ETV Bharat / city

Organ Donation Surat: ઓરિસ્સાના વતની બ્રેન્ડેડ યુવાનનું અંગદાન, પરિવારે છ વ્યક્તિઓને આપ્યું નવું જીવનદાન

author img

By

Published : Jan 31, 2022, 1:23 PM IST

Organ Donation Surat
Organ Donation Surat

સુરતમાં રહેતા ઓરિસ્સાના વતની બ્રેઈનડેડ થતાં તેમનું અંગદાન (Organ Donation Surat) કરવામાં આવ્યું છે. જેનાથી છ લોકોને નવજીવન મળ્યું છે.

સુરત: ઓરિસ્સાના વતની અને સાયણમાં વણાટ ખાતામાં કામ કરતા બ્રેઈનડેડ (Organ donation of a branded youth in Surat) સુશીલ રામચંદ્ર સાહુ ઉ.વ.33ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેના હૃદય, કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષી, માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી છે.

ઓરિસ્સાના વતની બ્રેન્ડેડ યુવાનનું અંગદાન, પરિવારે છ વ્યક્તિઓને આપ્યું નવું જીવનદાન

ભાવનગરના રહેવાસી 44 વર્ષીય વ્યક્તિમાં લિવરનું ટ્રાન્સપ્લાન્ટ

SOTTO દ્વારા કિડની અને લિવર અમદાવાદની ઝાયડસ હોસ્પિટલને, NOTTO દ્વારા હૃદય ચેન્નાઈની MGM હોસ્પિટલને, ફેફ્સાં મુંબઈની સર એચ.એન.રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને ફાળવવામાં આવ્યા છે. દાનમાં મેળવવામાં આવેલી બન્ને કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ અમદાવાદના રહેવાસી બાવન અને ત્રેપન વર્ષીય વ્યક્તિમાં, લિવરનું ટ્રાન્સપ્લાન્ટ ભાવનગરના રહેવાસી 44 વર્ષીય વ્યક્તિમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં, હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નઈના રહેવાસી 47 વર્ષીય વ્યક્તિમાં ચેન્નાઈની MGM હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. મુંબઈમાં ફેફ્સાંનું ટ્રાન્સપ્લાન્ટ જે દર્દીમાં કરવાનું હતું તે દર્દીનો કોવિડનો RT-PCRનો રીપોર્ટ પોઝિટિવ આવતા ફેફ્સાંનું દાન થઇ શક્યું ન હતું. ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટી ચક્ષુબેન્કના ડો. પ્રફુલ શિરોયાએ સ્વીકાર્યું હતું.

ઓરિસ્સાના વતની બ્રેન્ડેડ યુવાનનું અંગદાન, પરિવારે છ વ્યક્તિઓને આપ્યું નવું જીવનદાન
ઓરિસ્સાના વતની બ્રેન્ડેડ યુવાનનું અંગદાન, પરિવારે છ વ્યક્તિઓને આપ્યું નવું જીવનદાન

1610 કિ.મીનું અંતર 221 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ કરાયું

સુરતની બેંકર હાર્ટ ઇન્સ્ટીટયુટથી ચેન્નાઈનું 1610 કિ.મીનું અંતર 221 મીનીટમાં કાપીને હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ ચેન્નાઈના રહેવાસી 47 વર્ષીય વ્યક્તિમાં ચેન્નાઈની MGM હોસ્પિટલમાં કરવામાં આવ્યું. હૃદય સમયસર હવાઈ માર્ગે ચેન્નાઈ તેમજ કિડની અને લિવર રોડ માર્ગે અમદાવાદ પહોંચાડવા માટે બે ગ્રીન કોરીડોર સુરત શહેર પોલીસ અને રાજ્યના વિવિધ શહેર અને ગ્રામ્ય પોલીસના સહકારથી બનાવવામાં આવ્યા છે. સુરત મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીના માર્ગદર્શન હેઠળ ડોનેટ લાઈફ દ્વારા અંગદાતા સુશીલના પાર્થિવ શરીરને એર કાર્ગો મારફત ઓરિસ્સા મોકલવામાં આવ્યો છે.

ઓરિસ્સાના વતની બ્રેન્ડેડ યુવાનનું અંગદાન, પરિવારે છ વ્યક્તિઓને આપ્યું નવું જીવનદાન
ઓરિસ્સાના વતની બ્રેન્ડેડ યુવાનનું અંગદાન, પરિવારે છ વ્યક્તિઓને આપ્યું નવું જીવનદાન

