ETV Bharat / city

ચૌમુખીને ગુજરાતમાંથી મળ્યું નવજીવન,સોનૂ સુદે કરી હતી આ રીતે મદદ

author img

By

Published : Jun 11, 2022, 5:50 PM IST

Updated : Jun 11, 2022, 5:59 PM IST

ચૌમુખીના સફળ ઓપરેશનથી સોનુ સૂદ ગદગદ, બાળકી એપિગેસ્ટ્રિક હેટરોફેગસ ટ્વીન હતી
ચૌમુખીના સફળ ઓપરેશનથી સોનુ સૂદ ગદગદ, બાળકી એપિગેસ્ટ્રિક હેટરોફેગસ ટ્વીન હતી

સોનૂ સુદ અને સુરતની હોસ્પિટલના (Sonu Sood Foundations Mumbai) માધ્યમથી બિહારની બાળકીને નવજીવન મળ્યું છે. સાત કલાકના ઑપરેશન બાદ (Surgery operation) બાળકીને પુન: જીવન અપવામાં આવ્યું છે. સૌથી ખાસ વાત એ છે કે, જોખમી મનાતી આ સર્જરી કરવા પર હોસ્પિટલે એક પણ રૂપિયાનો ચાર્જ સોનૂ સુદ ફાઉન્ડેશન પાસેથી નથી લીધો.

સુરત: બિહારના નવાદા નામના દૂરના સ્થળેથી 2.5 વર્ષની ચૌમુખી (Child with 4 Hand 4 Leg in Nawada) તારીખ 2 જૂન 2022ના રોજ સોનુ સૂદ ફાઉન્ડેશનની મદદથી (Nawada child Chahumukhi surgery successful) કિરણ હોસ્પિટલમાં આવી હતી. ગુજરાતના મહાનગર સુરતમાં (Kiran Hospital Surat Operation) એની સફળ સર્જરી થતા હવે તે સામાન્ય જીવન જીવી શકશે. પીડિયાટ્રિક સર્જન ડૉ મિથુન કે. એને તેનું એપિગેસ્ટ્રિક હેટરોફેગસ ટ્વીનનું (Epigastric heteropagus Operations) નિદાન કર્યું હતું. બાળકીની સર્જરીનો સંપૂર્ણ ખર્ચ સોનુ સુદ ફાઉન્ડેશ તરફથી મળવાનો હતો. પણ કિરણ હોસ્પિટલે આ ઑપરેશન માટે એક પણ રૂપિયાનો ચાર્જ નથી લીધો.

ચૌમુખીના સફળ ઓપરેશનથી સોનુ સૂદ ગદગદ, બાળકી એપિગેસ્ટ્રિક હેટરોફેગસ ટ્વીન હતી

આ પણ વાંચો: રાજ્યમાં હવે ડ્રોનથી યુવાનોને મળશે રોજગારી, ટૂંક સમયમાં શરૂ થશે નવો કોર્સ

શું કહે છે તબીબો: કિરણ હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર મેહુલ પંચાલે જણાવ્યું હતું કે, બાળકીની સ્થિતિ ખૂબ જ ગંભીર હતી. અતિરિક્ત કિડની પણ હતી અને જે પણ અંગ હતા તે લીવર સાથે જોડાયેલા હતા. મુખ્ય ધમની તેમજ મુખ્ય શીરા (હૃદય માંથી નીકળતી લોહીની મુખ્ય નળીઓ) માંથી સીધો રક્ત પુરવઠો મળ્યો હતો. ઑપરેશન દરમિયાન આ રચનાઓને કોઈપણ નુકસાન થાય તો બાળકનું મૃત્યું થઈ શકે છે. આ સ્થિતિ 30%-50% મૃત્યુદર (મૃત્યુ) સાથે સંકળાયેલી છે. સમગ્ર પ્રક્રિયામાં ચોકસાઈ સાથે સર્જરી પહેલા ઝીણવટભર્યું આયોજન કરવામાં આવ્યું હતું.

સાત કલાક સુધી ચાલી સર્જરી: તારીખ 8મી જૂન 2022ના રોજ સર્જરી કરવામાં આવી હતી. એક કપરું અને કાળજીપૂર્વક ઑપેરશન કરવામાં આવ્યું હતું, કોઈપણ ઈજા કે લોહી વહાવ્યા વિના નસ પહેલા બાંધી દેવામાં આવી હતી. ઑપરેશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બની નથી. ઑપરેશન સમય લગભગ 7 કલાકનો હતો. બાળક ભાન અવસ્થામાં આવ્યું અને પોસ્ટ ઓપરેટિવ મોનિટરિંગ માટે તેને આઈસીયુ માં ખસેડવામાં આવ્યું હતું. બાળકને બીજા દિવસે ખોરાક આપવાનું શરૂ કરવામાં આવ્યું અને તે સારી રીતે સ્વસ્થ થઈ ગયું હતું. હાલમાં ચૌમુખીની સ્થિતિ એકદમ સારી છે.

