Notification from Union Ministry of Commerce : GJEPCના સભ્યો જ રફ ડાયમંડની આયાતનિકાસ કરી શકશે

author img

By

Published : Nov 23, 2021, 3:52 PM IST

Notification from Union Ministry of Commerce : GJEPCના સભ્યો જ રફ ડાયમંડની આયાતનિકાસ કરી શકશે

જેમ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સદસ્ય હીરાના વેપારીઓ જ હવે જ રફ ડાયમંડની ( Rough Diamonds ) આયાત અને નિકાસ કરી શકશે. આ અંગે કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલય દ્વારા નોટિફિકેશન ( Notification from Union Ministry of Commerce ) બહાર પાડીને જાહેરાત કરવામાં આવી છે. નેચરલ ડાયમંડના પ્રમોશન માટે GJEPC દ્વારા હીરા વેપારીઓ પાસે 0.02 ટકા વસૂલાતા હતાં. નોન મેમ્બરો દ્વારા આ રકમ આપવામાં આવતી ન હતી. મેમ્બરોની ( members of GJEPC ) રજૂઆત બાદ આખરે કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલય દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. સરકાર દ્વારા હવે એક્સપોર્ટર ( Exporter ) અને ઈમ્પોર્ટરને ( Importer ) એક જ ચેનલમાં લાવવા માટે તમામ માટે લેવી ફરજિયાત બનાવવામાં આવી છે.

  • કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયે બહાર પાડ્યું જાહેરનામું
  • GJEPCના મેમ્બરો હશે તેઓ જ હવેથી હીરાની આયાતનિકાસ કરી શકશે
  • નેચરલ ડાયમંડના પ્રમોશન માટે GJEPCની રજૂઆત હતી
  • એક્સપોર્ટર-ઈમ્પોર્ટરને એક જ ચેનલમાં લાવવા લેવી ફરજિયાત બનાવવામાં આવી

સુરત : 22 નવેમ્બરના રોજ કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલય દ્વારા એક નોટિફિકેશન ( Notification from Union Ministry of Commerce ) બહાર પાડી જાહેરાત કરાઈ છે કે GJEPCના મેમ્બરો ( members of GJEPC ) હશે તેઓ જ હવેથી હીરાની આયાતનિકાસ કરી શકશે. દેશમાં અનેક હીરા વેપારીઓ ( Exporter Importer ) એવા છે કે જે લાખો રૂપિયાની હીરાની રફની આયાત-નિકાસ કરે છે, પરંતુ GJEPCના ઓફિશિયલ સદસ્ય નથી. નેચરલ હીરાનું પ્રમોશન કરવા માઈનિંગ કંપનીઓ દ્વારા ફંડ એકત્ર કરવામાં આવે છે. 100 ટકામાંથી 90 ટકા ફંડ ડાયમંડ માઈનિંગ કંપનીઓ આપતી હોય છે જ્યારે 10 ટકા ફંડ GJEPC આપે છે. આ 10 ટકા માટે GJEPC પોતાના સદસ્યો પાસેથી એક્સપોર્ટ-ઈમ્પોર્ટ પર 0.02 ટકાની વસૂલી કરે છે. જ્યારે જે લોકો GJEPCના સદસ્ય નથી તેઓ પાસેથી આ રકમ વસુલ કરી શકતી નહોતી. પરંતુ હવે આ નોટિફિકેશન બાદ હવે જે હીરાના વેપારી છે ( Exporter Importer ) તેઓએ જ રફ ડાયમંડની ( Rough Diamonds ) આયાત અને નિકાસ કરી શકશે. સરકારના નોટિફિકેશન બાદ હવે જે વેપારીઓને રફ ડાયમન્ડ ઈમ્પોર્ટ એક્સપોર્ટ કરવું હશે તેવા દરેક વેપારીઓએ GJEPCની મેમ્બરશિપ ફરજિયાત લેવી પડશે. જેના કારણે રફ-હીરાની કેટલી આયાત અને નિકાસ થાય છે તે પણ જાણી શકાશે.

GJEPCના મેમ્બરો હશે તેઓ જ હવેથી હીરાની આયાતનિકાસ કરી શકશે

સદસ્ય જ રફ ડાયમન્ડ એક્સપોર્ટ ઈમ્પોર્ટ કરી શકશે

GJEPCના વેસ્ટર્ન ઝોન ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, GJEPC ગુજરાતે ( members of GJEPC ) સરકારને રજૂઆત કર્યા બાદ આખરે કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયે આ અગત્યની જાહેરાત ( Notification from Union Ministry of Commerce ) કરી છે. અત્યાર સુધી માત્ર GJEPCના સભ્યો હોય અને રફની આયાત નિકાસ કરતાં હોય તેમની પાસે 0.02 ટકા રકમની વસૂલાત કરવામાં આવતી હતી. પરંતુ જે વેપારીઓ સભ્ય નહોતાં તે લોકો પાસે વસૂલાત કરવામાં આવતી ન હતી. અમારી રજૂઆત બાદ આખરે હવે માત્ર અમારા સદસ્ય જ રફ ડાયમન્ડ ( Rough Diamonds ) એક્સપોર્ટ ઈમ્પોર્ટ કરી શકશે. સરકારે હવે એક્સપોર્ટર અને ઈમ્પોર્ટરને ( Exporter Importer )એક જ ચેનલમાં લાવવા માટે તમામ માટે લેવી ફરજિયાત બનાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ કોરોનાકાળમાં સુરતના હીરા ચમક્યા, એક્સપોર્ટમાં બમણો વધારો

આ પણ વાંચોઃ વિશ્વભરમાં કોરોનાનો કહેર ઓછો થતા હીરા અને જ્વેલરીના એક્સપોર્ટમાં 33.17 ટકાનો વધારો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.