ETV Bharat / city

Rain in Bardoli : વરસાદના કારણે લોકો અડધી રાત્રે લબાચા લઈને ભાગ્યા

author img

By

Published : Jul 13, 2022, 2:21 PM IST

Updated : Jul 13, 2022, 3:11 PM IST

Rain in Bardoli : વરસાદના કારણે લોકો અડધી રાત્રે લબાચા લઈને ભાગ્યા
Rain in Bardoli : વરસાદના કારણે લોકો અડધી રાત્રે લબાચા લઈને ભાગ્યા

દક્ષિણ ગુજરાતમાં વરસાદને (Rain In Gujarat) કારણે તમામ નદીઓ તોફાની બની છે. ત્યારે બારડોલીની મીંઢોળા (Rain in Bardoli) નદી પણ બે કાંઠે વહેતા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. રાત્રે અચાનક પાણી વધતા અસરગ્રસ્તો પોતાની ઘરવખરી અને સામાન લઈને (Gujarat Rain Update) સુરક્ષિત સ્થાને પહોંચી ગયા હતા.

બારડોલી : સુરત જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી સતત (Rain In Gujarat) વરસાદ વરસી રહ્યો છે. તાપી જિલ્લામાં ભારે વરસાદને કારણે મીંઢોળા નદીનો ડોસવાડા ડેમ ઓવરફ્લો થતા પાણીની આવક વધી હતી. હાલમાં ડોસવાડા ડેમ માંથી 1380 ક્યુસેક પાણી આવી રહ્યું છે. આથી મંગળવાર સાંજથી બારડોલીમાં મીંઢોળા નદીની જળ સપાટી વધતા નદી (Rain in Bardoli) કિનારે રહેતા લોકોને સુરક્ષિત સ્થાને ખસી જવા માટે સૂચના આપવામાં આવી હતી.

દક્ષિણ ગુજરાતમાં વરસાદને કારણે નદીઓ બની તોફાની

આ પણ વાંચો : Rain in Vadodara: શહેરમાં ધીમીધારે વરસાદ શરૂ થતા વાતવરણ ટાઢું થયું

વાહન વ્યવહાર માટે બ્રિજ બંધ - તલાવડી અને રામજી મંદિર વચ્ચે કેટલાક નીચાણવાળા વિસ્તારમાં ઝૂપડાઓ પાણીમાં ડૂબી જતાં ત્યાં રહેતા લોકો સુરક્ષિત સ્થાને ખસી ગયા હતા. મોડી રાત્રે જળ સપાટીમાં વધારો થતાં અસરગ્રસ્ત લોકોને ખસેડવામાં આવ્યા હતા. તલાવડી મેદાન નજીકથી 15 અને કોર્ટની સામેની વસાહતમાં 12 મળી અંદાજે 27 જેટલા પરિવારોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા હતા. સલામતીના હિસાબે પાલિકા દ્વારા મીંઢોળા નદી પરનો લો લેવલ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. તેના પર રાત્રે 2 વાગ્યે પાણી ફરી વળ્યા હતા.

ઘરવખરી
ઘરવખરી

આ પણ વાંચો : આ પણ વાંચોઃ વલસાડમાં ઘોઘમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં ભરાયાં પાણી

લોકોએ રાહત અનુભવી - જોકે, મળસ્કે પાણી ઓસરી ગયા હતા. પરંતુ સુરક્ષાના (Mindhola river) હિસાબે હજી પણ બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ રખાયો છે. આ ઉપરાંત બારડોલી કોર્ટની સામેની વસવાટમાં વસતા કેટલાક પરિવારો ઢોરઢાંખર તેમજ ઘરવખરી લઈને રોડ પર આવી ગયા હતા. બ્રિજ સાથે જ પશુઓ બાંધી ઝૂપડા બનાવી દીધા છે. હાલ વરસાદે ખમૈયા કરતા તેમજ ધીમે ધીમે પાણી (Gujarat Rain Update) ઓસરવાનું ચાલુ થતા લોકોએ રાહત અનુભવી છે.

Last Updated :Jul 13, 2022, 3:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.