ETV Bharat / city

SRK નોલેજ ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્ર કી રોશની કાર્યક્રમમાં અપાઈ શહીદ જવાનોને આ અનોખી ભેટ

author img

By

Published : Aug 17, 2022, 10:49 PM IST

SRK નોલેજ ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્ર કી રોશની કાર્યક્રમમાં અપાઈ શહીદ જવાનોને આ અનોખી ભેટ
SRK નોલેજ ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્ર કી રોશની કાર્યક્રમમાં અપાઈ શહીદ જવાનોને આ અનોખી ભેટ

સુરતમાં 76મા સ્વતંત્રતા દિવસની ઉજવણી અગ્રણી હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ 750 વીર શહીદ જવાનોના ઘરે સોલાર પેનલ સ્થાપિત કરીને સૌર ઉર્જાથી રોશન કરવાનો સંકલ્પ લીધો હતો. SRK નોલેજ ફાઉન્ડેશન આયોજિત શહીદ પરિવારોના ઘરે 1500 કિલો મેગાવોટની રૂફટોપ સોલાર સિસ્ટમ નિશુલ્ક ઇન્સ્ટોલ કરવામાં આવશે. Indian Independence Day Diamond Businessman from Surat, Rooftop Solar System

સુરત શહેરના અગ્રણી હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયાએ આઝાદી કા અમૃત મહોત્સવ નિમિત્તે દેશના 750 વીર શહીદ જવાનોના ઘરે સોલાર પેનલ સ્થાપિત કરીને સૌર ઉર્જાથી રોશન કરવાનો સંકલ્પ લીધો છે. રામકૃષ્ણ એક્સપોર્ટના મોભી ગોવિંદ સંચાલિત SRK નોલેજ ફાઉન્ડેશન આયોજિત 76માં સ્વતંત્રતા દિવસની ઉજવણીના સમારોહમાં આ જાહેરાત કરવામાં આવી હતી.

SRK નોલેજ ફાઉન્ડેશન આયોજિત 76મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના સમારોહમાં આ જાહેરાત કરવામાં આવી હતી.
SRK નોલેજ ફાઉન્ડેશન આયોજિત 76મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના સમારોહમાં આ જાહેરાત કરવામાં આવી હતી.

રાષ્ટ્ર કી રોશની કાર્યક્રમ સંસ્થા દ્વારા શહીદ પરિવારોને અનોખી રીતે મદદરૂપ થવાની ભાવના સાથે 1500 કિલો મેગાવોટની રૂફટોપ સોલાર સિસ્ટમ નિશુલ્ક ઇન્સ્ટોલ કરવામાં આવશે. જેનાથી પ્રત્યેક શહીદના પરિવારને દર માસે અંદાજે રૂપિયા 2000 હજાર સુધીની બચત થશે. દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી (75th Independence Day) અંતર્ગત સુરતના સમાજશ્રેષ્ઠી અને હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા દ્વારા આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાની ગૌરવશાળી ક્ષણે 15 ઓગસ્ટના રોજ 76માં સ્વાતંત્ર્ય દિને રાષ્ટ્ર કી રોશની કાર્યક્રમ (Rashtra Ki Roshni programme) સહ ધ્વજવંદન સમારોહ યોજાયો હતો.

આ પણ વાંચો AMC Solar Tax: અરે વાહ... હવે ઘરે લગાવો સોલાર રૂફટોપ સિસ્ટમ ને મેળવો ટેક્સમાંથી રાહત

સોલાર રૂફ ટોપની જાહેરાત જેમાં સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (Central Reserve Police Force)ના કમાન્ડન્ટ ચેતનકુમાર ચિત્તાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ વેળાએ શહીદ પરિવારોને અનોખી રીતે સહાય કરવા માટેની પહેલ કરતા SRK નોલેજ ફાઉન્ડેશનના ડિરેક્ટર (Director of SRK Knowledge Foundation) જયંતિ નારોલાએ રાષ્ટ્ર કી રોશની કાર્યક્રમમાં 750 વીર શહીદ જવાનોના પરિવારને સોલાર રૂફ ટોપ આપવાની જાહેરાત કરી હતી.