બ્લડપ્રેસર વધી જવાને કારણે તે બેભાન થઇ ગયો

ઓરિસ્સાના ગંજામ જિલ્લાના અલાડી ગામનો રહેવાસી સુશીલ સાયણમાં આવેલા સાંઈ સિલ્ક નામના વણાટ ખાતામાં કામ કરતો હતો. બુધવારે તા. 26 જાન્યુઆરીના રોજ બ્લડપ્રેસર વધી જવાને કારણે તે બેભાન થઇ જતા તાત્કાલિક સાયણ જનરલ હોસ્પિટલમાં દાખલ કરી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે તેને સુરતની બેંકર હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં ડો. મહેન્દ્ર રાવલની સારવાર હેઠળ દાખલ કરી સારવાર શરુ કરવામાં આવી હતી. નિદાન માટે સિટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયો હોવાનું નિદાન થયું હતું. ગુરુવાર, તા.27 જાન્યુઆરીના રોજ બેંકર હાર્ટ ઇન્સ્ટીટયુટના ડોક્ટરોએ સુશીલને બ્રેનડેડ જાહેર કરતા બેંકર હાર્ટ ઇન્સ્ટીટ્યુટના ડૉ. મહેન્દ્ર રાવલે ડોનેટ લાઈફના સ્થાપક-પ્રમુખ નિલેશ માંડલેવાલાનો ટેલીફોનિક સંપર્ક કરી સુશીલના બ્રેઈનડેડ અંગેની જાણકારી આપી હતી.

ઓરિસ્સાના વતની બ્રેન્ડેડ યુવાનનું અંગદાન, પરિવારે છ વ્યક્તિઓને આપ્યું નવું જીવનદાન
ઓરિસ્સાના વતની બ્રેન્ડેડ યુવાનનું અંગદાન, પરિવારે છ વ્યક્તિઓને આપ્યું નવું જીવનદાન

પોતાના ભાઈના અંગદાન કરવા માટેની સંમતિ

ડોનેટ લાઈફની (Donate Life Surat) ટીમે હોસ્પિટલ પહોંચી સુશીલ જે વણાટ ખાતામાં કામ કરતો હતો તેના માલિક ભાવેશ માસ્ટર સાથે રહી સુશીલના ભાઈ સુનીલ અને અનિલકુમાર, સાળા નીલાંનચલ, બનેવી ઉમાકાંતને અંગદાનનું મહત્વ અને તેની સમગ્ર પ્રક્રિયા સમજાવી હતી. સુશીલના ભાઈઓએ જણાવ્યું કે, ઓરિસ્સાના વતનીનું સુરતથી અંગદાન થયું હતું તે સમાચાર અમે ટીવી ઉપર જોયા હતા. ત્યારે અમને થયું હતું કે શરીર તો બળીને રાખ જ થઇ જવાનું છે, આ એક ઈશ્વરીય કાર્ય છે. અમે વણાટખાતામાં કામ કરીને અમારા પરિવારનું ભરણપોષણ કરીએ છીએ. જીવનમાં અમે કોઈ ચીજ-વસ્તુનું દાન કરી શકીએ તેમ નથી. અમારો ભાઈ બ્રેઈનડેડ છે અને તેનું મૃત્યુ નિશ્ચિત જ છે. ત્યારે તેના અંગોના દાન થકી ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવું જીવન મળતું હોય તો તેનાથી ઉત્તમ દાન કોઈ હોઈ જ ન શકે. ઓર્ગન નિષ્ફળતાના દર્દીઓને નવજીવન આપવા માટે હ્રદય પર પત્થર મુકીને તેઓએ પોતાના ભાઈના અંગદાન કરવા માટેની સંમતિ આપી હતી. સલામ છે આ પરિવારને તેમના નિર્ણય બદલ...

આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન

સુરતમાંથી ડોનેટ લાઈફ દ્વારા ચાલીસ હૃદયના દાન કરાવવામાં આવ્યા છે. સુરતે ડોનેટ લાઈફના માધ્યમથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અંગદાનના ક્ષેત્રમાં મહત્વનું સ્થાન મેળવ્યું છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદય દેશના જુદા જુદા શહેરો જેવા કે દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, ઇન્દોર અને અમદાવાદ જેવા શહેરોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા છે. તદ્દઉપરાંત અંગદાનના ક્ષેત્રમાં સુરતે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. સુરતથી દાનમાં મેળવવામાં આવેલા હૃદયનું ટ્રાન્સપ્લાન્ટ યુક્રેન, યુએઈ અને રશિયાના નાગરિકોમાં મુંબઈ અને ચેન્નઈની હોસ્પિટલમાં કરવામાં આવ્યા હતા. ટેક્ષટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે ખ્યાતી પામી રહ્યું છે.

બે ગ્રીન કોરીડોર બનાવાયા

હ્રદય, કિડની અને લિવર સમયસર ચેન્નાઈ અને અમદાવાદ પહોંચાડવા માટે બે ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા હતા. સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી ડોનેટ લાઈફ દ્વારા 418 કિડની, 178 લિવર, 8 પેન્ક્રીઆસ, 40 હૃદય, 26 ફેફ્સાં, 4 હાથ અને 322 ચક્ષુઓ સહિત કુલ 996 અંગો અને ટીસ્યુઓનું દાન મેળવીને 909 વ્યક્તિઓને નવું જીવન અને નવી દ્રષ્ટી બક્ષવામાં સફળતા મળી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.