રખડતા ઢોરોને લઈને મનપાની નવી પોલિસી, રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન ડિવાઇસથી પશુની ગતિવિધિ પર રાખી શકાશે નજર

author img

By

Published : Sep 4, 2021, 7:47 PM IST

Gujarat News

સુરત શહેરમાં રખડતા ઢોરોને લઈને મનપા હવે નવી પોલિસી અમલમાં મૂકવા માટે વિચારણા કરી રહી છે. જેમાં પશુમાં રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન ડિવાઇસ (RFID) લગાવાશે. જેથી રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન ડિવાઇસથી પશુની ગતિવિધિ પર નજર રાખી શકાય.

  • રખડતા ઢોરોને લઈને મનપાની હવે નવી પોલિસી અમલમાં મૂકવા માટે વિચારણા
  • રખડતા ઢોરોના કારણે સતત ટ્રાફિક જામ અને અકસ્માતના બનાવો પણ બને છે
  • પશુપાલકો દ્વારા પોતાના ઢોરની ઓળખ ન થઈ શકે

સુરત: શહેરમાં વિવિધ વિસ્તારોમાં રખડતા ઢોરોનો ત્રાસ ખૂબ જ મોટા પ્રમાણમાં જોવા મળે છે. જેના કારણે રસ્તાઓ પર સતત ટ્રાફિક જામ અને અકસ્માતના બનાવો પણ બનતા હોય છે. એટલું જ નહીં કોર્પોરેશનના ઢોર પાર્ટી દ્વારા પશુ ઉઠાવવા જતી વખતે અનેક વખત પશુપાલકો સાથેના ઘર્ષણના બનાવો સામે આવ્યા છે. પશુપાલકો અને આ બાબતથી અવગત કરી દેવાયા છે. હવે આ ઢોર પર રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન ડિવાઇસ ફીટ કરવામાં આવશે.

રખડતા ઢોરોને લઈને સુરત મનપાની નવી પોલિસી

RFID ડિવાઇસથી પશુ અને ગતિવિધિ ઉપર નજર રાખી શકાશે

કોર્પોરેશન દ્વારા પશુઓના કાન ઉપર પ્લાસ્ટિકના ટેગ લગાડવામાં આવ્યા હતા. જેથી કરીને પશુઓની આઇડેન્ટિફિકેશન થઈ શકે પરંતુ પશુપાલકો દ્વારા પોતાના ઢોરની ઓળખ ન થઈ શકે અને દંડથી બચી શકાય તે માટે એનકેન પ્રકારે પ્લાસ્ટિકના ડિવાઇસીસ કાઢી લેવાતા હતા. હવે રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન ડિવાઇસ (RFID) એ પશુના શરીરમાં ફીટ કરવામાં આવે છે. જેથી તેને કાઢવું પશુપાલકો માટે મુશ્કેલ બની રહે છે. આ ડિવાઇસથી પશુ અને ગતિવિધિ ઉપર નજર રાખી શકાશે.

RFID એક રેડિયો ફિકવન્સી ડીવાઈસ છે

ઝૂ ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટ ડો. રાજેશ પટેલે જણાવ્યું હતું કે, શહેરમાં રખડતા ઢોરોને લઈને મનપા દ્બારા નવી પોલીસી વિચારણા હેઠળ છે. જેમાં જે પણ પશુપાલકોના પશુઓ છે. તેઓનું ફરજિયાત RFID ડીવાઈસ દ્વારા રજિસ્ટ્રેશન કરવાનું પ્લાનિંગ છે. RFID એક રેડિયો ફિકવન્સી ડીવાઈસ છે. તે એક નાની કોપ્સ્યુલ જેવી ડીવાઈસ હોય છે. જે બોડીમાં લગાવવી દેવાથી જાનવરોનું આઈડીફીકેશન તરીકે ઉપયોગ થાય છે. હાલમાં શહેરમાં 2800 જેટલા પશુપાલકોના 2900 જેટલા પશુઓ રજિસ્ટર થયેલા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.