આ પણ વાંચો: વડોદરા પાલિકા દ્વારા સિંધરોટ પાણી પુરવઠા યોજનાનો ટ્રાયલ રન લેવાયો

આ રીતે થઈ સોનૂને જાણ: ચાર હાથ ચાર પગ સાથે જન્મ ચૌમુખી હવે સામાન્ય બાળકોની જેમ પોતાનું બાળપણ એન્જોય કરી શકશે. સોનૂ સુદ પાસે જ્યારે આ કેસ આવ્યો ત્યારે તેમણે દેશની ઘણી હોસ્પિટલમાં પૂછપરછ કરાવી હતી. આ સર્જરી ખૂબ જ જટિલ હતી જેથી કોઈ હોસ્પિટલ સામેથી આ બાળકીનું ઑપરેશન કરવા તૈયાર ન હતી. પરંતુ સુરતની કિરણ હોસ્પિટલના સંચાલકોએ પહેલા આ કેસનો અભ્યાસ કર્યો. એ પછી હોસ્પિટલના તબીબોએ કેસ હાથમાં લીધો. સોશિયલ મીડિયાના માધ્યમથી સોનૂ સૂદને આ બાળકી અંગે જાણકારી મળી હતી. તેઓ બાળકી અને તેના માતા પિતાને પણ મળ્યા હતા. પછી સોનૂએ આ બાળકીની જવાબદારી લીધી હતી. પછી સોનૂએ કિરણ હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો.

ચૌમુખીના સફળ ઓપરેશનથી સોનુ સૂદ ગદગદ, બાળકી એપિગેસ્ટ્રિક હેટરોફેગસ ટ્વીન હતી

સોનૂએ વ્યક્ત કરી ખુશી: ચૌમુખીના સફળ ઓપરેશનથી સોનુ સૂદ ગદગદ થઈ ગયા છે. તેમણે એક વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી તબીબોનો આભાર વ્યક્ત કર્યો છે. સોનૂએ કહ્યું હતું કે, આ બાળકીના પિતા પણ દિવ્યાંગ છે. જ્યારે હોસ્પિટલે કહ્યું કે, આ કેસનો તમામ ખર્ચ એ આપશે. આ બાળકીનો પરિવાર ખૂબ ગરીબ છે. અમે ઘણા તબીબો અને હોસ્પિટલનો સંપર્ક કર્યો પણ કોઈ સર્જરી માટે તૈયાર ન હતું. હું તમામ ડૉક્ટર્સ અને હોસ્પિટલનો આભારી છું. હોસ્પિટલે ફાઉન્ડેશન પાસેથી એક પણ રૂપિયો નથી લીધો.

આ પણ વાંચો: 2024માં 'રામલલા' તેમના ગર્ભગૃહમાં બિરાજશે, આવી હશે પ્રતિમા...

ડો. મિથુન કે.એને શું કહ્યું: વિશ્વમાં અત્યાર સુધી થયેલા સૌથી જટિલ 40 ઓપરેશનો પૈકીનું એક ઓપરેશન જે કિરણ હોસ્પિટલમાં કરવામાં આવ્યુ છે. આ ઓપરેશન 7 કલાક સુધી ચાલ્યું જેમાં રિકસ ફેક્ટર 30ટકા હોય છે. રેડિયોલોજી તપાસ કરતા ટ્વીન બાળક એસેફાલિક અને એકાર્ડિયા (માથા અને હૃદય વિના) છે. તેમજ બાળક પાસે એક ધડ અને ચાર અંગો હતા. જે કામ કરતા નથી અને તેની પાસે શક્તિ નથી. અંગના તીવ્ર વજનને કારણે બાળકને ચાલવામાં તકલીફ પડતી હતી. તે થોડાક પગથિયાં ચાલ્યા પછી સફર કરીને પડી જતી હતી. આ સ્થિતિને કારણે બાળકની વૃદ્ધિ વિકાસ રૂંધાય છે.

Last Updated :Jun 11, 2022, 5:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.