ETV Bharat / city

બારડોલીના ખરડ ગામે વરસાદનો કાળો કહેર

author img

By

Published : Jul 14, 2022, 8:08 PM IST

બારડોલીના ખરડ ગામે વરસાદનો કાળો કહેર
બારડોલીના ખરડ ગામે વરસાદનો કાળો કહેર

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં(Floods in South Gujarat) વરસાદને કાળો કહેર વર્તાવ્યો છે. બારડોલી તાલુકામાં પણ ઠેર ઠેર પાણી થઈ ગયું છે. ખરડ છીત્રા(Kharad and Chitra Village in Bardoli) ગામ છેલ્લા પાંચ દિવસથી સંપર્ક વિહોણું બન્યું છે. અહીં રહેતા 35 જેટલા લોકો પાંચ દિવસથી બહાર નીકળી શક્યા નથી. બીજી તરફ છીત્રા ગામ પણ છેલ્લા ત્રણ દિવસથી રાત્રિના સમયે સંપર્ક વિહોણું બની જતાં લોકોની હાલત દયનીય બની છે.

સુરત: ભારે વરસાદને કારણે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં તબાહી(Floods in South Gujarat) મચી ગઈ છે. ડાંગ જિલ્લામાં(Heavy rains in Dang district) પડી રહેલા ભારે વરસાદ થઈ રહ્યો હોય પૂર્ણા, અંબિકા નદી તોફાની બની છે. પૂર્ણા નદીની જળસપાટીમાં ફરી એક વખત વધારો થતાં બારડોલી તાલુકાના ખરડ અને છીત્રા ગામમાં(Kharad and Chitra Village in Bardoli) પણ તેની અસર જોવા મળી હતી. ખરડ ગામનો બુધવારે ચાર દિવસ બાદ સંપર્ક થઈ શક્યો હતો. પરંતુ નદીની જળ સપાટી વધતા(Water level of River Rises) ચાર કલાક બાદ ફરી એપ્રોચ રોડ પર પાણી ફરી વળતાં ગામ સંપર્ક વિહોણું બન્યું હતું.

છીત્રા ગામ પણ છેલ્લા ત્રણ દિવસથી રાત્રિના સમયે સંપર્ક વિહોણું બની જતાં લોકોની હાલત દયનીય બની છે.

આ પણ વાંચો: ગુજરાતમાં મેઘસવારી યથાવત: નવસારી, વલસાડમાં કોહરામ, 24 કલાકમાં 213 તાલુકાઓમાં વરસાદ

રાશન પાણીની મુશ્કેલી - હાલ પણ ગામમાં જવાઈ એવી કોઈ સ્થિતિ ન હોવાથી ત્યાં વસતા લોકોની હાલત દયનીય થઈ ગઈ છે. પાંચ દિવસ સુધી ગામની બહાર નહીં નીકળી શકતા લોકોને રાશન પાણીની પણ મુશ્કેલી પડી રહી છે. જો કે બારડોલી વહીવટી તંત્ર(Bardoli administration) દ્વારા ફૂડ પેકેટની પણ વ્યવસ્થા(Arrangement of food packets) કરવામાં આવી છે. બુધવારે થોડા સમય માટે રસ્તો ખૂલતાં જરૂરી ફૂડ પેકેટ પહોંચાડવામાં આવ્યા હતા.

પાંચ દિવસથી ગામના લોકો બહાર નીકળી શક્યા નથી - ગામના ઉપસરપંચ હેમંતસિંહ બારડે જણાવ્યુ હતું કે, વહીવટીતંત્ર પૂર્ણપણે સહકાર આપી રહ્યું છે. ગામમાં પાણી ભરાવાની શક્યતા ન હોય કોઈ વ્યક્તિ સ્થળાંતર થવા માગતા નથી. તેમની પાસે 50થી વધુ પશુઓ હોય તેઓ ગામમાં જ રહેવાનું સુરક્ષિત માની રહ્યા છે. તલાટી કમ મંત્રી વિશાલ ગોંડલિયાએ જણાવ્યુ હતું કે, છેલ્લા પાંચ દિવસથી તેઓ ગામની બહાર ગયા નથી. ત્રણ રાત્રિથી છીત્રા ગામ પણ સંપર્ક વિહોણું બને છે પરંતુ સવાર થતાં પાણી ઉતરી જતું હોય હાલ જોખમ જેવું લાગતું નથી. જો કે તેમની સાથે વહીવટી તંત્ર તેમજ SDRFની ટીમ પણ સતત સંપર્કમાં છે.

નેતાઓ નજરે ન પડ્યા - બીજી તરફ ગામમાં ચૂંટણી વખતે આંટાફેરા મારતા નેતાઓ ગામની ગંભીર સ્થિતિ વખતે નજરે પડ્યા ન હતા. જેને કારણે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો. વહીવટી તંત્ર તેનું કામ સારી રીતે કરી રહ્યું છે પણ ચૂંટીને મોકલેલા એક પણ નેતાએ અસરગ્રસ્ત ગામની મુલાકાત લીધી ન હતી.

ફૂડ પેકેટ વહેંચવા બોટથી જવું પડ્યું - બારડોલી તાલુકાના ખરડ ગામના(Kharad village of Bardoli) લોકો પાંચ દિવસથી ફસાયેલા હોય તેમને ફૂડ પેકેટ પહોંચાડવા માટે બારડોલી ફાયર બ્રિગેડની(Bardoli Fire Brigade) મદદ લેવામાં આવી હતી. વહીવટી તંત્રએ તંત્ર રસ્તામાં પાણી ભરાયા છે ત્યાં બોટ મૂકીને ગામના લોકો સુધી ફૂડ પેકેટ પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. ગામના તમામ લોકો તેમજ ઢોર ઢાંખર સુરક્ષિત હોય વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

આ પણ વાંચો: રાજ્યમાં ફરી એક વાર મેઘ મહેર, વિઝિબિલિટી ઘટી, અમદાવાદ-વડોદરામાં પણ ધોધમાર વરસાદ

સ્થળાંતર માટે ગ્રામજનોની ના - ખરડ ગામ અને છીત્રાના કોળઘી ફળિયાના લોકોને સ્થળાંતર કરવા માટે બારડોલી વહીવટી તંત્ર તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. જો કે તેઓ ઊંચાઈ વિસ્તારમાં રહેતા હોય અને ઘરોમાં પાણી આવતા ન હોવાથી સ્થળાંતર થવા માગતા નથી. જો કે ગમે ત્યારે પાણી વધી જવાની સંભાવનાને લઈ વહીવટી તંત્રના જીવ થઈ ગયો હતો. મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, માર્ગ-મકાન વિભાગ (પંચાયત), તેમજ આરોગ્ય વિભાગની ટીમ ગામમાં સતત આંટાફેરા મારી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.