ETV Bharat / city

બારડોલીના સિનિયર સિટીઝન હૉલમાં ચાલતી સંગીત સંધ્યામાં પોલીસનો છાપો

author img

By

Published : Apr 30, 2021, 9:30 AM IST

બારડોલીના સિનિયર સિટીઝન હૉલમાં ચાલતી સંગીત સંધ્યામાં પોલીસનો છાપો
બારડોલીના સિનિયર સિટીઝન હૉલમાં ચાલતી સંગીત સંધ્યામાં પોલીસનો છાપો

બારડોલીના સિનિયર સિટીઝન હોલ ખાતે લગ્ન પ્રસંગ નિમિત્તે ચાલી રહેલી સંગીત સંધ્યામાં પોલીસે છાપો મારતા દોડધામ મચી ગઈ હતી. પોલીસે આયોજક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

  • કોરોના ગાઈડલાઇનનો થઈ રહ્યો હતો ભંગ
  • 70થી વધુ વ્યક્તિઓ કાર્યક્રમમાં હાજર હતા
  • પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

સુરતઃ જિલ્લાના બારડોલી નગરના સિનિયર સિટીઝન ક્લબમાં કોરોના મહામારી વચ્ચે એક જાણીતા જ્વેલર્સની પૌત્રીના લગ્ન પ્રસંગમાં બંધ બારણે સંગીત સંધ્યાનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. આ કાર્યક્રમમાં 100થી વધુ વ્યક્તિ હાજર હોવાની બારડોલી પોલીસને જાણ થતાં સ્થળ પર પહોંચી પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બારડોલીના સિનિયર સિટીઝન હૉલમાં ચાલતી સંગીત સંધ્યામાં પોલીસનો છાપો
બારડોલીના સિનિયર સિટીઝન હૉલમાં ચાલતી સંગીત સંધ્યામાં પોલીસનો છાપો

આ પણ વાંચોઃ કોરોનાનું સંક્રમણ ફેલાતા જિલ્લા પોલીસે પેટ્રોલિંગ કરી બજારો બંધ કરાવી

લગ્ન સહિત સામાજિક કાર્યક્રમ અંગે સરકારી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવે છે

સમગ્ર દેશમાં કોરોનાના કારણે હાહાકાર મચ્યો છે. માણસ ટપોટપ મોતના મુખમાં ધકેલાઇ રહ્યા છે. આવી પરિસ્થિતિમાં સરકારે ધાર્મિક, સામાજિક અને રાજકીય કાર્યક્રમો અંગે માર્ગદર્શિકા જાહેર કરી છે. લગ્ન પ્રસંગમાં 50થી વધુ વ્યક્તિ હાજર રાખી શકાય નહીં અને સાથે આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સ સહિત અન્ય ગાઈડલાઇનનું પાલન કરવાનું હોય છે.

બારડોલીના સિનિયર સિટીઝન હૉલમાં ચાલતી સંગીત સંધ્યામાં પોલીસનો છાપો
બારડોલીના સિનિયર સિટીઝન હૉલમાં ચાલતી સંગીત સંધ્યામાં પોલીસનો છાપો

સંગીત સંધ્યામાં 70થી વધુ લોકો હતા હાજર

સુરત જિલ્લાના બારડોલી નગરના સિનિયર સિટીઝન હૉલમાં ગુરુવારે બારડોલીના સિયારામ જ્વેલર્સના માલિક સુરેશ પારેખની પૌત્રીના લગ્ન હોવાથી બંધ બારણે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં 70થી વધુ વ્યક્તિ આ કાર્યક્રમમાં હાજર હતા. અહીં કોરોના ગાઈડલાઇનનો ભંગ થતો હોવાથી, આ અંગે બારડોલી પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી સંગીત સંધ્યામાં ભંગ પડાવ્યો હતો. પોલીસે આયોજક સુરેશ પારેખ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

બારડોલીના સિનિયર સિટીઝન હૉલમાં ચાલતી સંગીત સંધ્યામાં પોલીસનો છાપો
બારડોલીના સિનિયર સિટીઝન હૉલમાં ચાલતી સંગીત સંધ્યામાં પોલીસનો છાપો
બારડોલીના સિનિયર સિટીઝન હૉલમાં ચાલતી સંગીત સંધ્યામાં પોલીસનો છાપો
બારડોલીના સિનિયર સિટીઝન હૉલમાં ચાલતી સંગીત સંધ્યામાં પોલીસનો છાપો

આ પણ વાંચોઃ તંત્રએ જાહેરનામાનો ભંગ કરતા હીરાના કારખાનાના 9 યુનિટોને સિલ કર્યા

મહેમાનોમાં મચી ગઇ દોડધામ

સિનિયર સિટીઝન હૉલ ખાતે બારડોલી પોલીસે રેડ પાડતા જ સંગીત સંધ્યામાં હાજર મહેમાનોમાં દોડધામ મચી ગઈ હતી અને કેટલાક મહેમાનો પાછલા બારણે ઘર તરફ રવાના થઈ ગયા હતા. બીજી તરફ પોલીસે હાલ યુવતીના દાદા અને કાકાને પોલીસ સ્ટેશન લઈ જઇ તપાસ શરૂ કરી છે.

બારડોલીના સિનિયર સિટીઝન હૉલમાં ચાલતી સંગીત સંધ્યામાં પોલીસનો છાપો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.