15 ઓગસ્ટના રોજ 76માં સ્વાતંત્ર્ય દિને રાષ્ટ્ર કી રોશની કાર્યક્રમ
15 ઓગસ્ટના રોજ 76માં સ્વાતંત્ર્ય દિને રાષ્ટ્ર કી રોશની કાર્યક્રમ

જવાનોને સોલારથી વીજળી જયંતિ નારોલાએ આ ઉમદા પહેલ અંગે જણાવ્યું કે, વીર જવાનો રાષ્ટ્રની સુરક્ષા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરે છે, ત્યારે શહીદ જવાનોના પરિવારને મદદરૂપ થઈ એમના સશક્તિકરણ કરવાના હેતુથી 750 શહીદ જવાનોના પરિવારને સૂર્ય ઉર્જાથી રોશન કરવાનો નિર્ણય લીધો છે. દેશના વિકાસ અને વૃદ્ધિમાં યોગદાન આપવા માટે હંમેશા દેશના સૈનિકો અને વીર શહીદોના જીવનમાંથી પ્રેરણા લેવી જોઇએ.

પ્રત્યેક શહીદના પરિવારને દર માસે અંદાજે રૂપિયા 2000 હજાર સુધીની બચત થશે.
પ્રત્યેક શહીદના પરિવારને દર માસે અંદાજે રૂપિયા 2000 હજાર સુધીની બચત થશે.

વીજળી પૂરી પાડવાનો સંકલ્પ ભારતના એક જવાબદાર નાગરિક તરીકે SRK પરિવારનો હંમેશા સંકલ્પ રહ્યો છે. વીર જવાનોનું ઋણ ચૂકવવા અમે શું કરી શકીએ? જેના થકી તેમના પરિવારને આજીવન લાભ મળતો રહે. આ વિચારબીજના કારણે આઝાદીના અમૃત મહોત્સવની સેવાભાવના સાથે ઉજવણી અંતર્ગત 750 વીર શહીદ જવાનોના ઘરે સૌર ઉર્જાથી વીજળી પૂરી પાડવાનો સંકલ્પ લીધો છે.

વીર જવાનો રાષ્ટ્રની સુરક્ષા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરે છે
વીર જવાનો રાષ્ટ્રની સુરક્ષા માટે પોતાનું સમગ્ર જીવન સમર્પિત કરે છે

દૂધાળા ગામ ગ્રીન વિલેજ આદિજાતિ નાગરિકોની આરોગ્યની કાળજી લેવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સમાજશ્રેષ્ઠી ગોવિંદ ધોળકિયા અને SRK સમૂહ દ્વારા 6 દાયકાથી સમાજ કલ્યાણના વિવિધ કાર્યો થઈ રહ્યા છે. માર્ચ 2022માં ગોવિંદના વતન અમરેલી જિલ્લાના દુધાળા ગામમાં તમામ ઘરો પર સોલર પેનલ સ્થાપિત કરીને દૂધાળા ગામને ગ્રીન વિલેજ (Dudhala Village Green Village) બનાવવામાં આવ્યું છે. તથા સમગ્ર ગામને ફ્રી WiFi સુવિધા ઉભી કરી છે.

આ પણ વાંચો ઉત્તરાખંડમા અનિલ ભટ્ટ સોલાર પ્લાન્ટ લગાવીને યુવાનોને આપી રહ્યા છે રોજગાર

મુશ્કેલીના સમયે આર્થિક સહાય ગોવિંદના નેતૃત્વમાં ચાલી રહેલા ત્રણ ટ્રસ્ટ દ્વારા આજ સુધીમાં 30 લાખથી વધુ લોકોને શૈક્ષણિક શિષ્યવૃત્તિ અને તબીબી જરૂરિયાતો તથા અન્ય મુશ્કેલીના સમયે આર્થિક સહાય પણ આપવામાં આવી છે. છેલ્લા 28 વર્ષથી તેઓ દ્વારા દર વર્ષે ડાંગના અંતરિયાળ ગામમાં 150થી વધારે સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ ટીમના (Specialist Doctors Team) સહયોગથી સફળતાપૂર્વક વનવાસી મેડિકલ કેમ્પો યોજી સ્થાનિક આદિજાતિ નાગરિકોની આરોગ્યની કાળજી લેવામાં આવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.