓને ફી માટે દબાણ કરી રહી છે તે ન કરવામાં આવે. વર્ષ વિત્યા બાદ ઉઘરાણી કે બ્લેક મેઈલિંગ કરવામાં આવે છે, તે ન કરવામાં આવે અને જરૂર લાગે તો વાલીઓને ગયા વર્ષની ફી ભરવા માટે ચાલુ વર્ષમાં પણ યોગ્ય સમય આપવામાં આવે.

સેન્સિટિવ બાળકો માટે આ તણાવ થોડો વધારે થઈ ગયો છે

શહેરના જાણીતા મનોચિકિત્સક ડો.મુકુલ ચોક્સીએ કહ્યું કે, અત્યારે પણ એવો માહોલ બન્યો છે અને ગયા વર્ષે પણ પરીક્ષાનો સમય આવ્યો અને સાથે કોરોના અને લોકડાઉન આવ્યા છે. એને લઈને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ તેમજ ઉચ્ચતર માધ્યમિકના દરેક વિદ્યાર્થીઓ કોઈકને કોઈક રીતે તણાવમાં છે. ઘણા વિદ્યાર્થીઓનો સામાન્ય તણાવમાં છે કે જે ને તેઓ પાર કરી દે છે. જ્યારે કેટલાક સેન્સિટિવ બાળકો માટે આ તણાવ થોડો વધારે થઈ ગયો છે તેમજ એસિડીટી અને અનિંદ્રા જોવા મળે છે. પરીક્ષાને લીધે સામાન્ય રીતે બાળકો તણાવમાં જોવા મળે છે

વધુમાં કહ્યું કે, પરીક્ષાની અનિશ્ચિતતા જેમ કે પરીક્ષા થશે કે નહીં, ઓનલાઈન થશે કે ઓફલાઈન થશે વગેરેને કારણે તેઓ થાક્યા છે અને કંટાળ્યા છે. મિત્રોને મળવાની સહુલત નથી. ક્યારેક કરફ્યૂ આવે, ક્યારેક આંશિક લોકડાઉન આવે, તેમનું સ્પોર્ટ્સ તેમનું સોશિયલાઈઝેશન બધું જ અટવાઈ ગયું છે. બાળકો અને વૃદ્ધો માટે ખૂબ જ કપરો સમય ચાલી રહ્યો છે. પરીક્ષાને લીધે સામાન્ય રીતે બાળકો તણાવમાં જોવા મળે છે. તેની પાછળના કારણોમાં આ વખતે કોરોનાનું કારણ વધ્યું છે. બાળકોની સાથે તેમના માતા-પિતાના સ્ટ્રેસ પણ વધ્યા છે. અમુક છુટા-છવાયા કિસ્સા મારી પાસે આવે છે. કોઈ ને કોઈ રીતે તેમનો તણાવ દૂર કરવાની જરૂર છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.